android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar : કાટવાડ ચોકડી પાસે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું
calendar_today October 16, 2026

Himatnagar : કાટવાડ ચોકડી પાસે ગેસ્ટ હાઉસની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું

હિંમતનગર- અમદાવાદ રોડ પર આવેલ કાટવાડ ચોકડી રોડ પરના એક કોમ્પ્લેક્ષમાં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કુટણખાનાને ગુરૂવારે બાતમીને આધારે એએચટીયુની ટીમે દરોડો પાડીને ત્રણ શકમંદોની અટક કરી કેટલોક મુદ્દામાલ કબ્જે લઇ ત્રણેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેહ વેપારમાંથી ત્રણ યુવતિઓને મુકત કરાવી હતી. આ અંગે એએચટીયુના પીઆઇ એસ.બી. ચૌધરી તથા તેમની ટીમના જણાવ્યા મુજબ તેમને એવી બાતમી મળી હતી કે, કાટવાડ ચોકડી રોડ પર આવેલ ઓમ કોમ્પ્લેક્ષના પ્રથમ માળે રાજ ગેસ્ટ હાઉસની આડમાં મેઘરાજ ગોતાજી પટેલ તથા ચેનસિંગ રાવ અને માનસિંગ રાવ દ્વારા દેહ વેપાર કરાતો હતો. જયાં કેટલાક ગ્રાહકો પાસેથી રોકડ રકમ લઇને શરીર સુખ માણવા સુધીની સર્વિસ આપવામાં આવતી હતી. એટલુ જ નહી પણ ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહ વેપારના ધંધામાં ત્રણ યુવતિઓ સંડોવાયેલી હતી. જેથી પોલીસે આ ત્રણેય યુવતિઓને મુકત કરાવી પકડાયેલા ત્રણેય વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફીક એકટ કલમ 1956ની કલમ 3 (1) (2), 4, 5 (1), (એ) (ડી) મુજબ ફરિયાદ નોંધાવી પકડાયેલા બન્ને પાસેથી રૂપિયા 1 હજાર રોકડા તથા રૂપિયા 1 હજારનો મોબાઇલ મળી રૂપિયા 2 હજારનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. દરોડના પગલે વિસ્તારમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad : ડાકોર હત્યા કેસના આઠ શખ્સો બિલોદરા જેલમાં ધકેલી દેવાયા
calendar_today October 16, 2026

Nadiad : ડાકોર હત્યા કેસના આઠ શખ્સો બિલોદરા જેલમાં ધકેલી દેવાયા

ડાકોરમાં જૂની અદાવતમાં બુધવારની રાત્રે થયેલ જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા થતાં ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. બનાવને પગલે ખેડા જિલ્લા પોલીસે નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ગુરુવારની રાત્રે મૃતક યુવાનની દફનવિધી કરાઈ હતી. પરિસ્થિતિ વિકટ ન બને તે માટે આખા રસ્તા પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ડાકોરમાં વર્ષ જૂની ચૂંટણીની અદાવતમાં વોટ આપવા મામલે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષો એકબીજા પર ઘાતક હથિયારો સાથે તૂટી પડયા હતા. જોતજોતામાં પરિસ્થિતિ વિકટ બની હતી, પત્થરમારો પણ થયો હતો. આ જૂથ અથડામણમાં એક યુવાન સુલતાન ઈકબાલભાઈ શેખ (ઉં.વ.22)નું મોત નિપજયું હતું, જ્યારે આઠેકને ઈજા પહોંચવા પામી હતી. આ મામલે બંને પક્ષે કુલ 16 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે તમામને ઝડપી પાડયા હતા. આ દરમિયાન ગુરુવારની રાત્રે લગભગ આઠેક વાગ્યે મૃતક સુલતાનની દફનવિધિ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસને સમગ્ર માર્ગ પર ખડકી દેવાયા હતા. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતકની અંતિમવિધિ હાથ ધરાઈ હતી. ડાકોર પી.આઈ. બી.પી.પટેલે જણાવ્યું હતું કે આઠની અટક કરી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બિલોદરા જેલના સળિયા પાછળ ધકેલવાનો હુકમ કર્યો છે. હાલ નગરમાં માહોલ સંપૂર્ણ શાંત છે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે, અને પોલીસ બંદોબસ્ત યથાવત્ હોવાનું ઉમેર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Khambhat : મેળામાં ચકડોળના ટિકીટ દરમાં વધારો નહીં
calendar_today October 16, 2026

Khambhat : મેળામાં ચકડોળના ટિકીટ દરમાં વધારો નહીં

ખંભાતના પરંપરાગત દિવાળી લોકમેળામાં ચકડોળના ટિકિટદરને લઈને શહેરીજનો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ચકડોળ ગ્રાઉન્ડની હરાજી મેળવનાર 20 વર્ષનો અનુભવ ધરાવતી વિશ્વા એમ્યુઝમેન્ટના સંચાલકે આ વર્ષે ચકડોળના ટિકિટના દરમાં કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી છે. નવી ચૂંટાયેલી નગરપાલિકાની પાંખ દ્વારા ચકડોળના દર ઘટાડવા માટે સંચાલકોને જણાવવામાં આવ્યું હતું. આ રજૂઆત અને વર્તમાન મોંઘવારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કૃણાલ ભટ્ટે ગત વર્ષના જ દર ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. પરિણામે આ વર્ષે પણ ચકડોળની ટિકિટ રૂ. 30, રૂ. 50 અને રૂ. 70ના દરે જ ઉપલબ્ધ રહેશે. મોંઘવારીના સમયમાં ટિકિટના ભાવમાં વધારો નહીં કરવાનો આ નિર્ણય લોકમેળામાં આવતા બાળકો અને પરિવારો માટે રાહતરૂપ બની શકે છે. 15 ઓક્ટોબરના રોજ ખંભાત પાલિકા ભવન ખાતે યોજાયેલી ચકડોળ ગ્રાઉન્ડની પુનઃહરાજી પણ ભારે ચર્ચામાં રહી હતી. આશરે 10 ચકડોળ સંચાલકોની હાજરીમાં પાલિકા અને સંચાલકો વચ્ચે લગભગ ચાર કલાક સુધી ભાવને લઈને રકઝક ચાલી હતી. રૂ. 43 લાખની બોલી બાદ હરાજી અટકી જતાં અનિશ્ચિતતા સર્જાઈ હતી. નગરપાલિકા ગત વર્ષની જેમ ઓછામાં ઓછા રૂ. 48 લાખની હરાજી રકમ મેળવવા માગતી હતી. જોકે, લાંબી ચર્ચા બાદ વિશ્વા એમ્યુઝમેન્ટના કૃણાલભાઈ ભટ્ટે રૂ. 43.51 લાખની બોલી લગાવી હતી, જેને અંતે મંજૂરી મળતાં હરાજી ફાઇનલ થઈ હતી. 18 ટકા જીએસટી સહિત કુલ રકમ રૂ. 51.34 લાખ થઈ હતી. આ હરાજી અગાઉ પણ ચકડોળ ગ્રાઉન્ડનો મામલો ચર્ચામાં રહ્યો હતો. અગાઉ ફ્રિોજભાઈ મુલતાનીએ રૂ. 65 લાખની ઊંચી બોલી લગાવી હતી, પરંતુ નિયત સમયમર્યાદામાં જરૂરી 50 ટકા રકમ ભરવામાં નહીં આવતાં તેમની રૂ. 2 લાખની ડિપોઝિટ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ પુનઃહરાજી યોજાઈ હતી. ગત વર્ષે ચકડોળ ગ્રાઉન્ડની હરાજી રૂ. 48 લાખ ઉપરાંત 18 ટકા જીએસટી સાથે થઈ હોવાનું જાણવા મળે છે. આ વર્ષની મૂળ હરાજી રકમ ઓછી હોવા છતાં અગાઉની જપ્ત ડિપોઝિટને ગણતરીમાં લેતાં નગરપાલિકાની આવકમાં અંદાજે રૂ. 3 લાખનો તફાવત રહેતો હોવાનું પ્રાથમિક ગણતરી પરથી જણાય છે. ચકડોળ ગ્રાઉન્ડની હરાજી મેળવ્યા બાદ વિશ્વા એમ્યુઝમેન્ટના કૃણાલભાઈ ભટ્ટે ટિકિટના ભાવ નહીંવધારવાનો નિર્ણય જાહેર કરતાં હવે લોકમેળામાં આવતા પરિવારોની અપેક્ષાઓ વધી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward