android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhotaudepur: : વન્યજીવો માટે બનાવેલા હવાડામાં પાણી નહીં ભરાતા કોરાધાકોર
calendar_today May 28, 2026

Chhotaudepur: : વન્યજીવો માટે બનાવેલા હવાડામાં પાણી નહીં ભરાતા કોરાધાકોર

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં આવેલા ચેથાપુર ના જંગલ વિસ્તારમાંથી અબોલ વન્યજીવોની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. કાળઝાળ ઉનાળાની આકરી ગરમીમાં વન્યપ્રાણીઓ પોતાની તરસ છિપાવી શકે તે માટે બનાવવામાં આવેલો મોટો ગોળાકાર કોંક્રિટનો પાણીનો હવાડો લાંબા સમયથી તદ્દન ખાલીખમ અને સૂકોભઠ્ઠ પડયો છે.અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આવા સમયે વન્ય પ્રાણીઓના સ્વાસ્થ્ય પર માઠી અસર પહોંચે છે. પાણી વિનાના ખાલીખમ હવાડાના દ્રશ્યો વન વિભાગની ઘોર બેદરકારી છતી કરે છે. સૂકું ઘાસ અને વાંસના ઝુંડ ધરાવતા આ ડુંગરાળ અને પથરાળ જંગલ વિસ્તારમાં રીંછ, દીપડા, રોઝ અને અન્ય નાના-મોટા જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. આ હવાડામાં પાણી ન હોવાને કારણે મૂંગા પ્રાણીઓ પાણીના એક-એક ટીપાં માટે વલખાં મારી રહ્યા છે.સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓના જણાવ્યા અનુસાર, જો વન વિભાગ દ્વારા આ હવાડામાં યુદ્ધના ધોરણે ટેન્કર અથવા સ્થાનિક સ્ત્ર્રોત દ્વારા પાણી ભરવામાં નહીં આવે, તો તરસ્યા વન્યજીવો પાણીની શોધમાં જંગલ છોડીને નજીકના ચેથાપુર અને અન્ય ગ્રામ્ય રહેણાંક વિસ્તારો તરફ્ ધસી આવશે. જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષ થવાની અને પ્રાણીઓ અકસ્માત કે શિકારનો ભોગ બને તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓ વતી છોટાઉદેપુર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને અપીલ છે કે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ, ચોવીસ કલાકની અંદર આ હવાડામાં પાણી ભરવાની ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે જેથી અબોલ જીવોને બચાવી શકાય ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Radhanpur: રાધનપુર લકકી પેલેસ ગેસ્ટ હાઉસમાં 1 મહિલા સાથે કુટણખાનું ઝડપાયું
calendar_today May 28, 2026

Radhanpur: રાધનપુર લકકી પેલેસ ગેસ્ટ હાઉસમાં 1 મહિલા સાથે કુટણખાનું ઝડપાયું

રાધનપુર ખાતે આવેલ લકકી ગેસ્ટ હાઉસમાં અલગ અલગ જગ્યાએ થી લલનાઓ બોલાવી દેહ વેપારના ગોરખ ધંધા ચાલતા હોવામી માહિતી આધારે રાધનપુર પોલીસની ટીમે ઓચિંતા દરોડો પાડી મહાલા સહિત ગેસ્ટ હાઉસનું સંચાલક કર્તા એક ઇસમને પકડી પાડયો હતો.પકડાયેલ સંચાલક વિરૂદ્ધ પોલિસે ફરિયાદ નોંધી અનૈતિક દેહ વ્યાપારના ધંધાનો પર્દાફશ કર્યો હતો.રાધનપુર પોલીસ રાધનપુર ખાતે પેટ્રોલિંગમાં હતી તેવા સમયે પોલીસ ને ખાનગી રાહે માહિતી મળી હતી કે રાધનપુર વારાહી રોડ પર આવેલ લકી ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલી રહ્યું છે તેવી માહિતી મળતા પોલીસ લકી ગેસ્ટ હાઉસમાં બાતમી આધારે મહિલા પોલીસને સાથે રાખી ઓચિંતા છાપો મારતા ગેસ્ટ હાઉસમાં ગોરખ ધંધા કરવા આવેલી મહિલા તેમજ ગ્રાહકોમાં ગભરાહટ અને દોડધામ મચી જવા પામી હતી. જ્યારે રેડ કરેલ પોલીસે ગેસ્ટ હાઉસ ના કાઉન્ટર ઉપર બેઠેલ વ્યક્તિનું નામ પૂછતા તેઓએ તેનું નામ રજાકભાઈ કરીમભાઈ સિપાહી(રહે.મુજપુર, તા.શંખેશ્વર)આમ પોલીસ ગેસ્ટ હાઉસના રૂમની તપાસ કરતા વેસ્ટ ,મુંબઈ,ની એક મહિલા ઝડપાઇ હતી અને ગેસ્ટહાઉસમાં આવેલ ગ્રાહકો ની પોલીસે દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.વધુંમાં પોલીસે ગેસ્ટ હાઉસમાંથી પકડાયેલ ઈસમો નો મોબાઈ,રૂ.50000 તેમજ કોન્ડમના પેકેટ શીતબગેસ્ટ હાઉસમાં વપરાતો મુદ્દામાલ જપ્ત કરી ગેસ્ટ હાઉસનું સંચાલક કરતા રજાકભાઈ કરીમભાઈ સિપાઈ વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇમાં અસહ્ય ગરમી વચ્ચે ઝાડા-ઊલટીનો વાવર ફેલાયો
calendar_today May 28, 2026

Dabhoi: ડભોઇમાં અસહ્ય ગરમી વચ્ચે ઝાડા-ઊલટીનો વાવર ફેલાયો

ડભોઇના નીચેના વિસ્તારોમાંથી ઝાડા-ઊલટીના કેસ સામે આવ્યા છે. દયારામ નગર પાછળનો વિસ્તાર, નવીનગરી, આંબાવાડી, કડિયાવાડ, ભીલ વાગા વિસ્તારમાં આરોગ્ય વિભાગની 30 ટીમો બનાવી સર્વે કામગીરી હાથ ધરાઈ હતી. આ ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારો સહિત અલગ-અલગ ભાગોમાં ફરીને પાણીના નમૂના લીધા છે અને તેને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રાહતની વાત એ છે કે તંત્રના સઘન સર્વેક્ષણ બાદ હાલ સુધી કોઈ નવો કેસ નોંધાયો નથી.ડભોઇમાં પાઈપલાઈનના ચેકિંગ દરમિયાન આઠ લીકેજ મળી આવ્યા હતાં. જેની નગર પાલિકાને જાણ કરાઈ છે. આરોગ્ય ટીમ દ્વારા હાલ અલગ અલગ વિસ્તારોમાં 30 ટીમો બનાવીને પાણીના નમૂના લઇ અને કાર્યવાહી કરી ઝાડા ઉલટી કે રોગચાળો ના ફેલાય તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ અધિકારી ડો.જીતેન અર્બન સેન્ટરના ડો.રંગેશ અને સુપરવાઈઝર અધિકારીઓ દ્વારા સર્વે કરી રોગચાળો ના ફેલાય તેની તકેદારીના ભાગરૂપે ખાસ કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward