Vadodara: વાઘોડિયાની ધીરજ હૉસ્પિ. ખાતે વિશ્વ ઇમરજન્સી દિવસની ઉજવણી
વાઘોડિયા : વાઘોડિયા ના પીપળીયા ગામ નજીક આવેલ ધીરજ હોસ્પિટલ દ્વારા વિશ્વ ઇમરજન્સી દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ અને જીવન બચાવવાના હેતુસર સી પીઆર ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત એક સાથે 23 અલગ અલગ સ્થળોએ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 3800 થી વધુ લોકોને સીપીઆર આપવાની પ્રાથમિક અને મહત્વપૂર્ણ તાલીમ અપાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય હતુ હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થવાની પરિસ્થિતિ માં સામાન્ય વ્યક્તિ પણ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી દર્દીનું જીવન બચાવવા અને તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. જેમાં હોસ્પિટલના ડોક્ટરો,નર્સિંગ સ્ટાફ્ તથા ઇમરજન્સી ટીમ દ્વારા હાજર લોકોને સીપીઆર કેવી રીતે આપવું અને ઈમરજન્સી સમય શું કરવું તે વિશે સમજણ અપાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward