ચોમાસા પહેલાં પૂર્વ વિસ્તારના ડ્રેનેજ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી
ચોમાસા પહેલાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત બનાવવાAMCના નવનિયુક્ત મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિતના પદાધિકારીઓએ પૂર્વ વિસ્તારની મુલાકાત લઈ ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને તળાવ ઇન્ટરલિંકિંગ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. બાદમાં વિરાટનગર ઝોનલ ઓફ્સિ ખાતે અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં ખારીકટ કેનાલનું બાકી કામ 15 જૂન સુધી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. વસ્ત્ર્રાલ ખાતે ચાલી રહેલા ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ હાલ અંતિમ તબક્કામાં હોવાનું તંત્રએ જણાવ્યું હતું. હાલમાં આશરે 45 મીટર કેનાલનું કામ બાકી હોવાનું જણાવાયું છે. આ સાથે જ હાથીજણ વિસ્તારમાં પૂર્વના તળાવોને ઇન્ટરલિંક કરવા માટે નાખવામાં આવી રહેલી ડક્ટલાઇનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ ભારત સરકારની 'નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી' હેઠળના 'નેશનલ ડિઝાસ્ટર મિટીગેશન ફ્ંડ' માટે દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા 7 શહેરોમાં અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે પૂર્વ વિસ્તારમાં આવેલા તળાવોના ઇન્ટરલિંકિંગ અને ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરી હાથ કરવામાં આવી રહી છે.મેયર હિતેશ બારોટે જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં હાલ ત્રણ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામગીરી ચાલી રહી છે. આગામી 25 વર્ષના આયોજનને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોર્પોરેશન કાર્યરત છે. તેમણે જણાવ્યું કે 14 કિલોમીટર લાંબી લાઈનનું કામ ચાલી રહ્યું છે, જે 2027 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે વિશેષ આયોજન હાથ ધરાયું છે. ખારી નદીમાં વરસાદી પાણીના નિકાલના કામો પણ ચાલી રહ્યા છે, જે આગામી 22 મહિનામાં પૂર્ણ થવાના છે. ઉપરાંત વટવા વિસ્તારને લાભ આપતા રાસ્કા પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિમાં હોવાનું તેમણે જણાવ્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન શહેરીજનોને વોટર લોગિંગની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે અધિકારીઓ સાથે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકાર્યોનું પણ સરપ્રાઇઝ નિરીક્ષણ કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward