ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડની 56મી વાર્ષિક સધારણ સભા યોજાઈ
ગુજરાતની અગ્રગણ્ય હરોળની મલ્ટી સ્ટેટ શિડયુલ્ડ કો.ઓપ. બેંક, ધી કાલુપુર કોમ. કો.ઓપ.બેંક લિ. ની વર્ષ 2025-26ની 56મી વાર્ષિક સાધારણ સભા જે.બી. ઓડિટોરિમય, અમદાવાદ મેનેડમન્ટ એસોસિએશન, પાંજરાપોળ, અમદાવાદ ખાતે મળી હતી. જેમાં બેંકના સભાસદોએ હાજરી આપી હતી. બેંકના ડિરેક્ટર નવીવભાઈ સી. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે બેંકે વર્ષ 2025-26 દરમિયાન રૂ.23,000.00 કરોડથી વધુનો કારોબાર હાંસલ કર્યો છે. બેંકનું સ્વમાલિકીનું ભંડોળ રૂ. 2,60.00 કરોડથી વધુ રહ્યું છે. બેંકનું નેટ એન.પી.એ. વર્ષોથી શૂન્ય જળવાઈ રહ્યુ છે, જે દર્શાવે છે કે બેંક ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધિરાણ કરે છે. બેંકનો નફો કરવાની ક્ષમતા એજોડ રહેતા રૂ.215.00 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. આમ, ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડએ સહકારી બેંકોમાં ભારતમાં પાંચમું સ્થાન અને ગુજરાતમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward