અમરાઈવાડીના બાલિયાવાસ પાસે જુનો રસ્તો દીવાલ બનાવી રસ્તો બ્લોક કરાયો
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી અને ખોખરાને જોડતા એક મહત્વના કોમન રાહદારી રસ્તાને બંધ કરી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમરાઈવાડી બાલિયાવાસ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ - સર્વોદયનગર (ખોખરા) વચ્ચે આવેલા આ સામાન્ય રસ્તા પરથી વર્ષોથી હજારો લોકો પસાર થતા હતા, જે હવે અચાનક બંધ થઈ જતાં સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે અમરાઈવાડી બાલિયાવાસ પાસે રહેતા લોકો માટે સર્વોદયનગર ખોખરા તરફ્ જતો આ કોમન રસ્તો રોજિંદી અવરજવર માટેની મુખ્ય જીવાદોરી સમાન હતો. નોકરીયાત વર્ગ, શાકભાજી લેવા જતી મહિલાઓ અને સ્કૂલે જતા બાળકો આ ટૂંકા રસ્તાનો જ ઉપયોગ કરતા હતા. પરંતુ તાજેતરમાં બાલિયાવાસ પાસેના આ રસ્તાને કોઈ કારણોસર તદ્દન બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ અને સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ કોમન રાહદારી રસ્તો વહેલી તકે ખુલ્લો કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કે વિરોધ પ્રદર્શન કરવામાં આવી શકે છે. હજારો લોકોના હિતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ના સત્તાધીશો આ બાબતમાં વહેલી તકે દરમિયાનગીરી કરે તેવી લોકમાંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward