તાલાલાનાં સ્ટર્લિં ગ રુદ્ર રિસોર્ટ, લોટસ લક્ઝરી રિસોર્ટ અને ક્વિસ ગીર લાયન રિસોર્ટમાં ચેકિંગ
તાલાલા તાલુકામાં ઉનાળુ વેકેશન દરમિયાન ગીરના જંગલની મજા માણવા પ્રવાસીઓનો પ્રવાહ ઉમટયો હોય રીસોર્ટ, ફર્મ હાઉસ,હોટલો ફુલ થઇ ગયા છે. આ દરમ્યાન તાલાલા પંથકમાં કાયદો અને વ્યવસ્થા ની જાળવણી માટે ફર્મ હાઉસ,રીસોર્ટમાં તપાસ કરવી જરૂરી હોય ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી બ્રાંચ દ્વારા ફર્મ હાઉસોમાં સઘન ચેકીંગ શરૂ થયું છે.ચેકિંગ દરમિયાન તાલાલા તાલુકાના ચિત્રોડ ગીર ગામના સ્ટર્લીંગ રુદ્ર રિસોર્ટ તથા લોટસ લક્ઝરી રિસોર્ટ તથા સાંગોદ્રા ગીર ગામના કવીસ ગીર લાયન રિસોર્ટમાં આવતા પ્રવાસીઓની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વિના રૂમો રહેવા માટે આપેલ હોવાનું બહાર આવતા પોલીસે ચિત્રોડ ગીરના રિસોર્ટના મેનેજર પ્રકાશ રામલાલ ખત્રી ઉ.વ.44 તથા જીગર મધુ શિરોયા ઉ.વ.25 રે.બંને ચિત્રોડ ગીરવાળા વિરુદ્ધ જરૂરી ડોક્યુમેન્ટ વગર પ્રવાસીઓને એન્ટ્રી આપી જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુનો દાખલ કર્યો છે.આ ઉપરાંત સાંગોદ્રા ગીર ગામના કવીસ ગીર લાયન રિસોર્ટમાં પણ પ્રવાસીઓને એન્ટ્રી કર્યા વિના રૂમો રહેવા આપવા તથા રિસોર્ટમાં સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કર્યા વિના પરપ્રાંતિય મજૂરોને કામે રાખવા સબબ રિસોર્ટનાં મેનેજર રાજદિપસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા ઉ.વ.36 રે.સાંગોદ્રા ગીર વાળા વિરુદ્ધ પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી એસ.ઓ.જી.એ.એસ.આઈ. એ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. તાલાલા પંથકમાં પ્રવાસીઓનો ભારે ટ્રાફ્કિ ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે, ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી.બ્રાંચની સઘન ચેકિંગ કામગીરી શરૂ કરતાં નિયમ અને કાયદા વિરુદ્ધ ચાલતા રિસોર્ટ, ફર્મ હાઉસ સંચાલકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward