android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
નહેરુનગરમાં જમીન મામલે નિવૃત્ત DySPનું ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ
calendar_today May 27, 2026

નહેરુનગરમાં જમીન મામલે નિવૃત્ત DySPનું ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ

નહેરૂનગર બસ સ્ટેશન પાછળ વિવાદાસ્પદ જમીનમાં સ્ટોલના ભાડા અને જમીનના ઓરિજિનલ દસ્તાવેજ મામલે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જ્યાં નિવૃત્ત ડીવાયએસપીએ ઉગ્ર થઈને પાંચ રાઉન્ડ ફયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. બીજી તરફ્, જાહેરમાં ફયરિંગ થવાની આ ગંભીર મામલે સેટેલાઇટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે નિવૃત્ત ડીવાયએસપીની અટકાયત કરી છે તેમજ એક વૈભવી કાર કબ્જે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચકચારી ઘટનાને પગલે મોડી રાત સુધી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી રહી હતી. હત્યાના પ્રયાસનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.નહેરૂનગર બસ સ્ટેન્ડની પાછળ આવેલી જમીનનો કબ્જો નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ પાસે છે. તેઓએ હરેશ અને હિતેશ ભારભીડિયા નામના બે વ્યક્તિને આ જગ્યા ભાડાપટ્ટે આપી હતી, જ્યાં હરેશ અને હિતેશ બંનેએ પોતાના સ્ટોલ બનાવ્યા હતા. જોકે, આ જમીનના કાયદેસરના દસ્તાવેજો પૂરા ન હોવાથી AMCને ત્યાં માર્કેટશરૂ ન કરવા અને ગેરકાયદે બાંધકામ કરવા અંગે નોટિસ ફટકારતા સ્ટોલ બંધ રહેતા હરેશ અને હિતેશ બંનેએ ભાડું આપ્યું ન હતું. દરમિયાન, બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ હરેશ અને હિતેશ સ્ટોલ ખાતે પહોંચ્યા હતા ત્યારે ત્યાં નિવૃત્ત અધિકારી અશોકસિંહ, તેમનો પુત્ર સિદ્ધરાજસિંહ, તેમની પુત્રી અને અન્ય પુત્ર એમ ચારેય જણા હાજર હતા. આ દરમિયાન અશોકસિંહે બાકી ભાડું માંગતા બંને શખ્સોએ કહ્યું કે, 'તમે પહેલાં અમારી ડિપોઝીટ પરત કરો, કારણ કે સ્ટોલ હજુ ચાલુ થયા નથી.' આ સાથે જ તેમણે જમીનના કાયદેસરના દસ્તાવેજો બતાવવાની માંગણી કરી હતી. જે બાદ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી અને તકરાર થતાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહે પોતાની પિસ્તોલ કાઢીને જમીન પર પાંચ રાઉન્ડ ફયરિંગ કરી દીધું હતું. ભરચક વિસ્તારમાં ફયરિંગને પગલે સેટેલાઇટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને અશોકસિંહની અટકાયત કરીને તેમને સેટેલાઇટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યારે સામા પક્ષના હરેશ અને હિતેશને પણ પોલીસે સઘન પૂછપરછ માટે બોલાવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
તથ્યકાંડ : આવી નવ દુર્ઘટના ઘટી છતાં નિંભર તંત્ર રિપોર્ટમાં જ અટવાયેલું
calendar_today May 27, 2026

તથ્યકાંડ : આવી નવ દુર્ઘટના ઘટી છતાં નિંભર તંત્ર રિપોર્ટમાં જ અટવાયેલું

ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને એટલે સરકાર દ્વારા પ્રજાનો રોષ શાંત પાડવા માટે અસરકારક પગલાં લેવાની મોટી જાહેરાતો કરવામાં આવતી હોય છે, પરંતુ વાસ્તવિકતા જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં બનેલી ઘટનાઓમાં સમય જતાં કાગળ ઉપર જ પ્રોગ્રેસ રિપોર્ટ જાય છે. ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનાર તથ્ય પટેલના ઇસ્કોન બ્રિજ પર 141.27 કિલોમીટરની સ્પીડે ગાડી હંકારી નવ લોકોને કચડી નાખી મોતને ઘાટ ઉતારનાર આરોપી આજે જામીન પર મુક્ત થતાં સરકારનો પ્રોગ્રેસ રિપોર્ટ માત્ર કાગળ ઉપર જ રહેશે. ગંભીર અકસ્માત સર્જાયા બાદ સરકાર દ્વારા તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા રાત-દિવસ એક કરીને આરોપી તથ્ય પટેલ સામે ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ડીસામાં ફ્ટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કમ આગમાં 18 નિર્દોષોના મોત થયા હતા. આ ઘટનાના પગલે આખું સરકારી તંત્ર દોડતું થઈ ગયું પણ પરિણામ કંઈ દેખાતું જ નથી.સરકારની સૂચનાથી ગાંધીનગર ડાયરેક્ટર ઓફ્ પ્રોસિક્યુશનના નિયામક દ્વારા રાજ્યની ગંભીર ઘટનાઓના નવ જેટલા કેસો અલગ તારવવામાં આવ્યા છે. આ કેસોમાં સરકાર દ્વારા ગંભીરતા ધ્યાને લઈને ખાસ સરકારી વકીલોની નિમણૂકો કરવામાં આવી હતી. નવેય ઘટનામાં સરકાર દ્વારા પ્રાથમિક તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા માટે કમિટીની રચના કરી હતી. તપાસ કમિટીએ ઘટના સ્થળે જઈને તપાસ કરીને ખામીઓ શોધીને સરકારને રિપોર્ટ પણ રજૂ કર્યો હતો, પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
He કે She નહીં, હવે ફક્ત Real Me
calendar_today May 27, 2026

He કે She નહીં, હવે ફક્ત Real Me

કુદરતે આપેલું શરીર જ્યારે પોતાની આંતરિક ઓળખ સાથે મેળ ન ખાતું હોય ત્યારે વ્યક્તિ ભારે મનોમંથન કહો કે ગડમથલ અનુભવતી હોય છે. મનોમન ગૂંગળાતી, પીડાતી આવી વ્યક્તિઓ માટે વિજ્ઞાન વરદાનરૂપ સાબિત થયું છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં પોતાની સાચી જાતીય ઓળખ મેળવવા માટે જેન્ડર ચેન્જ સર્જરી કરાવવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને છેલ્લાં દસકામાં દેશમાં જેન્ડર અફર્મેશન કહો કે જેન્ડર ચેન્જ સર્જરીના કેસો નોંધાઇ રહ્યા છે. મુંબઇ, દિલ્હી, બેંગ્લોર જેવા મેટ્રો સિટીઝમાં આ પ્રકારની સર્જરીના કેસ વધ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવાં શહેરોમાં પણ નોંધપાત્ર સર્જરીઓ થઇ રહી છે. જનજાગૃતિ અને કાયદાકીય રક્ષણના કારણે છેલ્લા 5 વર્ષમાં મોટા શહેરોમાં સર્જરી વધી છે. નિષ્ણાતોના મતે, આ કોઈ માનસિક બીમારી નથી, પરંતુ બાયોલોજિકલ અને સાયકોલોજિકલ મિસમેચ છે. જોકે, સિક્કાની બીજી બાજુ એ છે કે, અજ્ઞાનતા અથવા તો લાખો રૂપિયાના ખર્ચને પહોંચી ન વળવાને કારણે આજે પણ 80 ટકા ટ્રાન્સજેન્ડર્સ સર્જરી કરાવી શકતા નથી અને અધૂરી ઈચ્છાઓ સાથે ઘૂંટાઈ-ઘૂંટાઈને જીવવા મજબૂર બને છે. આધુનિકતામાં રાચતા સમાજે હવે આવી વ્યક્તિઓ પ્રત્યે પણ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. જેન્ડર ચેન્જ સર્જરી એ કોઈ ફેશન નથી, પરંતુ એક વ્યક્તિને તેનું અસ્તિત્વ પાછું આપવાની તબીબી લડાઈ છે. ગૂંગળામણમાં જીવતી આ જિંદગીઓને આર્થિક મદદ અને સામાજિક સ્વીકૃતિ મળે તે જ સમયની માંગ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward