android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: ગૌમાતાને ગરમીમાં રાહત માટે ફોગર સિસ્ટમ લગાવાઈ
calendar_today May 28, 2026

Dahod: ગૌમાતાને ગરમીમાં રાહત માટે ફોગર સિસ્ટમ લગાવાઈ

દેવગઢબારીઆ શ્રી કામધેનુ ગૌશાળામાં હાલમાં 150 જેટલી ગાયો તથા વાછરડાની માવજત થઈ રહી છે. જ્યાં ગરમીથી રાહત માટે કેટલાક સેવાભાવીઓએ સમગ્ર ગૌશાળામાં ફોગર સિસ્ટમ લગાવી છે, જેનાથી ગૌમાતા ઉપર થોડી થોડી વારે ઠંડા પાણીનો છંટકાવ થતો રહે છે, જેનાથી તેમને ગરમીમાં રાહત થઈ રહી છે.આ ગૌશાળામાં 25 ગૌમાતા ગામના નાગરિકોએ દત્તક સ્વરૂપે લીધેલ છે અને તેનો ખર્ચ દર મહિને તેઓ ગૌશાળાને આપે છે. ગામમાં કેટલાય પરિવારમાં જન્મદિવસની ઉજવણી અહીં ગૌમાતાને ઘાસ, ખોળ, ગોળ કે ફ્ળ ખવડાવીને કરાય છે.આ વર્ષે તડબૂચ, કેરી તથા કેળા જેવા ફ્ળો ગૌશાળામાં આવી રહ્યા છે. કેટલાક વડીલો તેમની લગ્નતિથિ નિમિત્તે મોટુ દાન આપી ગૌસેવા કરે છે. બહેનો અગિયારસ, અમાસ,અધિક, શ્રાવણ માસમાં નિમિત્ત બનાવી ગૌમાતાને દાન કરે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mahisagar: નવા બનેલા એસ.ટી ડેપોમાં મુસાફ્રો માટે સુવિધાનો અભાવ
calendar_today May 28, 2026

Mahisagar: નવા બનેલા એસ.ટી ડેપોમાં મુસાફ્રો માટે સુવિધાનો અભાવ

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ખાતે એસ.ટી.ડેપો કરોડોના ખર્ચે બનાવાયેલા કન્ટ્રોલ પોઈન્ટ બાદ પણ મુસાફ્રોને મૂળભૂત સુવિધાઓ નહીં મળતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો છે. માત્ર કન્ટ્રોલ પોઈન્ટ શરૂ કરી અધિકારીઓ અને નેતાઓ સંતોષ માનતા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.બાકોર એસટી ડેપો ખાતે આવતાં મુસાફ્રોના જણાવ્યા મુજબ ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગ, પાર્સલ સેવા, મુસાફર પાસ તેમજ વિદ્યાર્થી પાસ કાઢવાની સુવિધા સંપૂર્ણ રીતે શરૂ કરાઈ નથી. ઈ-સ્ટોર માટેની વ્યવસ્થા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા મુસાફ્રોને મુશ્કેલી પડી રહી છે. લાંબા તેમજ ટૂંકા અંતરની યાત્રા માટે અમદાવાદ,રાજકોટ, જામનગર, સોમનાથ,દ્વારકા, અંબાજી, બહુચરાજી અને સાળંગપુર જેવા મહત્વના સ્થળોને જોડતી સીધી બસ સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે યાત્રિકોને પરેશાની થઈ રહી છે. અન્ય ડેપોની લંબાવેલી બસ સેવાઓ પણ બાકોર ડેપો સુધી શરૂ કરાઈ નથી. તાલુકા અને જિલ્લા મથકોને જોડતી ખાનપુર તાલુકાની મેટ્રો અને મીડી બસ સેવા અંગે પણ લોકો માંગ કરી રહ્યા છે. કન્ટ્રોલ પોઈન્ટના ઉદઘાટન બાદ અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ ખાસ ધ્યાન અપાયું નથી.કેન્ટીન અને સ્ટોલ ઉપર પણ તાળા જોવા મળે છે. ત્યારે ડેપો પર સુવિધા ઉભી કરવા માગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Modasa: ઓઢા ગામે જેટકો સબસ્ટેશનની કામગીરી સામે વિરોધ
calendar_today May 28, 2026

Modasa: ઓઢા ગામે જેટકો સબસ્ટેશનની કામગીરી સામે વિરોધ

અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના ઓઢા ગામે 220 કે વી જેટકો સબસ્ટેશન બનાવવાની હિલચાલ સામે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના સબ સ્ટેશન માટે જમીન ફાળવી દેવામાં આવી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ જેટકો દ્વારા શરૂ કરવામાં આવેલી જમીન સફાઈની કામગીરી સમયે ગ્રામજનોએ એકત્ર થઈને હિંમતનગરના ડેપ્યુટી એન્જિનિયરને લેખિતમાં રજૂઆત કરી છે.ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે સાઠંબા તાલુકાના ઓઢા ગામના સર્વે નંબરની ગૌચરની 42 હજાર ચોરસ મીટર જમીન 220 કે.વી. સબસ્ટેશન બનાવવા માટે જેટકો હિંમતનગરને ફાળવવા અગાઉ મહેસૂલી તંત્ર દ્વારા પંચનામું કરવામાં આવ્યું હતું.જો કે, ગ્રામજનોનો આક્ષેપ છે કે ઓઢા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતના સભ્યોની જાણ બહાર અને ગ્રામસભાની સ્પષ્ટ બહુમતી વિના જ ગત તા. 03/08/2024ના રોજ આ જમીન ફાળવણીનો ઠરાવ કરી દેવામાં આવ્યો હતો. દરમિયાનમાં ગત તા.21-05-2026ના રોજ જેટકો સર્વે નંબરોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતા ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને કામગીરી બંધ કરાવી હતી. ગ્રામજનોનું કહેવું છે કે આ કામગીરી સર્વે ગ્રામજનોની સંમતિ વિના થઈ રહી હોવાથી ગામમાં ભારે અસંતોષ છે. જો જેટકો કંપની આ સર્વે નંબરો પર કોઈ પણ પ્રકારનું કામ કરવા માંગતી હોય તો સૌપ્રથમ તમામ ગ્રામજનોને વિશ્વાસમાં લેવામાં આવે અને ત્યારબાદ જ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ અંગે સ્થાનિક ગ્રામજનો પ્રજાપતિ પ્રવિણભાઈ, પટેલ સુરેશભાઈ,પરમાર કરણસિંહ, પરમાર કિરીટભાઈ, પટેલ હરેશભાઈ, પરમાર વિક્રમસિંહ, પટેલ અશ્વિનભાઈ, પટેલ ધીરૂભાઈ, પરમાર વજેસિંહ, પરમાર અભેસિંહ, પરમાર શૈલેષભાઈ, પરમાર યોગેશકુમાર સહિતનાએ સહી સાથે ડેપ્યુટી એન્જિનિયરને સ્થળ પર જ આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward