android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kachchh News: મુન્દ્રા બંદરેથી 500 કરોડની કિંમતનું 115 કિલો કોકેઇન ઝડપાયું
calendar_today May 27, 2026

Kachchh News: મુન્દ્રા બંદરેથી 500 કરોડની કિંમતનું 115 કિલો કોકેઇન ઝડપાયું

ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.(SOG) પોલીસને સંયુક્ત ઓપરેશનમાં એક બહુ મોટી સફળતા મળી છે.કચ્છના મહત્વના ગણાતા મુન્દ્રા બંદર પરથી કરોડો રૂપિયાની કિંમતનું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.દરિયાઈ માર્ગે થઈ રહેલી આ ગેરકાયદેસર હેરાફેરીની ચોક્કસ બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓએ આ આખું ઓપરેશન પાર પાડ્યું હતું. અંદાજે 115 કિલોગ્રામ જેટલું કોકેઇન જપ્ત કરાયું સુરક્ષા એજન્સીઓ દ્વારા શંકાસ્પદ જહાજને ખુલ્લા દરિયામાંથી આંતરીને તપાસ અર્થે મુન્દ્રા પોર્ટ ઉપર લાવવામાં આવ્યું હતું.આ વિદેશી શિપની સઘન તલાશી લેતા તેમાંથી માદક પદાર્થ કોકેઇનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર,શિપમાંથી અંદાજે 115 કિલોગ્રામ જેટલું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 500 કરોડ જેટલી થાય છે. સુરક્ષા એજન્સીઓએ કડક મોનિટરિંગ શરૂ કરી દીધું આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના જોડાણો શોધવા માટે પોલીસે ઘટનાસ્થળેથી એક મુખ્ય આરોપીની પણ અટકાયત કરી છે.પ્રાથમિક તપાસમાં આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ભારતમાં તેને કયા સ્થળે સપ્લાય કરવાનો હતો તે દિશામાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આટલી મોટી માત્રામાં કોકેઇન પકડાતા રાજ્યના તમામ બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ કડક મોનિટરિંગ શરૂ કરી દીધું છે. આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ

Read Full Story arrow_forward
Banaskantha News : ધાનેરાના ખેડૂતે રખડતી ગાયો માટે પાંચ વિધામાં તૈયાર બાજરીનો પાક ખુલ્લો મુક્યો
calendar_today May 27, 2026

Banaskantha News : ધાનેરાના ખેડૂતે રખડતી ગાયો માટે પાંચ વિધામાં તૈયાર બાજરીનો પાક ખુલ્લો મુક્યો

બનાસકાંઠા જિલ્લો હંમેશાં તેની પશુપાલન સંસ્કૃતિ માટે જાણીતો રહ્યો છે.પરંતુ તાજેતરમાં ધાનેરા તાલુકામાંથી ગૌસેવા અને માનવતાનું એક એવું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે જેને જોઈને સૌ કોઈ કામગીરીને બિરદાવી રહ્યાં છે.ધાનેરાના એક ખેડૂતે ઉનાળાની આ કપરી સીઝનમાં રખડતા અને નિરાધાર પશુઓની વહારે આવીને પોતાનો કિંમતી પાક ગૌમાતાને અર્પણ કરી દીધો છે. પાંચ વિઘામાં વાવેલી લીલીછમ બાજરીનો પાક ગાયને ચરવા માટે ખુલ્લો મુકી દીધો છે. ઘાસચારા વિના ભટકતી ગાયોની દયનીય સ્થિતિ ધાનેરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ તરક નામના પ્રગતિશીલ ખેડૂતે તેમના ખેતરમાં રાત-દિવસ એક કરીને પાંચ વીઘા જમીનમાં બાજરીનું વાવેતર કર્યું હતું.હાલ એકદમ લીલોછમ બાજરીનો પાક તૈયાર થઈ ગયો હતો.સામાન્ય રીતે ખેડૂત આ સમયે પાકની કાપણી કરીને તેને બજારમાં વેચીને કમાણી કરતો હોય છે.પરંતુ પ્રકાશભાઈએ બજારમાં અને રસ્તાઓ પર ઘાસચારા વિના ભટકતી ગાયોની દયનીય સ્થિતિ જોઈને એક અત્યંત પ્રશંસનીય અને માનવતાભર્યો નિર્ણય લીધો છે.તેમણે લાખો રૂપિયાની કિંમતનો આ તૈયાર પાક વેચવાને બદલે રખડતી ગાયો માટે પોતાના ખેતરના દરવાજા હંમેશા માટે ખોલી દીધા છે. લાગણી અને સેવાનો આ અદ્ભુત નજારો કેમેરામાં કેદ અત્યારે બજારમાં ભૂખી તરસી ભટકતી અસંખ્ય ગાયો આ ખેતરમાં આવીને લીલીછમ બાજરી અને અનાજના ડુંડા નિરાંતે ચરી રહી છે અને તૃપ્તિનો અહેસાસ કરી રહી છે.પોતાના જિગરના ટુકડા સમાન મહામૂલા પાકને ગૌમાતા માટે ન્યોછાવર કરી દેવાના પ્રકાશભાઈના આ નિર્ણયની સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને પ્રશંસા થઈ રહી છે. ગૌમાતા પ્રત્યેની અસીમ લાગણી અને સેવાનો આ અદ્ભુત નજારો કેમેરામાં કેદ થયો છે અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર લોકો ખેડૂત પ્રકાશભાઈ તરકની આ ઉદારતા અને પરોપકારી સેવાભાવનાને મન મૂકીને બિરદાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ધરતીપુત્ર જ પશુઓની આ સાચી વેદના સમજી શકે.આ પણ વાંચોઃ Gandhinagar News: 900 સિંહોને રોગચાળાથી બચાવવા 300 અધિકારીઓ દ્વારા મોનિટરિંગ

Read Full Story arrow_forward
Keralam: કેરલમના પૂર્વ મુખ્યમંત્રી પર EDનો સકંજો, પિનરાઇ વિજયનના નિવાસ સ્થાને દરોડા
calendar_today May 27, 2026

Keralam: કેરલમના પૂર્વ મુખ્યમંત્રી પર EDનો સકંજો, પિનરાઇ વિજયનના નિવાસ સ્થાને દરોડા

કેરળના રાજકારણમાં એક બહુ મોટો ભૂકંપ આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કથિત મની લોન્ડરિંગના મામલામાં બુધવારે કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના તિરુવનંતપુરમ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. આ સમગ્ર કાર્યવાહી હાઈ-પ્રોફાઈલ 'CMRL-એક્સાલોજિક મંથલી પેમેન્ટ' વિવાદને અંતર્ગત કરવામાં આવી છે.પૂર્વ મુખ્યમંત્રીની પુત્રીની પૂછપરછપુત્રી વીણાનું નિવેદન નોંધાયું: આ વિવાદના કેન્દ્રમાં પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી ટી. વીણાની આઈટી કંપની 'એક્સાલોજિક સોલ્યુશન' છે. ED દ્વારા વીણાનું નિવેદન પહેલેથી જ રેકોર્ડ કરી લેવામાં આવ્યું છે. જો કે હજુ સુધી પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની સીધી પૂછપરછ કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ આગળ વધતા એજન્સી ટૂંક સમયમાં તેમનું નિવેદન પણ નોંધી શકે છે.એક સાથે 10 સ્થળોએ સર્ચ ઓપરેશનકેરળ હાઈકોર્ટે સીએમઆરએલ (કોચિન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ) અને એક્સાલોજિક વચ્ચેના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની તપાસ ચાલુ રાખવા માટે EDને લીલી ઝંડી આપી હતી. આ ચુકાદાના બરાબર બીજા જ દિવસે, એટલે કે બુધવારે વહેલી સવારે 6 વાગ્યાથી EDએ આક્રમક મોરચો ખોલ્યો હતો. કેરળમાં એકસાથે 10 જેટલા સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તિરુવનંતપુરમના બેકરી જંક્શન પાસે આવેલું પિનારાઈ વિજયનનું ભાડાનું મકાન (જ્યાં તેમની પુત્રી વીણા પણ રહે છે) શામેલ છે.આ ઉપરાંત, CMRL કંપનીની ઓફિસો અને તેના મેનેજિંગ ડિરેક્ટર શશિધરન કાર્થા સહિતના વરિષ્ઠ અધિકારીઓના પરિસરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.તપાસની આંચ વિજયનના જમાઈ અને બેપોરના CPI(M) ધારાસભ્ય પી.એ. મોહમ્મદ રિયાઝના ઘર સુધી પણ પહોંચી હતી, જ્યાં EDની ટીમે તપાસ હાથ ધરી હતી. અધિકારીઓ હાલમાં ડિજિટલ ઉપકરણો, બેંક દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોના રેકોર્ડ્સ ખંખોળી રહ્યા છે.શું છે સમગ્ર આરોપ?આ કેસની મૂળ કડીઓ આઈટી કંપની અને માઈનિંગ કંપની વચ્ચેના શંકાસ્પદ વ્યવહારો સાથે જોડાયેલી છે:કોઈ સેવા વિના કરોડોની ચૂકવણી: આરોપ છે કે ટી. વીણાની કંપની 'એક્સાલોજિક સોલ્યુશન'ને માઈનિંગ કંપની CMRL તરફથી મોટી રકમ ચૂકવવામાં આવી હતી, પરંતુ તેના બદલામાં કંપની દ્વારા કોઈ કાયદેસરની આઈટી સેવાઓ પૂરી પાડવામાં આવી નહોતી.અગાઉની તપાસનો રિપોર્ટ: અગાઉ સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO) અને ઇનકમ ટેક્સ વિભાગની તપાસમાં પણ આ વ્યવહારો શંકાસ્પદ જણાયા હતા અને તેને 'મંથલી રીટેનર' એટલે કે માસિક કમિશનની શ્રેણીમાં મૂકવામાં આવ્યા હતા.હાઈકોર્ટનો આંચકો: મંગળવારે જ કેરળ હાઈકોર્ટે CMRLની એ અરજી ફગાવી દીધી હતી જેમાં EDની તપાસ પર સ્ટે માંગવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ કેસમાં મની લોન્ડરિંગના સંકેતો દેખાઈ રહ્યા છે, જેથી એજન્સીની તપાસ રોકી શકાય નહીં.કેરળના રાજકારણમાં ભારે ગરમાવોડાબેરી મોરચો (CPI-M) આ સમગ્ર કાર્યવાહીને કેન્દ્ર સરકારનો 'રાજકીય બદલો' ગણાવી રહ્યો છે. જો કે, દેશની સૌથી મજબૂત ડાબેરી પાર્ટીના પોલિટબ્યુરો સભ્ય અને પૂર્વ મુખ્યમંત્રીના ઘર સુધી તપાસના તાર જોડાતા કેરળનું રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચ્યું છે.હવે તપાસ એજન્સીઓ માત્ર પિએમએલએ (PMLA) હેઠળ જ નહીં, પરંતુ ટેક્સ ચોરી અને વિદેશી હૂંડિયામણના નિયમો (FEMA) ના ભંગના એન્ગલથી પણ તપાસ કરી રહી છે. આવનારા દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક મોટા માથાઓને સમન્સ પાઠવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.આ પણ વાંચો- Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?

Read Full Story arrow_forward