Jamnagar: ઇસ્કોન મંદિર પાસે 23 ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત, 50 કરોડની જમીન કરાવી મુક્ત
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરકારી જમીનો પર થતા ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે ‘નો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવી છે. શહેરના વિકાસ અને રસ્તાના રૂટને નડતરૂપ બનતા તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે, જામનગર મનપાના કમિશનરની સીધી સૂચનાથી ઇસ્કોન મંદિર નજીક એક વિશાળ મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન અંતર્ગત આવાસ યોજના માટે ફાળવવામાં આવેલી કરોડો રૂપિયાની જમીન પર થયેલા વ્યવસાયિક દબાણોને તોડી પાડવામાં આવ્યા છે.1.20 લાખ ફૂટ જગ્યા પળવારમાં ખાલી કરાવાઈસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇસ્કોન મંદિર નજીકના રોડ પર અને સરકારી આવાસોની કિંમતી જમીન પર કેટલાક તત્વોએ ગેરકાયદેસર રીતે ૨૩ જેટલા પાકા અને કાચા કોમર્શિયલ બાંધકામો (દુકાનો અને શોપિંગ જેવા શેડ) ઊભા કરી દીધા હતા. આ અંગે અગાઉ પણ તંત્ર દ્વારા ગત મહિને ડિમોલિશનની પ્રાથમિક કામગીરી કરવામાં આવી હતી, તેમ છતાં પરિસ્થિતિ જસની તસ રહેતા આ વખતે મનપા આકરા મૂડમાં જોવા મળી હતી. શનિવાર/રવિવારના નવરાશના સમયનો ઉપયોગ કરીને વહેલી સવારથી જ તંત્રનો મોટો કાફલો ૬ જેસીબી અને ૪ ટ્રેક્ટરો સાથે ત્રાટક્યો હતો અને જોતજોતામાં 1,20,000 ચોરસ ફૂટથી વધુનો એરિયા ચોખ્ખો કરી દીધો હતો.પાંચ શાખાઓ અને પોલીસનું સંયુક્ત ઓપરેશનકોઈપણ પ્રકારનો કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય તે માટે સ્થાનિક પોલીસ સ્ટેશનના લોખંડી પોલીસ બંદોબસ્તને સાથે રાખવામાં આવ્યો હતો. આ ઓપરેશનને સફળ બનાવવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, સ્લમ ક્લિયરન્સ વિભાગ, સિક્યોરિટી વિંગ, ફાયર બ્રિગેડ અને લાઈટ શાખાની ટીમો સંયુક્ત રીતે કામે લાગી હતી. ડિમોલિશન દરમિયાન કનેક્શન કાપવા અને કાટમાળ હટાવવાની કામગીરી સમાંતરે કરવામાં આવી હતી. મનપાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ જમીનની અંદાજિત કિંમત આશરે 50 કરોડ રૂપિયાથી વધુ થાય છે, જે હવે સંપૂર્ણપણે સુરક્ષિત કરી લેવાઈ છે અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રહેશે.આ પણ વાંચો: Vadodara: ન્યાયમંદિર પાસે દૂધવાલા મોહલ્લામાં બે જૂથ સામસામે આવ્યા, મોડી રાત્રે પથ્થરમારાથી દોડધામ
Read Full Story arrow_forward