android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gurugramમાં મધ્યરાત્રિએ મહા વીજ સંકટ,  મુખ્ય ટ્રાન્સફોર્મર ફૂંકાતા એકસાથે 7 પાવર હાઉસ ઠપ્પ
calendar_today May 22, 2026

Gurugramમાં મધ્યરાત્રિએ મહા વીજ સંકટ, મુખ્ય ટ્રાન્સફોર્મર ફૂંકાતા એકસાથે 7 પાવર હાઉસ ઠપ્પ

દિલ્હીને અડીને આવેલા હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામમાં શુક્રવારની રાત્રે એકાએક બહુ મોટું વીજ સંકટ સર્જાયું છે. સેક્ટર-72માં આવેલા મુખ્ય પાવર હાઉસનું વિશાળ ટ્રાન્સફોર્મર અચાનક બળીને ખાખ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ટેક્નિકલ ખામીની અસર એટલી ભયંકર હતી કે આખી વીજ ચેઈન તૂટી ગઈ હતી અને તેની સાથે જોડાયેલા અન્ય 7 સબ-સ્ટેશનો એક પછી એક બંધ થઈ ગયા હતા. આ બ્લેકઆઉટને કારણે માત્ર હજારો ઘરોમાં જ અંધારપટ નથી છવાયો, પરંતુ ગુરુગ્રામની જીવાદોરી સમાન રેપિડ મેટ્રોની સેવા પણ એક કલાકથી વધુ સમય સુધી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.એક ટ્રાન્સફોર્મર ફૂંકાયું અને 7 પાવર હાઉસમાં અંધારપટ મળતી વિગતો મુજબ, સેક્ટર-72માં આવેલું આ મુખ્ય વીજ ઘર 220 KVA ની ક્ષમતા ધરાવે છે, જે ગુરુગ્રામના એક બહુ મોટા હિસ્સાને વીજળી સપ્લાય કરે છે. આ પાવર હાઉસનું મુખ્ય ટ્રાન્સફોર્મર ફૂંકાતા જ સેક્ટર-15, સેક્ટર-38, સેક્ટર-44, સેક્ટર-46, સેક્ટર-52, સેક્ટર-56 અને મારુતિનું 66 KVA નું વીજ ઘર સંપૂર્ણપણે બંધ પડી ગયું હતું. આ પાવર હાઉસ બંધ થવાના કારણે સેક્ટર-38 થી લઈને સેક્ટર-57 સુધી, સેક્ટર-15 ના પાર્ટ-1 અને પાર્ટ-2 તેમજ સેક્ટર-18 ના વિસ્તારોમાં બત્તી ગુલ થઈ ગઈ હતી અને કરોડો રૂપિયાની કોર્પોરેટ ઓફિસો અને રહેણાંક સોસાયટીઓ અંધારામાં ડૂબી ગઈ હતી. સૌથી મોટી માઠી અસર રેપિડ મેટ્રો પર પડી આ પાવર કટની સૌથી મોટી માઠી અસર રેપિડ મેટ્રો પર પડી હતી. રોજિંદા હજારો મુસાફરોથી ઉભરાતી મેટ્રોમાં અચાનક પાવર સપ્લાય બંધ થતાં ટ્રેનો જ્યાંની ત્યાં જ અટકી પડી હતી. મેટ્રો સ્ટેશનો અને ટ્રેનની અંદર ફસાયેલા હજારો મુસાફરો ભારે ગરમી અને અંધારાના કારણે આકુળ-વ્યાકુળ થઈ ગયા હતા અને એક કલાકથી વધુ સમય સુધી મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા.  8 થી 10 કલાક બાદ જનજીવન સામાન્ય થશે હવે સૌથી મોટો સવાલ એ છે કે ગુરુગ્રામમાં વીજળી ક્યારે પૂર્વવત થશે? આ અંગે વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે બળી ગયેલા ભારે-ભરખમ ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે રીપેર કરવામાં કે બદલવામાં ઓછામાં ઓછો 8 થી 10 કલાકનો સમય લાગશે. આનો અર્થ એ થયો કે મોડી રાત કે વહેલી સવાર સુધી લોકોને અસહ્ય ગરમી અને અંધારામાં જ રહેવું પડશે. વીજ કંપનીઓની ટીમો હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા બીસીએફને આપી દો
calendar_today May 22, 2026

Gujarat Latest News Live : શુભેન્દુ અધિકારીનો આદેશ, ગેરકાયદે બાંગ્લાદેશીઓને કોર્ટ નહીં, સીધા બીસીએફને આપી દો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 22 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Nadiadમાં રખડતા ઢોરોથી નાગરિકો પર જોખમ યથાવત, વધુ એક અકસ્માતમાં માતા-પુત્ર થયા ઈજાગ્રસ્ત
calendar_today May 22, 2026

Nadiadમાં રખડતા ઢોરોથી નાગરિકો પર જોખમ યથાવત, વધુ એક અકસ્માતમાં માતા-પુત્ર થયા ઈજાગ્રસ્ત

નડીયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પીજ રોડ પર રખડતી ગાયના કારણે અકસ્માત સર્જાયો હતો. ગીતાંજલિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ભૂમિબેન જીગરભાઈ પટેલ અને તેમના 4 વર્ષીય પુત્ર અક્ષર પટેલ ગાયની અડફેટે આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.માતા-પુત્ર સારવાર હેઠળ, લોકોમાં રોષ અકસ્માત બાદ ઇજાગ્રસ્ત માતા-પુત્રને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોનું કહેવું છે કે શહેરમાં રખડતા ઢોરોની સમસ્યા લાંબા સમયથી યથાવત છે, છતાં તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી. MLA પંકજ દેસાઈએ તંત્રને પગલા ભરવા કહ્યું ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ધારાસભ્ય પંકજ દેસાઈએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક પગલા ભરવા રજૂઆત કરી છે. શહેરમાં રખડતી ગાયોના કારણે સતત અકસ્માતો સર્જાતા હોવાના મુદ્દે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોએ રખડતા ઢોરોને પકડવા અને નાગરિકોની સુરક્ષા માટે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward