android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajya Sabha Election: 10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી તારીખ જાહેર, જાણો ક્યારે વોટિંગ?
calendar_today May 22, 2026

Rajya Sabha Election: 10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી તારીખ જાહેર, જાણો ક્યારે વોટિંગ?

10 રાજ્યોમાં 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે શુક્રવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. ચૂંટણી પંચે માહિતી આપી છે કે 10 રાજ્યોમાં આ 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી 18 જૂન, 2026 ના રોજ યોજાશે. ચૂંટણી પંચની જાહેરાત બાદ, સંબંધિત રાજ્યોમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.કયા 10 રાજ્યોમાં થશે ચૂંટણી ? જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં સૌથી વધુ બેઠકો - દરેકમાં ચાર - માટે મતદાન થશે.  કેટલી રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે ? ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે 10 રાજ્યોના વર્તમાન સંસદસભ્યો 21 જૂનથી 19 જુલાઈ વચ્ચે વિવિધ તારીખે રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. રાજ્યસભાની ચૂંટણી આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં ચાર-ચાર બેઠકો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ બેઠકો; ઝારખંડમાં બે બેઠકો.મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં એક-એક બેઠક માટે યોજાશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજય સિંહ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા જેવા અગ્રણી નેતાઓ રાજ્યસભામાંથી નિવૃત્ત થવાના છે. રાજસ્થાનથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો પણ ખાલી થવાની તૈયારીમાં છે. ચૂંટણી સમયપત્રક મુજબ, સત્તાવાર સૂચના 1 જૂને જાહેર કરવામાં આવશે. ઉમેદવારો 8 જૂન સુધી તેમના નામાંકન દાખલ કરી શકશે. નામાંકન પત્રોની ચકાસણી 9 જૂને થશે, જ્યારે ઉમેદવારો 11 જૂન સુધી તેમના નામાંકન પાછા ખેંચી શકશે.ચૂંટણી પંચે નિર્દેશો કર્યા જાહેર ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયા અંગે ખાસ નિર્દેશો જારી કર્યા છે. પંચે સ્પષ્ટતા કરી છે કે મતદાન દરમિયાન, ફક્ત રિટર્નિંગ ઓફિસર દ્વારા પૂરી પાડવામાં આવેલ ખાસ જાંબલી રંગની સ્કેચ પેનનો ઉપયોગ કરવાનો રહેશે. અન્ય કોઈપણ પેનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવશે. આ પણ વાંચો- PM Modi ઇટલીના પ્રવાસે.. જુઓ મોદી-મેલોનીની કેમિસ્ટ્રી

Read Full Story arrow_forward
ધાર ભોજશાળામાં કોર્ટના નિર્ણય બાદ પહેલો શુક્રવાર, અખંડ પૂજા અને મહાઆરતી કરાઇ
calendar_today May 22, 2026

ધાર ભોજશાળામાં કોર્ટના નિર્ણય બાદ પહેલો શુક્રવાર, અખંડ પૂજા અને મહાઆરતી કરાઇ

મધ્ય પ્રદેશના ધારમાં આવેલી વિવાદિત ભોજશાલામાં શુક્રવારે અખંડ પૂજા અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કોર્ટના ચુકાદા બાદ આ પહેલો શુક્રવાર છે, જેને કારણે સમગ્ર પરિસરમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

Read Full Story arrow_forward
Rajya Sabhaની ચૂંટણી કેવી રીતે થાય છે? જાણો વોટિંગથી જીત સુધીની સંપૂર્ણ પ્રક્રિયા
calendar_today May 22, 2026

Rajya Sabhaની ચૂંટણી કેવી રીતે થાય છે? જાણો વોટિંગથી જીત સુધીની સંપૂર્ણ પ્રક્રિયા

ભારતની સંસદના બે ગૃહો હોય છે—લોકસભા અને રાજ્યસભા. રાજ્યસભાને સંસદનું ઉપલું ગૃહ કહેવામાં આવે છે. લોકસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાય છે, જ્યારે રાજ્યસભાના સાંસદોની ચૂંટણી પરોક્ષ (અપ્રત્યક્ષ) રીતે થાય છે. એટલે કે જનતા સીધો વોટ આપતી નથી, પરંતુ રાજ્યોના ધારાસભ્યો (MLA) રાજ્યસભાના સાંસદોને ચૂંટે છે. રાજ્યસભા શું છે? રાજ્યસભા ભારતીય સંસદનું કાયમી ગૃહ છે. આ ગૃહ ક્યારેય ભંગ થતું નથી. આના સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે અને દર બે વર્ષે એક-તૃતીયાંશ (1/3) સભ્યો નિવૃત્ત (રિટાયર) થાય છે. બંધારણના અનુચ્છેદ 80 અનુસાર, રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા 250 હોઈ શકે છે. વર્તમાનમાં આમાં 245 સભ્યો છે, જેમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.રાજ્યસભાની ચૂંટણી કોણ કરાવે છે? ભારતનું ચૂંટણી પંચ (ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા) રાજ્યસભાની ચૂંટણી યોજે છે. જ્યારે કોઈ સભ્યનો કાર્યકાળ પૂરો થવાનો હોય છે, ત્યારે ચૂંટણી પંચ નવી બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરે છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોણ વોટ આપે છે? રાજ્યસભાની ચૂંટણીમાં સામાન્ય જનતા વોટ આપતી નથી. આમાં માત્ર જે-તે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યો જ મતદાન કરે છે. ઉદાહરણ તરીકે, જો ગુજરાતની રાજ્યસભા બેઠક ખાલી થાય, તો ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો વોટ આપે છે.ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થાય છે? રાજ્યસભાની ચૂંટણીમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી (Proportional Representation) અને એકલ સંક્રમણીય મત પ્રણાલી (Single Transferable Vote) નો ઉપયોગ થાય છે. ચૂંટણીની મુખ્ય પ્રક્રિયા: નામાંકન દાખલ કરવું: ઉમેદવાર ચૂંટણી પંચ પાસે પોતાનું ફોર્મ (નામાંકન પત્ર) સબમિટ કરે છે. ચકાસણી (Scrutiny): નામાંકન પત્રોની યોગ્ય તપાસ કરવામાં આવે છે. નામ પરત ખેંચવું: ઉમેદવાર ઈચ્છે તો નક્કી કરેલી તારીખ સુધીમાં પોતાનું નામ પરત ખેંચી શકે છે. વોટિંગ: ધારાસભ્યો ઉમેદવારોને પસંદગીના ક્રમમાં વોટ આપે છે—જેમ કે 1, 2, 3 વગેરે. મતગણતરી: નક્કી કરેલો કોટા (નક્કી કરેલા મતોની સંખ્યા) પૂરો કરનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે.શું રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થઈ શકે? હા, ધારાસભ્યો પોતાની પાર્ટીના આદેશથી અલગ જઈને કોઈ બીજા ઉમેદવારને વોટ આપી શકે છે. આને ક્રોસ વોટિંગ કહેવામાં આવે છે. જોકે, આના માટે પાર્ટીઓ પોતાના ધારાસભ્યોને વ્હીપ (Whip) જાહેર કરે છે. રાજ્યસભાની ચૂંટણી કેમ મહત્વની છે? રાજ્યસભા કેન્દ્ર સરકાર માટે ખૂબ જ મહત્વનું ગૃહ છે. ઘણા મહત્વના ખરડા (બિલ) પાસ કરાવવા માટે સરકારને રાજ્યસભામાં બહુમતીની જરૂર હોય છે. તેથી, રાજ્યસભાની ચૂંટણીની સીધી અસર દેશના રાજકારણ પર પડે છે. ધારાસભ્યો કરે છે મતદાનરાજ્યસભાની ચૂંટણી ભારતીય લોકશાહીની એક ખાસ પ્રક્રિયા છે, જેમાં જનતા સીધું મતદાન નથી કરતી, પરંતુ તેમના દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદોની ચૂંટણી કરે છે. આ ચૂંટણી પ્રમાણસર પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પ્રણાલી દ્વારા કરાવવામાં આવે છે, જેથી અલગ-અલગ રાજકીય પક્ષોને તેમની તાકાત મુજબ પ્રતિનિધિત્વ મળી શકે. આ પણ વાંચો- West Bengalમાં સુરક્ષા કડક, 20 જૂન સુધી તૈનાત રહેશે CAPFની 500 કંપનીઓ!

Read Full Story arrow_forward