Gondal: "મારો દીકરો ભોળો છે, તેને ખેતી ન કરાવતા..." ખેતર પાડોશીઓની દાદાગીરીએ લીધો ખેડૂતનો જીવ
ગોંડલ તાલુકાના ધુડસીયા ગામેથી કાયદો-વ્યવસ્થા અને સામાજિક તાણાવાણાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતા મહેન્દ્રભાઈ નામના મધ્યમવર્ગીય ખેડૂતે પોતાના જ કૌટુંબિક ભાઈઓ અને ખેતરના પાડોશીઓના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું છે. જો કે, આપઘાત કરતા પહેલા મહેન્દ્રભાઈએ જે વીડિયો બનાવ્યો છે, તેણે સમગ્ર પંથકમાં બુટલેગરો અને દબંગોની દાદાગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.4 વર્ષની સતામણી અને જાનથી મારી નાખવાની ધમકીમૃતક ખેડૂતે આપઘાત પહેલા પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરેલા વીડિયોમાં રડતી આંખે જણાવ્યું કે, કાના માધા, હરેશ કાનજી, બાલા કાના અને સાગર બાલા નામના શખ્સો તેમને છેલ્લા 4 વર્ષથી અસહ્ય માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ આરોપીઓએ મહેન્દ્રભાઈના ખેતરમાં આવતું પાણી કાયદેસર રીતે બંધ કરી દીધું હતું, જેથી તેમનો પાક સુકાઈ જતો હતો. એટલું જ નહીં, આરોપીઓ જબરદસ્તીથી મહેન્દ્રભાઈના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી જતા હતા અને જ્યારે પણ મહેન્દ્રભાઈ આ બાબતનો વિરોધ કરતા, ત્યારે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ રોજ-રોજના ત્રાસથી કંટાળીને આખરે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હતું."મારા દીકરાને ખેતી ન કરાવતા" - હૃદયદ્રાવક અંતિમ ઈચ્છાવીડિયોના અંતમાં મહેન્દ્રભાઈએ પોતાના પરિવાર અને ગામલોકોને એક અત્યંત ભાવુક અપીલ કરી છે. તેમણે રડતા અવાજે કહ્યું, "મારો દીકરો ખૂબ ભોળો છે, તેને આ ખેતીના કામમાં ન નાખતા, તેને કોઈ બીજો ધંધો કરાવી દેજો." આ સાથે જ તેમણે ગ્રામજનો અને અન્ય ભાઈઓને વિનંતી કરી છે કે, "મારું આ બલિદાન એળે ન જવા દેતા અને આ નરાધમોને કડકમાં કડક સજા અપાવજો જેથી ભવિષ્યમાં કોઈ બીજા ગરીબ ખેડૂતને આ રીતે મરવું ન પડે."ધુડસીયા ગામમાં શોક સાથે ભારે તણાવનો માહોલમૃતક મહેન્દ્રભાઈ પોતાની પાછળ વૃદ્ધ પિતા, પત્ની, એક દીકરી અને હાલમાં જ ધોરણ 12 ની પરીક્ષા આપનારા માસૂમ દીકરાને વિલાપ કરતા છોડી ગયા છે. આ ઘટનાને પગલે ધુડસીયા ગામમાં શોક સાથે ભારે તણાવનો માહોલ છે. ગોંડલ તાલુકા પોલીસે વાયરલ વીડિયોના પુરાવા અને પરિવારના નિવેદનના આધારે ગુનો નોંધીને તમામ આરોપીઓ વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Rajkot: સગીરા ગેંગરેપ કેસમાં પોલીસે ફરાર વધુ બે નરાધમોની ધરપકડ કરી,રિમાન્ડ મેળવવા તજવીજ
Read Full Story arrow_forward