android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: ટ્યુશન ફીના 4 હજાર ખોવાતા મિત્રની મદદ માગી, ભેજાબાજે 6.58 લાખના દાગીના પડાવી લીધા
calendar_today May 22, 2026

Ahmedabad: ટ્યુશન ફીના 4 હજાર ખોવાતા મિત્રની મદદ માગી, ભેજાબાજે 6.58 લાખના દાગીના પડાવી લીધા

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા એક યુવકને પોતાની ટ્યુશન ફી ભરવા માટે પોતાના જ એક મિત્ર પર ભરોસો કરવો અત્યંત ભારે પડ્યો છે. માત્ર ૪ હજાર રૂપિયાની જરૂરિયાત સામે મિત્રએ સોના-ચાંદીના લાખોના દાગીના પડાવી લઈને છેતરપિંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.4 હજાર ખોવાયા અને 6.58 લાખ ગુમાવવાનો વારો આવ્યોપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવકની ટ્યુશન ફી ભરવા માટેના ૪,૦૦૦ રૂપિયા ક્યાંક પડી ગયા હતા. ફી ભરવાની છેલ્લી તારીખ નજીક હોવાથી અને આર્થિક ભીંસ હોવાના કારણે યુવકે પોતાના મિત્ર વિજય મેઘવાલ પાસે મદદની ગુહારી લગાવી હતી. કપટી મિત્ર વિજયે યુવકની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું આયોજન કર્યું અને તેને સલાહ આપી કે, "જો તારી પાસે ઘરમાં કોઈ સોના-ચાંદીના દાગીના પડ્યા હોય તો તે મને આપ, હું તેને ગિરવે (ગીરે) મૂકીને તારી ફીના રૂપિયાની વ્યવસ્થા કરી આપું." મિત્રની વાતોમાં આવીને યુવકે ઘરના આશરે રૂપિયા ૬.૫૮ લાખની કિંમતના સોના અને ચાંદીના દાગીના વિજયને સોંપી દીધા હતા.દાગીના ઓળવી જઈ આપવા લાગ્યો ધમકીઓઆરોપી વિજય મેઘવાલે દાગીના મેળવી લીધા બાદ તેને બજારમાં ગિરવે મૂકી દીધા હતા અને ટ્યુશન ફીના રૂપિયા આપી દીધા હતા. જો કે, થોડા સમય બાદ જ્યારે ફરિયાદી યુવકે પોતાના દાગીના છોડાવીને પરત આપવાની વાત કરી, ત્યારે આરોપી વિજયે વાયદાબાજી શરૂ કરી દીધી હતી. લાંબો સમય વીતી જવા છતાં વિજયે દાગીના પરત આપ્યા નહોતા અને આખરે તે ચોખ્ખી ના પાડીને વિશ્વાસઘાત આચર્યો હતો. પોતાની સાથે લાખો રૂપિયાની ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતાં જ યુવકે રાણીપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદીની અપીલના આધારે આરોપી વિજય મેઘવાલ વિરૂદ્ધ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat: ચોકબજારમાંથી ગુમ થયેલા ત્રણેય બાળકોનું પરિવાર સાથે મિલન, માતા-પિતાની આંખોમાં હર્ષના આંસુ

Read Full Story arrow_forward
Mount Everest પર ઇતિહાસ રચાયો, 1 જ દિવસમાં 275 પર્વતારોહકોએ દુનિયાનું સૌથી ઉંચુ શિખર સર કર્યુ!
calendar_today May 22, 2026

Mount Everest પર ઇતિહાસ રચાયો, 1 જ દિવસમાં 275 પર્વતારોહકોએ દુનિયાનું સૌથી ઉંચુ શિખર સર કર્યુ!

વિશ્વના સૌથી ઊંચા અને અદભુત શિખર માઉન્ટ એવરેસ્ટ પર ફરી એકવાર નવો ઇતિહાસ રચાયો છે. નેપાળ તરફથી આવેલા અહેવાલો મુજબ, તાજેતરમાં માત્ર એક જ દિવસમાં રેકોર્ડ સંખ્યામાં પર્વતારોહકોએ એવરેસ્ટના શિખર પર પગ મૂક્યો છે. હાડ થીજવતી ઠંડી, ભયાનક બરફના તોફાનો અને ઓક્સિજનની ભારે અછત જેવા જીવલેણ પડકારોને માત આપીને એક જ બુધવારે આશરે 275 સાહસિકો "વિશ્વની છત" તરીકે ઓળખાતી આ ટોચ પર પહોંચવામાં સફળ રહ્યા હતા. નેપાળના પ્રવાસન વિભાગના અધિકારીઓએ આ ઘટનાને માઉન્ટ એવરેસ્ટના ઇતિહાસની સૌથી મોટી સિદ્ધિ ગણાવી છે. અત્યાર સુધીનું સૌથી મોટું ચઢાણ સામાન્ય રીતે માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે બે મુખ્ય માર્ગો ઉપલબ્ધ છે.એક નેપાળ તરફનો દક્ષિણ ભાગ અને બીજો ચીનના તિબેટ પ્રદેશ તરફનો ઉત્તર ભાગ. જોકે, આ વર્ષે ચીને પોતાના તરફના તમામ માર્ગો બંધ રાખ્યા હોવાથી પર્વતારોહકો માટે નેપાળનો રસ્તો જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. પ્રવાસન વિભાગના પ્રવક્તા હિમલ ગૌતમના જણાવ્યા અનુસાર, સત્તાવાર આંકડાઓ અને પર્વતારોહકોના ફોટોગ્રાફ્સની ચકાસણી હજુ બાકી છે, પરંતુ પ્રાથમિક અહેવાલો મુજબ આ એક જ દિવસમાં થયેલું અત્યાર સુધીનું સૌથી મોટું ચઢાણ છે. વસંત ઋતુની આ સિઝન શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં માર્ગદર્શકો (ગાઈડ) અને પર્વતારોહકો મળીને કુલ 600 જેટલા લોકો એવરેસ્ટ સર કરી ચૂક્યા છે. 1953 માં પહેલીવાર એવરેસ્ટર પર મેળવ્યો હતો વિજય વર્ષ 1953 માં જ્યારે સર એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે શેરપાએ પહેલીવાર એવરેસ્ટ પર વિજય મેળવ્યો હતો, ત્યારથી નેપાળ માટે પર્વતારોહણ એ માત્ર સાહસ નથી, પરંતુ અર્થતંત્ર અને આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે. આ વર્ષે નેપાળ સરકારે રેકોર્ડબ્રેક 492 પર્વતારોહણ પરમિટ જારી કરી છે. આના કારણે પર્વતની તળેટીમાં આવેલા બેઝ કેમ્પમાં તંબુઓનું એક આખું મોટું શહેર વસી ગયું છે. ઓક્સિજન અછતને કારણે આ ચઢાણ કપરૂં પરંતુ, આ ઐતિહાસિક રેકોર્ડની સાથે એક મોટી ચિંતા પણ સામે આવી રહી છે. નિષ્ણાતોના મતે, એવરેસ્ટ પર પર્વતારોહકોની વધતી જતી સંખ્યા ‘ટ્રાફિક જામ’ જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી કરી રહી છે. 8,849 મીટરની ઊંચાઈએ પર્વતારોહકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, જે અત્યંત જોખમી છે. જો આવા સમયે અચાનક હવામાન બગડે, તો ઓક્સિજનની અછતને કારણે આ ભીડ જીવલેણ સાબિત થઈ શકે છે. જૂનના પ્રથમ સપ્તાહમાં આ સિઝન પૂરી થવા જઈ રહી છે, ત્યારે પ્રકૃતિના આ મનમોહક અને પવિત્ર શિખરની સુરક્ષા અને વ્યવસ્થાપન પર ગંભીર વિચારણા કરવી અનિવાર્ય બની ગઈ છે. આ પણ વાંચોઃ Cabinet Meeting : સેવા તીર્થમાં આયોજિત મંત્રીઓની બેઠક સાડા ચાર કલાક ચાલી, વડાપ્રધાન મોદીએ આપ્યા આ નિર્દેશ

Read Full Story arrow_forward
PM મોદીએ મંત્રિઓ સાથે કરી મહાબેઠક, મિડલ ઇસ્ટ સંકટ જેવા મુદ્દા પર રણનીતિ તૈયાર
calendar_today May 22, 2026

PM મોદીએ મંત્રિઓ સાથે કરી મહાબેઠક, મિડલ ઇસ્ટ સંકટ જેવા મુદ્દા પર રણનીતિ તૈયાર

અંદાજે સાડા ચાર કલાક સુધી ચાલેલી આ મહાબેઠકમાં સરકારના કામકાજનો ‘મિડ-ટર્મ રિવ્યૂ’ કરવામાં આવ્યો. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવાના થોડા સમય પહેલાં યોજાયેલી આ બેઠકમાં કેન્દ્ર સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્ય મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ હાજર રહ્યા હતા. આ વર્ષની પ્રથમ સંપૂર્ણ કેબિનેટ બેઠકમાં દેશના વિકાસ, મંત્રાલયોના કામકાજની સમીક્ષા અને આગળની રણનીતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. 9 મંત્રાલયોએ રજૂ કર્યું પ્રેઝન્ટેશન સાંજે 5 વાગ્યે ‘સેવા તીર્થ’માં શરૂ થયેલી આ બેઠકમાં 9 મુખ્ય મંત્રાલયોએ પોતાના કામકાજનો હિસાબ રજૂ કર્યો. સૌપ્રથમ વાણિજ્ય મંત્રાલયે પ્રેઝન્ટેશન આપ્યું, ત્યારબાદ પેટ્રોલિયમ, ગૃહ, નાણાં અને વિદેશ મંત્રાલય જેવા મહત્વપૂર્ણ વિભાગોના કામોની સમીક્ષા કરવામાં આવી. મંત્રાલયોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના સુધારાઓને ચાર મુખ્ય વિભાગોમાં કાયદામાં ફેરફાર, નિયમોમાં ફેરફાર, નીતિમાં ફેરફાર અને કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર વહેંચીને રજૂ કરે. સાથે જ મંત્રીઓને એ પણ સમજાવવા કહેવામાં આવ્યું કે આ સુધારાઓથી સામાન્ય લોકોના જીવન પર શું સકારાત્મક અસર પડી છે. 2047ના વિઝન અને 'Ease of Living’ પર ભાર PM નરેન્દ્ર મોદીએ બેઠકમાં મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ વર્ષ 2047 સુધી ભારતને વિકસિત દેશ બનાવવા ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કાર્ય કરે. પીએમએ 'Ease of Living’ એટલે કે સામાન્ય લોકોનું જીવન વધુ સરળ બને એવા સુધારાઓ પર ખાસ ભાર મૂક્યો. બેઠકમાં મોટી સરકારી યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગતિની સમીક્ષા કરવામાં આવી અને મંત્રાલયો વચ્ચે વધુ સારો સમન્વય સાધવા માટે સૂચનાઓ આપવામાં આવી.

Read Full Story arrow_forward