android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palej: લારી-ગલ્લા હટાવાયાં છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત
calendar_today September 10, 2026

Palej: લારી-ગલ્લા હટાવાયાં છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત

પાલેજ મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા નિવારવાના નામે લારી-ગલ્લા હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હોવા છતાં બજારમાં ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત હોવાનો રોષ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે. લારી-ગલ્લાવાળાઓને હટાવવામાં આવતાં અનેક નાના વેપારીઓની રોજગારી પર અસર પડી છે. પરંતુ બીજી તરફ આડેધડ પાર્કિંગ અને યોગ્ય ટ્રાફિક વ્યવસ્થાના અભાવે બજારના રસ્તાઓ આજે પણ સાંકડા બની રહ્યાં છે.સ્થાનિકોના જણાવ્યાનુસાર, રસ્તા પરથી લારીઓ અને ગલ્લા હટાવ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓનો ઉપયોગ હવે ખરીદદારો તેમજ અન્ય વાહનચાલકો દ્વારા બેફામ પાર્કિંગ માટે કરવામાં આવે છે. પરિણામે બજારમાં વાહનોની અવર-જવર સરળ બનવાને બદલે અનેક સ્થળોએ ટ્રાફિકની સ્થિતી વધુ મુશ્કેલ બની છે. પાલેજ બજારમાં સવાર અને સાંજના પિક-અવર્સ દરમિયાન ખરીદી તથા ઓફિસના સમયને કારણે વાહનોની અવર-જવર વધે છે. આવા વ્યસ્ત સમયે ટ્રાફિકનું નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસ કે હોમગાર્ડ જવાનો જરૂરી સ્થળોએ પૂરતી સંખ્યામાં હાજર રહેતાં ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.લારીગલ્લા હટાવ્યા બાદ પણ આડેધડ પાર્કિંગ પર અસરકારક નિયંત્રણ ન હોવાથી ટ્રાફિકની મુળ સમસ્યા દૂર થઈ નથી. બજાર વિસ્તારમાં રસ્તાની બન્ને બાજુ વાહનો પાર્ક થઈ જતાં વાહનવ્યવહાર માટેની જગ્યા ઘટી જાય છે. અને તેના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતી સર્જાય છે. ટ્રાફિકજામની સ્થિતી માત્ર સામાન્ય વાહનચાલકો માટે જ નહીં, પરંતુ ઈમરજન્સી સેવાઓ માટે પણ ગંભીર સમસ્યા બની રહી છે.સ્થાનિકોના જણાવ્યાનુસાર, બજારમાં ટ્રાફિકજામ દરમિયાન એમ્બ્યુલન્સ સહિતના ઈમરજન્સી વાહનોને પણ અવર-જવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.લોકોનું કહેવું છે કે સામાન્ય કામગીરી કરીને તંત્ર સંતોષ માની લે છે તેના બદલે ટ્રાફિક અને દબાણોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોએએ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચની વાર્ષિક સાધારણ સભા યોજાઈ
calendar_today September 10, 2026

Narmada: નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સાગબારા તાલુકાના ટાવલ ગામે સાગબારા ક્લસ્ટર અંતર્ગત નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચ, સાગબારાની 19મી વાર્ષિક સાધારણ સભા મહિલા આગેવાન ઉષાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. આદિવાસી મહિલા સશક્તિકરણની યાત્રાના 19 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ સભામાં મંચના સભ્યો, ગ્રામજનો તેમજ વિવિધ વિભાગોના સહયોગીઓ મળી કુલ 314 જેટલા સહભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આરોગ્ય વિભાગના મેડિકલ ઓફ્સિર,NRLM વિભાગના TLM,ATMA વિભાગના તાલુકા કોઓર્ડિનેટર, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા મેનેજર તેમજ તલાટી કમ મંત્રીઓ સહિતના આગેવાનો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો
calendar_today September 10, 2026

Narmada: દેડિયાપાડા મહાબળેશ્વર મહાદેવ મંદિરે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો

દેડિયાપાડા ખાતે આવેલા મહાબળેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ વદ અમાસના પાવન નિમિત્તે પરમ પૂજ્ય સુરેશભાઈ દવે મહારાજના સાનિધ્યમાં મહા લઘુરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞ દરમિયાન શાસ્ત્ર્રોક્ત વિધિ તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગમાં અગિયાર જોડાં દ્વારા યજ્ઞમાં જોડાઈ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહા લઘુરુદ્ર યજ્ઞ પ્રસંગે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભજન-કીર્તનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી મહાદેવના દર્શન કરી ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward