Narmada: દેડિયાપાડા તા. પંચાયત કચેરીનું કામ શરૂ નહીં થતાં કર્મચારીઓમાં રોષ
દેડિયાપાડા તાલુકા પંચાયતની વર્ષો જૂની કચેરી હાલ બિસ્માર અને જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કચેરીમાં જરૂરી સુવિધાઓનો અભાવ હોવા છતાં કર્મચારીઓ દ્વારા અહીંથી કામગીરી કરવામાં આવી રહી છે, જ્યારે તાલુકા વિકાસ અધિકારી પોતાની કામગીરી મિશન મંગલમ કચેરી ખાતે બેસીને બજાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.દેડિયાપાડા તાલુકા પંચાયતની આ જુની અને પુરાણી કચેરીમાં વિવિધ સરકારી કામકાજ માટે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા-જતા રહે છે. વર્ષોથી કચેરીની હાલત સુધારવામાં આવી નથી. કચેરીની જર્જરિત સ્થિતિને કારણે કર્મચારીઓ તેમજ અરજદારોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેદરમિયાન મળતી માહિતી મુજબ દેડિયાપાડા તાલુકા પંચાયતની નવી કચેરીના બાંધકામ માટે ગુજરાત સરકાર દ્વારા રૂ. 4.99 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાનું જાણવા મળે છે. નવી તાલુકા પંચાયત કચેરી દેડિયાપાડા લીમડા ચોક નજીક બનાવવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.નવી કચેરીનું બાંધકામ પૂર્ણ થશે તો તાલુકાના લોકોને એક જ સ્થળે વધુ સારી સુવિધાઓ મળી શકશે. સાથે જ કર્મચારીઓને પણ આધુનિક અને સુવિધાયુક્ત વાતાવરણમાં કામગીરી કરવાની તક મળશે. નવી કચેરીના નિર્માણથી દેડિયાપાડા નગરની શોભામાં પણ વધારો થવાની આશા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward