android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર,10.41 લાખથી વધુ સહેલાણીઓ પહોંચ્યા, ક્રાફ્ટ સ્ટોલની આવક 73% વધી
calendar_today September 10, 2026

Gandhinagar : કચ્છ રણોત્સવમાં પ્રવાસીઓનું ઘોડાપૂર,10.41 લાખથી વધુ સહેલાણીઓ પહોંચ્યા, ક્રાફ્ટ સ્ટોલની આવક 73% વધી

કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ ફરી એકવાર પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બન્યું છે. વર્ષ 2025-26ના રણોત્સવ દરમિયાન 10.41 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું પ્રવાસન રાજ્ય મંત્રી જયરામભાઈ ગામીતે વિધાનસભામાં જણાવ્યું છે. તેમાં 10.39 લાખથી વધુ સ્થાનિક પ્રવાસીઓ ઉપરાંત 2,178 વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે.10 લાખથી વધુ પ્રવાસીઓ, રણોત્સવનો ક્રેઝ યથાવતસરકારના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2005થી શરૂ થયેલો રણોત્સવ હવે માત્ર 3 દિવસનો કાર્યક્રમ ન રહેતા 4 મહિનાના વિશ્વના સૌથી લાંબા ઉત્સવોમાં સ્થાન પામ્યો છે. રણોત્સવના કારણે કચ્છનું સફેદ રણ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ બની રહ્યું છે.સ્થાનિક કલાકારો માટે પણ રણોત્સવ બન્યો કમાણીનું મોટું માધ્યમરણોત્સવની અસર માત્ર પ્રવાસન પૂરતી સીમિત રહી નથી. સ્થાનિક કલાકારો, સખી મંડળો અને હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને પણ તેનો આર્થિક લાભ મળ્યો છે. વર્ષ 2025-26માં ક્રાફ્ટ સ્ટોલ તથા સખી શક્તિ દ્વારા સંચાલિત સ્ટોલની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 4,12,423 રહી હતી, જે અગાઉના વર્ષની સરખામણીએ 77.96%નો વધારો છે.સ્ટોલ્સની આવક રૂ.6.99 કરોડથી વધીને રૂ.12.11 કરોડ થઈઆ સ્ટોલ્સની આવક રૂ.6.99 કરોડથી વધીને રૂ.12.11 કરોડ થઈ છે, એટલે કે આવકમાં 73.30%નો વધારો નોંધાયો છે. ફૂડ સ્ટોલ ધારકોની આવકમાં પણ 33.96%નો વધારો થયો છે.સાંસ્કૃતિક કાર્યક્રમો અને થીમ પેવેલિયને પણ ખેંચ્યા પ્રવાસીઓરણોત્સવ દરમિયાન વિવિધ આકર્ષણોમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં 58,679 મુલાકાતીઓ, થીમ પેવેલિયનમાં 1,35,366, ફન ઝોન અને ચિલ્ડ્રન એક્ટિવિટીમાં 19,812, લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં 1,08,315 અને ફૂડ સ્ટોલ પર 2,31,786 મુલાકાતીઓ નોંધાયા હતા.ધોરડોમાં પ્લાસ્ટિક ફ્રી ઝોન, પ્રવાસીઓ માટે નવી સુવિધાUNWTO દ્વારા શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ તરીકે ઓળખાયેલા ધોરડોમાં પ્રવાસીઓની સુવિધા અને પર્યાવરણ જાળવણી માટે પણ પગલાં લેવાયા છે. ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડવા સબરસ પાર્કિંગથી વોચ ટાવર સુધી ‘હોપ ઓન હોપ ઓફ’ બસ સેવા શરૂ કરવામાં આવી છે.ટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યુંટેન્ટ સિટીને પ્લાસ્ટિક ફ્રી ઝોન જાહેર કરવામાં આવ્યું છે. કાચની બોટલમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા ઉપરાંત સફેદ રણની નિયમિત સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આંકડા દર્શાવે છે કે રણોત્સવ હવે માત્ર પ્રવાસીઓના મનોરંજનનો ઉત્સવ નથી રહ્યો, પરંતુ કચ્છના સ્થાનિક અર્થતંત્ર અને હસ્તકલાને નવી ઓળખ આપતું મોટું પ્લેટફોર્મ બની રહ્યો છે.   આ પણ વાંચો   :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
તંત્રની ઢીલી નીતિ પર પ્રહાર, બમ્પર ભરતી, હવે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત
calendar_today September 10, 2026

તંત્રની ઢીલી નીતિ પર પ્રહાર, બમ્પર ભરતી, હવે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   Bhavnagar : સનફ્લાવર તેલના કારણે પરિવારના 2 સભ્યોની તબિયત લથડી? ભેળસેળની ફરિયાદ બાદ ખુલ્લા તેલના પેકિંગનો ખેલ સામે આવ્યોGST રજિસ્ટ્રેશન માટે હવે બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત, દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશVande Mataram controversy: વંદે માતરમ્ વિવાદ વચ્ચે તુષાર ચૌધરીનું નિવેદન, કોંગ્રેસના સ્ટેન્ડ વિશે કહી મોટી વાતGujarat વિધાનસભામાં તંત્રની ઢીલી નીતિ પર પ્રહાર: 'ધારાસભ્યની આ સ્થિતિ, તો જનતાનું શું?' ઉમેશ મકવાણાBRICS Summit 2026: શું બ્રિક્સ દેશો વચ્ચે નવું સામાન્ય ચલણ બનાવાશે?, ઊર્જા અને સપ્લાય ચેઈન પર મોટો નિર્ણય શક્યSmartphone સેક્ટરમાં બમ્પર ભરતી, 39,600 નોકરીઓની શક્યતાBotad : 1 કરોડના કથિત ‘તોડકાંડ’ની તપાસ સ્થાનિક અધિકારીને સોંપાઇ, હવે તપાસ જ શંકાના ઘેરામાં, SITની માંગથી ખળભળાટGujarat Assembly: પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી, જાણો નવા બિલમાં શું છે જોગવાઈ?Rajkot : વિંછીયામાં ચોંકાવનારો બનાવ, પતિ ઘરે ન હતો અને અચાનક આવી ચઢ્યો વ્યાજખોર, મહિલાની ફરિયાદથી ખળભળાટSalboni Land Scam: અભિષેક બેનર્જીના PA સુમિત રૉયની ધરપકડ, CID એક્શનમાં

Read Full Story arrow_forward
Gujarat Assembly: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન, આહારમાં ભેળસેળ કરનારને રાષ્ટ્રીય અપરાધી જાહેર કરો
calendar_today September 10, 2026

Gujarat Assembly: AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન, આહારમાં ભેળસેળ કરનારને રાષ્ટ્રીય અપરાધી જાહેર કરો

ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા પશુ આહાર બીલ અંગે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે પશુ આહારમાં ભેળસેળ કરનારાઓ સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, પશુ આહારમાં ભેળસેળ કરનાર તત્વોને રાષ્ટ્રીય અપરાધી જાહેર કરવા જોઈએ. કોઈ વ્યક્તિને ચાકુ મારવામાં આવે તો ત્વરિત સજા થાય છે, પરંતુ આહારમાં ભેળસેળના નામે પશુઓને ધીમું ઝેર આપનારાઓ સામે પણ એટલી જ સખત સજા થવી જોઈએ.બીલમાં અશ્વના સમાવેશ અંગે ટાંકણગોપાલ ઇટાલિયાએ બીલની ક્ષતિઓ તરફ ધ્યાન દોરતા ગૃહમાં રજૂઆત કરી હતી કે, સરકાર દ્વારા લાવવામાં આવેલા આ બીલમાં પશુઓની વ્યાખ્યા કરવામાં આવી છે, પરંતુ તેમાં અશ્વ એટલે કે ઘોડાનો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. તેમણે આ બીલમાં સુધારો કરીને તમામ પશુઓનો યોગ્ય સમાવેશ કરવાની રજૂઆત કરી હતી.દુષ્કાળની સ્થિતિ અને ઘાસચારાની સમસ્યા પર રજૂઆતબીલની સાથે સાથે તેમણે રાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિ અને પશુપાલકોની મુશ્કેલીઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે સરકાર પાસે માગ કરી હતી કે, પશુપાલકોને સસ્તા દરે ગુણવત્તાયુક્ત ઘાસચારો પૂરો પાડવા માટે સરકારે ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ.વન વિસ્તારમાં ચરાણની મંજૂરી આપવા અપીલપશુપાલકોના હિતમાં વધુ એક મુદ્દો ઉઠાવતા ગોપાલ ઇટાલિયાએ માગ કરી હતી કે, પશુઓને વન વિસ્તારમાં ઘાસચારો ચરવા જવા માટે જરૂરી મંજૂરી આપવામાં આવે, જેથી મુશ્કેલ સમયમાં પશુપાલકો પોતાના માલઢોરનું યોગ્ય પોષણ કરી શકે.આ પણ વાંચો: Gujarat Assembly session Live: ગુજરાત પશુધન આહાર વિધેયક સર્વાનુમતે પસાર, ઈતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષ શંકર ચૌધરીએ બીલ પર ચર્ચામાં ભાગ લીધો

Read Full Story arrow_forward