android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: અમદાવાદ: નીટ-યુજી રદ થતા રાજ્યના 75 હજાર વિદ્યાર્થીની હાલત કફોડી
calendar_today May 13, 2026

Ahmedabad: અમદાવાદ: નીટ-યુજી રદ થતા રાજ્યના 75 હજાર વિદ્યાર્થીની હાલત કફોડી

નીટ-યુજી રદ થતા રાજ્યના 75 હજાર વિદ્યાર્થીની હાલત કફોડી, હાઈ-સ્કોરર વિદ્યાર્થીઓમાં 'પર્ફોમન્સ'ની ચિંતાવેકેશનના પ્લાન પડતા મૂકી વિદ્યાર્થીઓ ફરી પુસ્તકોના શરણે, માનસિક લય જાળવવો મોટો પડકાર 600+ સ્કોર કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓ ફ્ફ્ડયાઃ 'શું બીજી વખત પણ આટલું જ સારું પેપર જશે?' ફરી પરીક્ષામાં શ્રોષ્ઠ પ્રદર્શન કરવાની વિદ્યાર્થીઓને ચિંતા, ટિકિટ કેન્સલેશનમાં વાલીઓને લાખોનો આર્થિક ફ્ટકો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મેના રોજ લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં દેશવ્યાપી પેપર લીકની ગંભીર ઘટનાને પગલે સમગ્ર પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયના કારણે ગુજરાતના 75 હજારથી વધુ વિદ્યાર્થીઓની હાલત અત્યંત કફેડી બની છે. ખાસ કરીને જે તેજસ્વી વિદ્યાર્થીઓ 600 થી વધુ સ્કોર કરી રહ્યા હતા, તેઓ હવે ગંભીર ચિંતામાં છે કે ફરીથી લેવાનાર પરીક્ષામાં તેઓ આટલું જ શ્રોષ્ઠ પ્રદર્શન કરી શકશે કે કેમ. મેડિકલ પ્રવેશ પરીક્ષા રદ થવાના આદેશ બાદ ગુજરાતના શૈક્ષણિક જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સૌથી વધુ વિષમ સ્થિતિ એવા વિદ્યાર્થીઓની છે જેમણે 3 મેના પેપરમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને જેઓ સુરક્ષિત સ્કોર સાથે એમબીબીએસમાં અને એમાંય મનપસંદની કોલેજમાં પ્રવેશ નિશ્ચિત માની રહ્યા હતા. આ હાઈ-સ્કોરર વિદ્યાર્થીઓમાં હવે એ વાતનો ભય વ્યાપ્યો છે કે નવી પરીક્ષાનું સ્તર કેવું હશે અને શું તેઓ ફરીથી તેટલો જ સ્કોર કરી શકશે? માનસિક રીતે થાકેલા વિદ્યાર્થીઓ માટે ફરીથી તે જ એકાગ્રતા કેળવવી એ પહાડ જેવું કાર્ય બની ગયું છે. બીજી તરફ્, હજારો મધ્યમવર્ગીય પરિવારો જેઓ પોતાના સંતાનોની કારકિર્દી માટે અમદાવાદ, રાજકોટ કે વડોદરા જેવાં શહેરોમાં મોંઘા ભાડાના મકાનો રાખીને મહિનાઓથી રહેતા હતા, તેમની મુશ્કેલીઓ બેવડાઈ છે. પરીક્ષા પૂર્ણ થતાં જ જેઓ વતનમાં પરત ર્ફ્યા હતા, તેમણે હવે ફરીથી પુસ્તકોનું સંકલન કરવું પડી રહ્યું છે. અનેક વિદ્યાર્થીઓએ પોતાનું મટીરિયલ પેક કરી દીધું હતું અથવા રદ્દીમાં આપી દીધું હતું, જે હવે ઉતાવળે ફરી એકઠું કરવામાં આવી રહ્યું છે. આર્થિક મોરચે પણ વાલીઓ પર બેવડો માર પડયો છે. પરીક્ષાના ભારણમાંથી મુક્ત થવા માટે અનેક પરિવારોએ દેશ-વિદેશના પ્રવાસના આયોજન કર્યા હતા. અનેક ગુજરાતી પરિવારો હાલ વિદેશમાં વેકેશન માણી રહ્યા છે, જ્યાં તેમને આ સમાચાર મળતા પ્રવાસનો આનંદ ફીકો પડી ગયો છે. ફ્લાઈટ અને હોટેલ બુકિંગના કેન્સલેશનમાં લાખો રૂપિયા ગુમાવવાની નોબત આવી છે. આમ, સિસ્ટમની નિષ્ફ્ળતાનો ભોગ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્યા છે, જેમના માટે હવે ફરીથી આ શૈક્ષણિક જંગ જીતવો અનિવાર્ય બન્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં આજે હીટવેવની આગાહી, 3 જિલ્લામાં આકરી ગરમીનું ઓરેન્જ એલર્ટ
calendar_today May 13, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં આજે હીટવેવની આગાહી, 3 જિલ્લામાં આકરી ગરમીનું ઓરેન્જ એલર્ટ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Mehsana: 10થી વધુ ઝૂંપડાં બળીને ખાખ
calendar_today May 13, 2026

Mehsana: 10થી વધુ ઝૂંપડાં બળીને ખાખ

મહેસાણા શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે આગ લાગવાના બનાવો પર સતત વધતા જઈ રહ્યા છે. જોકે સૂર્યોદયની સાથે જ શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલ શબરી સ્કૂલ પાછળના મ્યુનિ. ગ્રાઉન્ડમાં રહેલ 10થી વધુ ઝૂંપડાંમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગ્યાની જાણ થતાં જ મહેસાણા કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ઝૂંપડપટ્ટીમાં લાગેલ આગને પગલે ભારે નાશભાગ વચ્ચે અગ્નિશામક દળે 2 કલાક સુધી જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગને પગલે ત્યાં રહેલ 10થી વધુ ઝૂંપડાં અને તેમાં રહેલા ઘરવખરી બળી જતા ગરીબ પરિવારો બેઘર બન્યા હતા. સદનસીબે લોકો તેમના રહેઠાણમાંથી બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સામે આવીન હતી. આ આગ કેવી રીતે લાગી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું. ત્યારે સરકારી જગ્યામાં રહેલ આ શ્રામજીવીઓના આશિયાનાઓમાં આગ લાગી કે લગાવાઈ તેને લઈ ભારે ચર્ચાઓ રહી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward