Himatnagar: હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના 76 દર્દી સારવાર હેઠળ
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિમાં જયારે જરૂરીયાત કરતાં ઓછુ લોહી હોય ત્યારે ર્ડાકટરો નિદાન કરીને કેટલાક કિસ્સાઓમાં દર્દીઓ થેલેસેમિયાનો ભોગ બને છે ત્યારે આવા દર્દીઓને રોજબરોજ જરૂરી લોહી ચઢાવવાની જરૂરીયાત ઉભી થાય છે ત્યારે હિંમતનગર સિવિલમાં અત્યારે થેલેસેમિયાના 76 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 18 દર્દીઓને રોજબરોજ મફત લોહી ચઢાવવામાં આવે છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાન જિલ્લાના છે. આ અંગે હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ RMO ડૉ.વિપુલ જાની અને ડૉ. આનંદ પટેલે જણાવ્યું હતુ કે, હિંમતનગર સિવિલમાં 76 દર્દીઓમાંથી 9 રાજસ્થાનના અને 67 સાબરકાંઠા તથા અરવલ્લી જિલ્લાના છે. આ તમામ દર્દીઓ મેજર થેલેસેમિયાથી પીડાઈ રહ્યા છે. તેમાંથી 18 દર્દીઓને દર મહિને નિયમિતપણે નિઃશુલ્ક લોહી ચઢાવવામાં આવે છે. હોસ્પિટલમાં પીઆઈસીયુ અને પીડિયાટ્રિક વોર્ડ 1, 2 અને 3માં દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ દર્દીઓને લોહી ચઢાવવા ઉપરાંત દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. જેના લીધે મેજર થેલેસેમિયાના દર્દીઓને ખુબજ રાહત થાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward