android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: જનગણના માટે 1 જૂનથી 3173 કર્મીઓ મેદાને ઉતરશે
calendar_today May 9, 2026

Gandhinagar: જનગણના માટે 1 જૂનથી 3173 કર્મીઓ મેદાને ઉતરશે

રાજ્યમાં વસતી ગણતરીની પ્રક્રિયા પહેલી જૂનથી હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 1થી 30 જુન દરમિયાન હાઉસ લિસ્ટિંગની કામગીરી કરાશે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં સમગ્ર પ્રક્રિયામાં 3173 કર્મચારીઓ-અધિકારીઓ કામગીરી કરશે. ગાંધીનગર શહેર સહિત જિલ્લામાં કુલ 2726 ગણતરીદારો ગણતરીની ખરી કામગીરી કરશે. જેમની ઉપર 447 સુપરવાઈઝરોનું માર્ગદર્શન રહેશે. વસ્તી ગણતરીની શરૂઆત કરતાં પહેલાં કર્મચારીઓને સઘન તાલીમ આપવામાં આવશે.દેશમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી, જે બાદ 2021માં વસ્તી ગણતરી થવાની હતી. પરંતુ કોરોનાની મહામારીને કારણે કામગીરી શક્ય બની ન હતી.ત્યારે હવે વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરીને બે તબક્કામાં 2027 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જોકે આ વખતની ગણતરી સંપૂર્ણ ડિજિટલ હશે.જેમાં મોબાઈલ એપ દ્વારા માહિતી એકઠી કરાશે. મોબાઈલ એપ, પોર્ટલ અને રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સફરથી વસ્તી ગણતરીની મોટાભાગની કામગીરી પેપરલેસ બની રહેશે. સમગ્ર કામગીરીને લઈને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 925 ગણતરીદારો અને 144 સુપરવાઈઝરોને કામગીરી સોંપાઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારો અને પાલિકા વિસ્તારોમાં 303 સુપરવાઈઝર્સના માર્ગદર્શનમાં રિઝર્વ સ્ટાફ સહિત 1801 ગણતરીદારોને કામગીરી સોંપાઈ છે. જે અંતર્ગત ગાંધીનગર તાલુકાના 48 ગામોમાં 340 ગણતરીદારો, 57 સુપરવાઈઝર,માણસા તાલુકાના 60 ગામમાં 367 ગણતરીદારો, 61 સુપરવાઈઝર,માણસા પાલિકાના 7 વોર્ડમાં 87 ગણતરીદાર, 14 સુપરવાઈઝર,દહેગામ તાલુકાના 92 ગામમાં 388 ગણતરીદાર, 65 સુપરવાઈઝર,દહેગામ પાલિકાના 7 વોર્ડમાં 76 ગણતરીદાર, 13 સુપરવાઈઝર,કલોલ તાલુકાના 51 ગામમાં 273 ગણતરીદાર, 45 સુપરવાઈઝર જ્યારે કલોલ પાલિકા વિસ્તારમાં 262 ગણતરીદાર, 44 સુપરવાઈઝરને જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત કલોલ અને છત્રાલ ઈન્ડસ્ટ્રીયલ એરિયા માટે આઠ જેટલા ગણતરીદાર અને 4 સુપરવાઈઝર વસ્તી ગણતરીની કામગીરીમાં જોતરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: મૂળીના વેલાળાના યુવાને વ્યાજખોરના ત્રાસથી ત્રસ્ત બનીને ઝેરી દવા ગટગટાવી
calendar_today May 9, 2026

Surendranagar: મૂળીના વેલાળાના યુવાને વ્યાજખોરના ત્રાસથી ત્રસ્ત બનીને ઝેરી દવા ગટગટાવી

મુળીના વેલાળામાં રહેતા પરિવારે સુદામડાના શખ્સ પાસેથી વ્યાજે રૂપીયા લીધા હતા. જેમાં સુદામડાના શખ્સે કાર પડાવી લીધી હતી. અને રૂપીયા 13 લાખની માંગણી કરી ધમકીઓ આપતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ અંગે સુદામડાના શખ્સ સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.મુળી તાલુકાના વેલાળા ગામે રહેતા 31 વર્ષીય નરશીભાઈ સોમાભાઈ રાઠોડ મજુરી કરે છે. વર્ષ 2023માં તેમના પિતા સોમાભાઈએ સુદામડાના જયદીપ કાઠી દરબાર પાસેથી 1.50 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં 9 માસ બાદ વ્યાજ સહિત રૂપીયા 2.60 લાખ આપી દીધા હતા. બાદમાં નરશીભાઈના લગ્ન સમયે પૈસાની જરૂર પડતા ફરી રૂપીયા 2 લાખ લીધા હતા. જે 4 માસ બાદ વ્યાજ સહિત 3.50 લાખ આપી દીધા હતા. આ ઉપરાંત 3.50 લાખ 3 ટકાના વ્યાજે લીધા હતા. જેમાં સોમાભાઈ રૂપીયા પ લાખ આપવાની વાત કરતા હતા. પરંતુ પૈસાની સગવડ ન હોઈ જયદીપ અવારનવાર અપશબ્દો કહી ધમકી આપતો હતો. જયદીપે ફરવા જવાનું કહીને નરશીભાઈના નામની ઈકો કાર લઈ જઈ પડાવી લીધી હતી. આ કાર હપ્તે લીધી હોઈ હપ્તા ન ભરાતા ફાઈનાન્સ કંપનીએ કેસ કરતા નરશીભાઈને સજા પણ પડી હતી. ત્યારે જયદીપ વ્યાજ અને મુદ્દલ સહિત રૂપીયા 13 લાખ માંગતો હોઈ તા. 1-5ના રોજ રાત્રે નરશીભાઈએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં તેઓને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે સુદામડાના જયદીપ સામે નાણા ધીરધાર અને એટ્રોસીટીની કલમો સાથે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ પી.આર.મોડ ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: શહેરના VIP રોડ નં-4Bનું નવીનીકરણ કરાયું
calendar_today May 9, 2026

Patan: શહેરના VIP રોડ નં-4Bનું નવીનીકરણ કરાયું

પાટનગરના વીઆઈપી ગણાતા 4Bમાર્ગનું નવ્ાીનીકરણ કરી દેવામાં આવ્યું છે. જૂના સચિવાલય અને નવા સચિવાલય વચ્ચેના આ માર્ગના નવીકરણ બાદ હવે તેમાં રોડ ફર્નીચરની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં રોડની બંને બાજુ આધૂનિક સાઈન બોર્ડ્સ,આકર્ષક બેઠક વ્યવસ્થા, સુવ્યવસ્થિત ફૂટપાથ અને રાત્રીના સમયે ઝળહળી ઉઠે તેવી આધૂનિક સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવશે. રોડ નંબરની પાંચની જેમ જ હવે આ માર્ગ પણ રોડ ફર્નીચરના ઝગમગાટથી ઝળહળી ઉઠશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward