Himatnagar: વિજયનગરમાં વાવાઝોડાથી દેશી કેરીનો પાક ખરી પડતાં મોટું નુકસાન
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત અન્ય સ્થળે બુધવારે બપોર બાદ ઉનાળાની ગરમી વચ્ચે અચાનક વરસાદી છાંટાં પડતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. થોડા સમય માટે પડેલા આ છાંટાંને કારણે ગરમીમાંથી રાહત આપવાને બદલે બફારો વધારી દીધો હતો, જેના કારણે શહેરજનોને ભારે અસ્વસ્થતા અનુભવાઈ હતી. દરમિયાન પોશીનામાં 17 મીમી કમોસમી વરસાદ પડયો હતો.અચાનક આવેલા આ વરસાદથી ખેતરોમાં પાકની કાપણી અને ખેતીના કામમાં વ્યસ્ત ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. ઉનાળાની ઋતુમાં આવી અનિશ્ચિત હવામાન પરિસ્થિતિને કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ રસ્તાો પર મજૂરી કરવા નીકળેલા શ્રામિકો તેમજ ખુલ્લામાં રહેલા પશુઓને પણ વરસાદી છાંટાંથી બચવા માટે ઝાડ નીચે આશરો લેવો પડયો હતો. વિજયનગર તાલુકામાં મંગળવારે સાંજે ત્રાટકેલા વાવાઝોડાએ દેશી કેરીના પાકનો સોથ વળી ગયો હતો. પવનના કારણે દેશી કેરીઓ પડી જવાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. પોશીના દેલવાડા આંજણી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી. પોશીનામાં પોણા કલાકમાં 17 મી.મી.વરસાદ નોંધાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward