Mehsana: ઊંઝા પુલ પર ખાડાઓથી અકસ્માતનો ભય વધ્યો
ઊંઝા શહેરમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે હકીકતમાં લોકો જીવના જોખમે સફ્ર કરવા મજબૂર બન્યા છે. વિશ્વપ્રસિદ્ધ શ્રી ઉમિયા માતાજી મંદિર અને એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ માટે ઓળખાતા ઊંઝામાં બનાવાયેલો ઓવરબ્રિજ હવે સુવિધા નહીં પરંતુ સંકટનું પ્રતિક બની ગયો છે.રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલા આ ઓવરબ્રિજ પર 'ખાડારાજ'નો ભયાનક સામ્રાજ્ય ફેલાઈ ગયો છે. વર્ષોથી માત્ર થીગડાં મારવામાં આવી રહ્યા છે. પુલ પર નાના-મોટા ઊંડા ખાડાઓ ઊભા થઈ જતા વાહનચાલકો માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.ખાસ કરીને રાત્રિના અંધકારમાં આ ખાડાઓ દેખાતા ન હોવાથી અનેક વાહનચાલકો ખાડામાં પટકાઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધવાની ભીતિ વધી રહી છે. રોડ પરથી ડામર ઊખડી જતાં લોખંડના સળિયા બહાર આવી ગયા છે, સ્થાનિકોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. લોકો ખુલ્લેઆમ આરોપ લગાવી રહ્યા છે કે, કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની 'દુર્ગંધ' ફેલાઈ રહી છે. કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી અને તંત્રની ઘોર ઉદાસીનતા સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે - 'જવાબદાર કોણ?' હજારો શ્રાદ્ધાળુઓ દરરોજ ઉમિયા માતાજીના દર્શન કરવા આ માર્ગ પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય, તો તેની જવાબદારી કોણ લેશે? ઊંઝા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ તાત્કાલિક કાયમી સમારકામની જોરદાર માંગ કરી રહ્યા છે. આ ખાડાઓ જોઈને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો પણ કહી રહ્યા છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ઊંઝામાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના સર્જાઈ શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward