android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan: સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે ગ્રામ પંચાયતના બોર પરનો કેબલ વાયરની ચોરી
calendar_today May 9, 2026

Patan: સરસ્વતી તાલુકાના ચારૂપ ગામે ગ્રામ પંચાયતના બોર પરનો કેબલ વાયરની ચોરી

સરસ્વતી તાલુકાના અને વાગડોદ પોલીસ સ્ટેશનના હદમાં આવેલા ચારૂપ ગામે ગ્રામ પંચાયત હસ્તકના બોર પરથી આશરે 30 મીટર જેટલો કેબલ વાયરની કોઈ અજાણ્યા તસ્કરોએ ચોરી કરી જતાં તેની જાણ બોર ઓપરેટર બોર ચાલુ કરવા માટે જતાં બોર ચાલુ ન થતાં થઈ હતી. જેને લઈ તેમણે સરપંચ પતિને જાણ કરી વાગડોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફ્રીયાદ નોંધાવી છે.ચારૂપ ગામે ગ્રામ પંચાયતના બોર ઓપરેટર વરવાજી અનુપજી રાજપુતે નોંધાવેલી ફ્રિયાદ મુજબ તેઓ ગ્રામ પંચાયતનો બોર ચાલુ કરવા માટે ગયા હતા અને ઓરડી ખોલી અંદર બોર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બોર ચાલુ ન થતા બહાર નીકળી તપાસ કરતા ઓરડીના બહારના ભાગેથી બોરની પાઈપ સુધીના ભાગનો કેબલ વાયર જમીનની અંદર પી.વી.સી લાઈન નાખી તેમાં નાખેલ હોય જેને કોઈ ચોરી ગયું હોવાથી આ અંગેની જાણ મહિલા સરપંચના પતિને કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને તપાસ કરવા છતાં પણ કેબલ વાયરની કોઈ ખાતરી ન થતા આખરે વાગડોદ પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફ્રિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ઉમરેઠમાં ગરમીમાં વીજ ધાંધિયાથી લોકોમાં રોષ, વીજ તંત્ર સામે મોરચો
calendar_today May 9, 2026

Anand: ઉમરેઠમાં ગરમીમાં વીજ ધાંધિયાથી લોકોમાં રોષ, વીજ તંત્ર સામે મોરચો

ઉમરેઠ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વીજ વાયરોને અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી ચાલી રહી છે, જે હવે સ્થાનિક રહીશો માટે આશીર્વાદને બદલે આફ્ત સમાન બની ગઈ છે. આ કામગીરીના બહાને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને હાલ તો ઉનાળાના મધ્યમાં જ આ મુજબના કાલને લઈ નગરજનો ત્રાસ પોકારી ઉઠયા છે.મળતી વિગતો મુજબ વર્તમાનમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે ધોમધખતા બપોરે કે મધ્યરાત્રિએ ગમે ત્યારે લાઈટો ગુલ થઈ જવી હવે રોજિંદી સમસ્યા બની ગઈ છે. પ્રજાજનોનો આક્ષેપ છે કે એમ.જી.વી.સી.એલ કર્મચારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમના ફોન લાગતા નથી અથવા તો સંતોષકારક જવાબ મળતો નથી. હેલ્પલાઈન નંબર પણ મોટાભાગે વ્યસ્ત અથવા બંધ આવતા હોવાથી લોકોની હાલાકીમાં વધારો થયો છે.ગઈકાલે મોડી રાત્રે ઉમરેઠના કેટલાક વિસ્તારોમાં અચાનક વીજળી ગુલ થઈ જતાં લોકોની ધીરજ ખૂટી હતી. નાના બાળકો અને વૃદ્ધોની હાલત ગરમીમાં કફેડી થતા રોષે ભરાયેલા નાગરિકો એમ.જી.વી.સી.એલ કચેરીએ ખાતે પહોંચ્યા હતા. મોડી રાત્રે ઓફ્સિ આગળ એકત્ર થયેલા ટોળાએ તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોની માંગ છે કે અન્ડરગ્રાઉન્ડ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી વીજ ધાંધિયા બંધ કરવામાં આવે તે માટે પણ માગ કરવામાં આવીછે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: કપડવંજમાં ગૌ હત્યા સહિતના મુદ્દે આવેદન
calendar_today May 9, 2026

Kheda: કપડવંજમાં ગૌ હત્યા સહિતના મુદ્દે આવેદન

કપડવંજ : ગૌમાતા પ્રત્યેની શ્રાદ્ધા અને ગૌરક્ષાના મુદ્દે કપડવંજ નગરમાં આજે એક વિશેષ જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો. ગૌ સન્માન આહવાન કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં ગૌભક્તોએ એકત્રિત થઈને નગરમાં ભવ્ય રેલી યોજી હતી અને ત્યારબાદ વહીવટી તંત્રને પોતાની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward