android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: અટલ બ્રિજ પર કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો; દિવાલ સાથે અથડાઈ કાર પલટી ગઈ
calendar_today May 8, 2026

Vadodara: અટલ બ્રિજ પર કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો; દિવાલ સાથે અથડાઈ કાર પલટી ગઈ

વડોદરાના સૌથી લાંબા 'અટલ બ્રિજ' પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગેંડા સર્કલથી ગોત્રી તરફ જઈ રહેલી એક કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવતા કાર પહેલા બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી અને ત્યારબાદ બીજી કાર સાથે ટકરાઈને પલટી ખાઈ ગઈ હતી.અકસ્માતની કરુણતા અને ચમત્કારિક બચાવપ્રાપ્ત વિગતો અનુસાર, પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર બ્રિજની સાઈડ વોલ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર અથડાયા બાદ ઉછળીને બાજુમાંથી પસાર થતી બીજી કાર સાથે ટકરાઈ હતી અને રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે બ્રિજ પર જઈ રહેલા અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા. જોકે, આ ભયાનક અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને કારમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.CCTVમાં કેદ થઈ દુર્ઘટનાઅકસ્માતની આ સમગ્ર ઘટના બ્રિજ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક કાર અચાનક દિવાલ સાથે અથડાઈને ફંગોળાય છે અને પલટી ખાય છે. આ દ્રશ્યો જોઈને કોઈ પણ વ્યક્તિ હચમચી જાય તેમ છે. અકસ્માત બાદ બ્રિજ પર થોડો સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.પોલીસની કાર્યવાહીઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ક્રેઈનની મદદથી પલટી ગયેલી કારને રોડ પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી કાર ચાલકની બેદરકારી હતી કે વાહનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.આ પણ વાંચો: Bharuch: ઝઘડિયામાં ટ્રકની અડફેટે શ્રમિક પરિવાર વેરવિખેર, 3 વર્ષની બાળકીનું ઘટનાસ્થળે મોત

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર, વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
calendar_today May 8, 2026

Gandhinagar News: ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર, વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

ભારતના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાના સફળ અમલીકરણથી ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમવાર સોલાર પાવર પ્લાન્ટ સાથે સંકલિત બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ એટલે વીજળીનો સંગ્રહ કરતી બેટરીની વ્યવસ્થા રજૂ કરી હતી.અત્યારે ગુજરાત સમગ્ર દેશમાં બેટરી સ્ટોરેજ પ્રણાલીને આગળ લઇ જવામાં અગ્રણી રાજ્યોની યાદીમાં સામેલ થઇ ગયું છે.મોઢેરા બાદ અત્યારે ગુજરાતમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સ્ટોરેજની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે. બેટરી સ્ટોરેજ સ્થાપિત કરવા માટે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા માટે અન્ય 13 પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા અમદાવાદના સાણંદ તાલુકાના ચરલ ખાતે તાજેતરમાં જ એક બેટરી સ્ટોરેજ પ્રણાલી શરૂ કરવામાં આવી છે.તે સિવાય મહેસાણાના મોઢેરા અને કચ્છના લખપતમાં કુલ 4 બેટરી સ્ટોરેજ પ્રણાલી કાર્યરત છે.રાજ્ય સરકારે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યૂએબલ એનર્જી પોલિસી 2025માં અત્યાધુનિક ઊર્જા સંગ્રહ કરતી વ્યવસ્થાઓને મહત્વના ઘટક તરીકે સમાવિષ્ટ કરી છે.આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે.ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલાર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે. શા માટે જરૂરી છે BESS? રાજ્યમાં સોલાર તેમજ રિન્યૂએબલ સ્ત્રોતમાંથી વીજ ઉત્પાદન દિવસ દરમિયાન બદલાતું રહે છે.જેમ કે દિવસના સમયે સોલારનું વીજ ઉત્પાદન વધારે હોય છે અને સાંજના સમયે ઉત્પાદન થઇ શકતું નથી.દિવસ દરમિયાન વધારાના વીજ ઉત્પાદનને યોગ્ય રીતે સંગ્રહિત કરવામાં આવે તો સાંજના સમયે જ્યારે માંગ વધારે હોય ત્યારે તે વીજ જથ્થાને વહેંચી શકાય છે.અત્યારે સાંજના સમયે જ્યારે અચાનક માંગ વધે ત્યારે વીજ પુરવઠો પૂરો પાડતી ગ્રીડ પર લૉડ વધે છે.આ સ્થિતિમાં ગ્રીડ સ્થિર રહે તેના માટે પણ બેટરી સ્ટોરેજ પ્રણાલીઓ જરૂરી છે.રાજ્ય સરકાર આ દિશામા જ આગળ વધી રહી છે. ગુજરાત સરકારનું સ્માર્ટ આયોજન ગુજરાતમાં બેટરી સ્ટોરેજ વ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે.સ્પર્ધાત્મક બીડિંગ દ્વારા કંપનીઓને આ ક્ષેત્રમાં આમંત્રિત કરવામાં આવી રહી છે.બેટરી સ્ટોરેજ રિન્યૂએબલ પ્રોજેક્ટની નજીક લગાવવામાં આવે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેથી વધારાની ઊર્જા ઝડપથી સ્ટોર કરી શકાય અને ટ્રાન્સમિશન લૉસ અને વેડફાટને અટકાવી શકાય.ગેટકો અને પાવર વિતરણ કંપનીઓ સ્માર્ટ પ્લાનિંગ સાથે ગ્રીડની ક્ષમતા અનુસાર બેટરી સ્ટોરેજ સિસ્ટમ માટેના સ્થળની પસંદગી કરે છે.આ વ્યવસ્થા દ્વારા બેટરી સ્ટોરેજ માત્ર વીજળીનો સંગ્રહ જ નહિ કરે પરંતુ સાથોસાથે ગ્રીડને વૉલ્ટેજ અને ફ્રિક્વન્સીનો સહયોગ આપીને સ્થિર રાખશે અને ઇમરજન્સી બેકઅપ તરીકે મદદરૂપ બનશે. આ પણ વાંચોઃ Ahmedabad: ચોમાસા પહેલા જ શહેરની સ્થિતિ બદતર, એક જ મહિનામાં પડ્યો ત્રીજો ભુવો

Read Full Story arrow_forward
Mehsana: દારૂના કેસમાં બેદરકારી બદલ તાલુકા PI ડી.આર. રાવ અને જમાદાર સસ્પેન્ડ
calendar_today May 8, 2026

Mehsana: દારૂના કેસમાં બેદરકારી બદલ તાલુકા PI ડી.આર. રાવ અને જમાદાર સસ્પેન્ડ

મહેસાણા તાલુકા પોલીસની હદમાં ચાલતા દારૂના કાળા કારોબાર પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. પોતાની હદમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહેલા અને ફરજમાં નિષ્કાળજી દાખવનાર મહેસાણા તાલુકા પોલીસ મથકના PI અને જમાદાર સામે સસ્પેન્શનના ઓર્ડર છૂટ્યા છે.શું હતો સમગ્ર મામલો?ગત 19 એપ્રિલના રોજ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેસાણાના છઠીયારડા ગામની સીમમાં બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMC એ આ સ્થળેથી અંદાજે ₹18 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ફરજમાં નિષ્કાળજી બદલ એક્શનસ્થાનિક પોલીસના નાક નીચે આટલા મોટા પાયે દારૂનો જથ્થો હોવા છતાં તાલુકા પોલીસને તેની જાણ ન હોવી અથવા કાર્યવાહી ન કરવી તે બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. જેના પરિણામે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ મહેસાણા તાલુકા PI ડી.આર. રાવ અને જમાદાર ચિરાગજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.આ પણ વાંચો:Vadodara: અટલ બ્રિજ પર કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો; દિવાલ સાથે અથડાઈ કાર પલટી ગઈ

Read Full Story arrow_forward