Dahodમાં રક્તરંજિત રાત, રળિયાતી બાંધકામ સાઇટ પર ચોકીદારની હત્યા, હત્યારાની શોધખોળ શરૂ
દાહોદ શહેરના રળિયાતી રોડ પર આવેલી એક બાંધકામ સાઇટ પર રાત્રિ દરમિયાન લોહિયાળ ખેલ ખેલાયો છે. અહીં ફરજ બજાવતા એક વયોવૃદ્ધ ચોકીદારની અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસની મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.અજાણ્યા હુમલાખોરોએ તેમની હત્યા કરી મળતી વિગતો મુજબ, નવાગામના રહેવાસી મનુભાઈ પરમાર રળિયાતી ખાતે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોકીદાર તરીકે કામ કરતા હતા. ગત રાત્રિ દરમિયાન તેઓ જ્યારે સાઇટ પર હાજર હતા, ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમની હત્યા કરી દીધી હતી અને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. સવારે જ્યારે અન્ય શ્રમિકો સાઇટ પર પહોંચ્યા ત્યારે મનુભાઈનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસનો ધમધમાટ હત્યાની ગંભીરતાને જોતા દાહોદ પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની મદદ લેવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા પાછળ લૂંટનો ઈરાદો છે કે કોઈ જૂની અદાવત, તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને ટૂંક સમયમાં હત્યારાને પકડી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.આ પણ વાંચો---- CM ભૂપેન્દ્ર પટેલની કલેક્ટરોને ટકોર,, હું જ સિસ્ટમ ચલાવું છું તેવું મનમાંથી કાઢી નાખો, ઝીરો ટોલરન્સ નીતિ સાથે કામ કરો
Read Full Story arrow_forward