Ahmedabad : શેરબજારમાં રોકાણ કરી બમણો નફો કમાવવાની લાલચ આપતી ગેંગના 3 સભ્યોને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યા
શેરબજારમાં રોકાણ કરીને રાતોરાત અમીર બનવાના સપના જોતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમે ઊંચા વળતરની લાલચ આપી શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટના નામે ઠગાઈ કરતી સુરતની ગેંગના ત્રણ સભ્યોને દબોચી લીધા છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી.વોટસએપ ગ્રુપ બનાવ્યું હતું તેઓ અજાણ્યા લોકોને વોટ્સએપ પર મેસેજ કરી, શેરબજારમાં રોકાણ કરવાથી માસિક 200% જેટલું માતબર વળતર મળશે તેવી લોભામણી લાલચ આપતા હતા. લોકોને વિશ્વાસમાં લેવા માટે તેઓએ 'Stock Market Forum 38' નામનું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં શેરબજારને લગતી ચાર્ટ એનાલિસિસ અને સ્ટોક ફાઈન્ડર જેવી માહિતી શેર કરવામાં આવતી હતી. સુરતથી આરોપીઓની ધરપકડ કરાઈ એક ફરિયાદીને વિશ્વાસમાં લઈ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપિયા 17,90,000 ભરાવી આ ગેંગે છેતરપિંડી આચરી હતી. સાયબર ક્રાઈમે ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ કરી સુરતના વરાછા રોડ પરથી જીતેન્દ્ર ધીરજલાલ ભુવા, શૈલેષભાઈ મનજીભાઈ રંગપરીયા, પિયુષ વિનુભાઈ સોલંકીની ધરપકડ કરી છે.આ પણ વાંચો : Surat SBI લૂંટ કેસ: ધરપકડ કરાયેલા બે આરોપીઓના 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર
Read Full Story arrow_forward