Rajpipla: નર્મદા જિ.પં., તા.પં.અને રાજપીપળા પાલિકા માટે આજે મતદાન યોજાશે
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-2026 અંતર્ગત નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આવતી કાલે મતદાન યોજાનાર છે. તે સંદર્ભે આજે જિલ્લામાં તમામ મતદાન મથકો માટે ચૂંટણીલક્ષી સાધન સામગ્રીનું સફળતાપૂર્વક વિતરણ કરાયું હતું. રાજપીપળા નગર પાલિકા ચૂંટણી હેઠળના કુલ 29 મતદાન મથકો તેમજ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી હેઠળના કુલ 607 મતદાન મથકો માટે કુલ 7 ડિસ્પેચિંગ-રિસીવીંગ સેન્ટરો મારફ્તે સામગ્રી વિતરણ કરાઇ હતી.રાજપીપળા નગર પાલિકા ચૂંટણી અધિકારી અને નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીર કૌરે જણાવ્યું હતું કે, રાજપીપળા નગરપાલિકાના તમામ 29 મતદાન મથકો માટે આદર્શ નિવાસી કુમાર શાળા, રાજપીપળા ખાતે સ્થિત ડિસ્પેચિંગ-રિસીવીંગ સેન્ટર પરથી ચૂંટણીલક્ષી સામગ્રી વિતરણ કરાઇ હતી. જેમાં 1થી 5 ઝોનલ રૂટમાં આવતાં મતદાન મથકોનો સમાવેશ કરાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, પોલિંગ ટીમમાં પ્રિસાઈડિંગ ઓફિસર, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર/સેકટર મેજિસ્ટ્રેટ સહિત મદદનિશ ઝોનલ ઓફિસરને જરૂરી સામન વિતરણ કરી રવાના કરાયા હતા. છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતેના કેન્દ્ર પરથી 1થી 19 ઝોનલ રૂટમાં સમાવિષ્ટ 113 જેટલા મતદાન મથકો માટે સામગ્રી વિતરણ કરાયું હતું. મતદાન મથકો માટે ઇવીએમ, પ્રિસાઇડિંગ ઓફિસરની ડાયરી તેમજ મતદાર યાદી સહિત જરૂરી તમામ સામગ્રી પૂરી પડાઇ છે. જે બસ મારફ્તે મતદાન મથક સુધી પહોંચાડેલ છે. ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાતાઓને મતદાન દરમિયાન કોઈ તકલીફ ન પડે તે તેમજ હીટવેવથી બચવા માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય સુવિધા, મતદાન મથકો પર છાયડાની વ્યવસ્થા તથા પીવાના પાણી જેવી સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward