Mehsana: મહેસાણામાં પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નિકળી
મહેસાણા જિલ્લામાં ધામધૂમથી પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.મહેસાણા જિલ્લામાં પરશુરામ જયંતિ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા દ્વારા ગણપતિ મંદિરથી શોભાયાત્રા નિકળી હતી. સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા દ્વારા પરશુરામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સમસ્ત બ્રહ્મ સમાજ મહેસાણા દ્વારા રાત્રે 8.00 કલાકે તોરણવાળી માતાના ચોકમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીમાં શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા જિલ્લામાં પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.સનાતન ધર્મમાં પરશુરામ જયંતિનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે અને તેમને ભગવાન શિવના પરમ ભકત માનવામાં આવે છે. મહેસાણા જિલ્લામાં ભગવાન પરશુરામજીનાં જન્મોત્સવ નિમિત્તે રેલી, ભજન કીર્તન સહિત અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward