android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: પાવાપુરી જલ મંદિર પાસે સ્કોર્પિયો કારમાં અચાનક આગ ભભૂકતા દોડધામ
calendar_today April 20, 2026

Palanpur: પાવાપુરી જલ મંદિર પાસે સ્કોર્પિયો કારમાં અચાનક આગ ભભૂકતા દોડધામ

જિલ્લાના તાલુકા મથક ઇડરમાં શનિવારે મોડી રાત્રે અને રવિવારે સવારે બે અલગ અલગ અકસ્માતની ઘટનાઓ બનતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પ્રથમ ઘટના રાણી તળાવ નજીક આવેલા પાવાપુરી જલ મંદિર સામેના ટર્નિંગપર બની હતી. જ્યાં એક સ્કોર્પિયો કારમાં અચાનક ભયંકર આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ ઉપરાંત અચાનક ભભૂકેલી આગ ઝડપથી ફેલાતા ગાડી પૂરી રીતે બળી ગઈ હતી.આગની તીવ્રતા એટલી વધારે હતી કે નજીકમાં આવેલા નાના દુકાનદારોના માલસામાનને પણ નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના કારણે થોડા સમય માટે ટ્રાફ્કિ જામ સર્જાયો હતો અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો તરત જ સ્થળ પર પહોંચી બચાવ કામગીરીમાં જોડાયા હતા અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. બીજી ઘટના રવિવારે વહેલી સવારે ઇડર તાલુકાના કાનપુરથી રેવાસ જતાં માર્ગ પર બની હતી. અહીં જીજે 08 ડીએસ 5315 નંબરની બેલ્ક કલરની સ્કોર્પિયો ગાડી અચાનક પલટી મારી ગઈ હતી. મળતી માહિતી મુજબ ગાડીમાં પ્રસાદ જોવા મળ્યો હોવાથી અનુમાન કરવામાં આવે છે કે કોઈ પરિવાર ધાર્મિક દર્શન માટે જઈ રહ્યો હતો. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી.જોકે, બંને ઘટનાઓને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવોને કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે ચિંતા અને ગભરાટનો માહોલ સર્જાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: સાયલામાં તસ્કરો દીકરીનાં લગ્ન માટે બનાવેલ દાગીના ચોરી ગયા
calendar_today April 20, 2026

Surendranagar: સાયલામાં તસ્કરો દીકરીનાં લગ્ન માટે બનાવેલ દાગીના ચોરી ગયા

સાયલાના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ખેત મજૂરી કરતા પરિવારના સભ્યો સુતા હતા. ત્યારે ઘરમાં રાતના સમયે બંધ રૂમની બારી તોડી પ્રવેશેલા તસ્કરોએ અંદર રાખેલા દાગીનાની ચોરી કરવાની બનેલ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ચોરીની ઘટનામાં ભોગ બનનાર વિનુભાઈ હમીરભાઇ અધારાના પરીવારની મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા તેમનું ખેતર વેંચતા આવેલ રકમમાંથી નાની દીકરીના લગ્ન માટે સોનાનાં ઘરેણા બનાવ્યા હતા. તે તથા પરિવારના સભ્યોના દાગીનાની ચોરી થતા શ્રામિક પરીવાર પર આભ ફટયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સામાન્ય પરીવારની મરણમૂડીની ચોરી બાબતે પોલીસ દ્વારા ઘરે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં કોઈ નજીકનું જાણભેદુ સંડોવાયેલું હોવાની આશંકા પણ પ્રબળ બની છે. શ્રામિક પરીવારના મકાનમાં બનેલ ચોરીની ઘટનાથી આજુબાજુના લોકોમાં પણ તસ્કરોનો ફ્ફ્ડાટ જોવા મળી રહ્યો છે ત્યારે વર્તમાન સમયમાં સોનાની કિંમત જોતા લાખોની મતા ઉઠાવી જનાર તસ્કરનું પગેરુ ગોતવા પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવા સાથે આજુબાજુના લોકોની પણ તપાસ હાથ ધરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sankheda: સંખેડા ભાથીજી મંદિરે ભંડારો-લોકડાયરો,શોભાયાત્રા યોજાયાં
calendar_today April 20, 2026

Sankheda: સંખેડા ભાથીજી મંદિરે ભંડારો-લોકડાયરો,શોભાયાત્રા યોજાયાં

ગોલાગામડી : સંખેડા ખાતે સુપ્રસિદ્ધ શ્રી ભાથીજી મહારાજના મંદિરે અખાત્રીજ નિમિતે જાહેર ભંડારાનું તેમજ લોક ડાયરાનું આયોજન નવયુવક મંડળ દ્વારા કરાયું હતું.અખાત્રીજ નિમિતે સંખેડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ભાથીજી મહારાજના મંદિર ને સુંદર રીતે શણગારાયું હતું. આ શુભ અવસરે શ્રી ભાથીજી મહારાજની શોભાયાત્રા નગરમાં નીકળી હતી. નગરજનો શોભાયાત્રામાં જોડાયા હતા. તેમજ દર્શનનો લાભ લીધો હતો. નવયુવક મંડળ દ્વારા જાહેર ભંડારો તેમજ લોકડાયરાનું આયોજન કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward