android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch:ભરૂચ ખાતે વલ્લભાચાર્યજીનો 549મો પ્રાગટયોત્સવ ઉજવાયો
calendar_today April 14, 2026

Bharuch:ભરૂચ ખાતે વલ્લભાચાર્યજીનો 549મો પ્રાગટયોત્સવ ઉજવાયો

જગદગુરુ શ્રીમદ વલ્લભચાર્યજી મહાપ્રભુજીના 549 મા પ્રાગટય ઉત્સવ નિમિત્તે ભરૂચ શહેરમાં ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમનું આયોજન વીવાયઓ (વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન) ભરૂચ દ્વારા કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ અંતર્ગત ભવ્ય પ્રભાત ફેરીનું યોજાઈ હતી. પ્રભાત ફેરી શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠકથી શરૂ થઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને પાછી બેઠક સ્થાને પુર્ણ થઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભકતો, યુવાનો, મહિલા શક્તિ તથા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં આયોજકો પૈકી વીવાયઓ પ્રમુખ રોનક શાહ, પ્રભારી આશિષ તોલાટ, યુથ પ્રમુખ સંકેત શાહ, વુમન્સ પ્રમુખ દિક્ષિતા શાહ, સહિત મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ હાજરી આપી હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ભક્તિ, સેવા, સંસ્કાર અને એકતાનો સંદેશ ફેલાવવાનો હતો તેમજ યુવા પેઢીને પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો અને શ્રી વલ્લભાચાર્યજીના ઉપદેશોથી પ્રેરિત કરવાનો હતો. આ સમગ્ર આયોજન દ્વારા ધાર્મિક અને સામાજીક એકતાને વધુ મજબુત બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch:મગરે હુમલો કરતાં યુવકે પ્રતિકાર કરી જીવ બચાવ્યો
calendar_today April 14, 2026

Bharuch:મગરે હુમલો કરતાં યુવકે પ્રતિકાર કરી જીવ બચાવ્યો

આમોદ નગરમાં વાવડી ફળિયામાં રહેતા અને બકરા ચરાવી જીવન ગુજરાન ચલાવતા યુવાન પર મગર હુમલો કર્યો હતો.આમોદના વાવડી ફળિયામાં રહેતા અશરફ હસન પટેલ (ઉ.22) બકરા રાખી પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તે બકરા લઈને ખેતર પાસે બકરા ચરાવતો હતો. ત્યારે નજીકની તલાવડી પાસે બકરાઓને પાણી પીવડાવવા ગયો હતો. જ્યાં એક બચ્ચાને જાતે પાણી પીવડાવવા જતાં પાણીમાં રહેલા મગરે તેના પર ઓચિંતો હુમલો કરી તેના જમણા હાથનો પંજો પકડી લઈ પાણીમાં ખેંચી ગયો હતો. જો કે, અશરફે જીવ બચાવવા માટે મગર સાથે જીવસટોસટની બાજી લગાવી હતી, જોરથી મગરને પાછળના ભાગ પર બીજા હાથથી હુમલો કર્યો હતો, જેને પગલે તેનો હાથ મગરના મોંમાંથી છુટી જતાં પાણીમાંથી બહાર નીકળ્યો હતો. જો કે, મગરના તીક્ષ્ણ દાંતને કારણે તેનો હાથ લોહીથી લથબથ થયો હતો. દરમિયાન તેણે ત્યાં નજીકના ખેતરમાં મજૂરી કરતા વ્યક્તિ પાસેથી મોબાઈલ લઈ તેના ભાઈને બનાવની જાણ કરતાં તેનો ભાઈ ત્યાં પહોંચી જઈ અશરફને આમોદ સરકારી દવાખાને લઈ ગયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. અશરફ્ને મગરે દાંત મારતા જમણા હાથની પાંચ આંગળીમાં ઇજા પહોંચી હતી. જે અંગે આમોદ વન વિભાગને જાણ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat : માંગરોળના કોસંબામાં ડમ્પરે બે બાઈક અને શ્રમિકોને કચડ્યા, પિતા-પુત્રી સહિત 3 ના કરૂણ મોત
calendar_today April 14, 2026

Surat : માંગરોળના કોસંબામાં ડમ્પરે બે બાઈક અને શ્રમિકોને કચડ્યા, પિતા-પુત્રી સહિત 3 ના કરૂણ મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં આજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બે બાઈક સવારો અને રસ્તા પર કામ કરી રહેલા શ્રમિકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રી સહિત કુલ ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.એક જ પરિવારના બે સભ્યોનો માળો વિખેરાયો પ્રાપ્ત વિગતો અનુસાર, એક બાઈક પર પિતા, પત્ની અને પુત્રી સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરમાં પિતા અને માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકો પણ દ્રશ્યો જોઈને ધ્રૂજી ઉઠ્યા હતા. શ્રમિક મહિલાનું પણ મોત, અન્ય એક ગંભીર ડમ્પરની અડફેટે માત્ર બાઈક સવારો જ નહીં, પરંતુ નજીકમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલી મહિલા શ્રમિકો પણ આવી ગઈ હતી. જેમાં એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલા શ્રમિકની હાલત અત્યંત ગંભીર છે અને તે હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહી છે. અન્ય એક બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસ કાર્યવાહી અને આક્રોશ ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, લોકોનો આક્ષેપ છે કે આ માર્ગ પર ડમ્પર ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારી રહ્યા છે, જેને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે.આ પણ વાંચો----     Local Body Elections 2026 : મંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર પ્રહાર, મહેસાણામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસ વિખેરાઈ, વિપક્ષ પાસે ઉમેદવાર જ ન હોવાનો દાવો

Read Full Story arrow_forward