android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: પંચમહાલ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ
calendar_today April 3, 2026

Godhra: પંચમહાલ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ

ગોધરા નગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી યોજનાઓના બોર્ડ,વિવિધ રાજકીય પક્ષોના ઝંડા, ભીંતચિત્રો, હોર્ડિંગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નું બ્યૂગલ ફૂંકાઈ જવા પામ્યું છે.ગત રોજ ચૂંટણી પંચ ધ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની તારીખો ની સતાવાર જાહેરાત કરવામાં આવી છે.ત્યારે આ જાહેરાત થતાની સાથેજ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જવા પામી છે.જેના અનુસંધાનમાં ગોધરા નગર પાલિકા અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરા શહેરમાં વહેલી સવારથીજ આદર્શ આચાર સંહિતા નો અમલ કરતા નગરમાંથી સરકારની જાહેરાતના બોર્ડ, વિવિધ રાજકીય પાર્ટીઓના ઝંડા, ભીંતચિત્રો અને લખાણ તેમજ હોર્ડિંગ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે આદર્શ આચાર સંહિતા આગામી તા.30 એપ્રિલ સુધી અસ્તિત્વમાં રહેનાર છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Lunavada: કોઠંબા ખાતે હનુમાન જયંતીની શોભાયાત્રા નીકળી
calendar_today April 3, 2026

Lunavada: કોઠંબા ખાતે હનુમાન જયંતીની શોભાયાત્રા નીકળી

કોઠંબા: કોઠંબા તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં હનુમાન જન્મોત્સવની ધૂમધામ પૂર્વક ઉજવણી કરાઈ હતી. મંદિરોમાં સેવા,ભક્તિ અને શ્રદ્ધાનો સંગમ જોવા મળ્યો હતો. હનુમાન પ્રાગટયોત્સવના દિવસે વહેલી સવારથી જ કોઠંબા ખાતે આવેલા તળાવની પાળ ઉપર હનુમાન મંદિરે ભક્તોનો ઘોડાપુર ઉમટયું હતું હતુ. ભારે હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રા નીકળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Mandal: માંડલ પંથકમાં હનુમાન જન્મોત્સવની ધામધુમપૂર્વક ઉજવણી
calendar_today April 3, 2026

Mandal: માંડલ પંથકમાં હનુમાન જન્મોત્સવની ધામધુમપૂર્વક ઉજવણી

ચૈત્ર સુદ પુર્ણિમા હનુમાન જન્મોત્સવની ઉજવણી ગુરુવારે અમદાવાદ ગ્રામ્યના તમામ હનુમાનજી મંદિરોમાં આનંદ-ઉલ્લાસપુર્વક કરાઈ હતી. માંડલ નગરમાં આવેલ પ્રસિદ્ધ શ્રી હાજરીયા હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો ઉમટયાં, મંદિરમાં રામાર્ચા પુજન, હનુમાન ચાલીસા પઠન અને હોમાત્મક મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વરમોર-વિંઝુવાડા ચોકડી ઉપર આવેલ નવનિર્મિત પંચમુખી હનુમાનજી મંદિરમાં યુવા સંચાલકો દ્વારા ધ્વજારોહણ અને બટુકોને ભોજન કરાવ્યું હતું. ચબુતરા ચોકના દરવાજા વિસ્તારમાં આવેલ મંદિરમાં સવારે રામધૂન, બપોરે હનુમાનજી દાદાને 56 ભોગ અન્નકુટ ધરાવાયો હતો, ત્યારબાદ ભક્તજનો દ્વારા મહાઆરતી કરાઈ હતી. રાત્રે પણ અહીં મારૂતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. એવીજ રીતે ગ્રામ્યના કડવાસણ ગામના પૌરાણિક ટીંબે હનુમાનજી મંદિરે સંગીતમયશૈલીમાં સુંદરકાંડનું પઠન કરાયું હતું. રાત્રે સુંદરકાંડના કાર્યક્રમમાં નગર સહિત આસપાસના વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયાં હતાં. વિરમગામ રોડ ઉપર આવેલ ફુલકી પાસેના શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલમાં ડો.પંકજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હાઈવે ઉપર દ્રશ્યમાન હનુમાનજી દાદાની મહાકાય પ્રતિમા પુજન-દર્શન, ગર્ભગૃહમાં દાદાનું પુજન-અર્ચન અને શૃંગાર કરાયો, મંદિર મંડપમાં હનુમાન ચાલીસા,રામધુન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયાં, બપોરે 12 કલાકે મહાઆરતી બાદ ભક્તોને દર્શન-પ્રસાદનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી. વિઠલાપુર નાસ્તાનિયા હનુમાનજી મંદિર, માંડલ નજીકના વઘાડીયા હનુમાનજી મંદિરે પણ હનુમાન જન્મોત્સવની ઉજવણી ધુમધામપુર્વક કરાઈ હતી. આમ વિસ્ત્રના હનુમાનજી મંદિરો ભાવિકોની ભીડથી ઉભરાયાં, દિવ્ય-પવિત્ર, ભક્તિસભર અને આનંદ-ઉલ્લાસના વાતાવરણ વચ્ચે હનુમાન જયંતિની ઉજવણી કરાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward