android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ગોધરા સિવિલ હૉસ્પિટલમાં વિશ્વ ઑટીઝમ દિવસની ઉજવણી
calendar_today April 3, 2026

Godhra: ગોધરા સિવિલ હૉસ્પિટલમાં વિશ્વ ઑટીઝમ દિવસની ઉજવણી

ગોધરા: GMERS મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે આજે વિશ્વ ઓટિઝમ દિવસ નિમિત્તે ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ઓટિઝમ વિશે જાગૃતિ ફેલાવવાનો અને વહેલી તકે નિદાન તથા યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન આપવાનો હતો. કાર્યક્રમમાં ડો.આશિષ ખરાડી (મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ), ડો.મોના પંડયા તેમજ ડો.હેમલ દવે સહિત અન્ય તબીબો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તબીબોએ ઓટિઝમના લક્ષણો, વહેલી ઓળખ અને બાળકોના સર્વાંગી વિકાસમાં માતા-પિતાની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ સમાજમાં ઓટિઝમ વિશેની ગેરસમજ દૂર કરવા અને વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. કાર્યક્રમ અંતે હાજર તબીબો અને સ્ટાફે ઓટિઝમ અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Dhandhuka: અમદાવાદ જિલ્લામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી
calendar_today April 3, 2026

Dhandhuka: અમદાવાદ જિલ્લામાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી

તુમ રક્ષક કાહુકો ડરનાનાં જયઘોષ સાથે સમગ્ર અમદાવાદ જિલ્લામાં હનુમાન જયંતિનો પાવન પર્વ ભક્તિભાવ અને શ્રાદ્ધા સાથે ઉજવવામાં આવ્યો હતો. જિલ્લાના ધંધુકા, ધોલેરા, ધોળકા, બાવળા, સાણંદ, વિરમગામ, માંડલ, દેત્રોજ અને દસ્ક્રોઈ તાલુકાઓમાં હનુમાન ભક્તો દ્વારા કષ્ટભંજન દેવના પ્રાગટય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકા અને ધોલેરા પંથકમાં હનુમાન જયંતિની ભવ્ય અને શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને દર્શન માટે લાંબી કતારો લાગી હતી. ધોલેરા પંથકના કમિયાલા ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હનુમાનજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ખાસ કરીને સુરતના ભક્તો દ્વારા 100 મણ શેરડીના રસનું ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કામાતળાવ ખાતે આવેલ વગડીયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની પરંપરા મુજબ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ધંધૂકા સ્થિત રામ ટેકરી મંદિર ખાતે ચાલી રહેલી રામકથામાં હનુમાનજીના પ્રાગટય નિમિત્તે વિશેષ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. જિલ્લાના વિવિધ હનુમાનજી મંદિરોમાં હનુમાન ચાલીસા પાઠ, સુંદરકાંડ, ભજન-કીર્તન, મહાઆરતી, ધ્વજારોહણ, અન્નકૂટ અને મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર જિલ્લામાં જય શ્રી રામ અને જય હનુમાનના જયઘોષ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ રીતે સમગ્ર અમદાવાદ જિલ્લામાં હનુમાન જયંતિની ઉજવણી શ્રાદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Lunavada: લુણાવાડાની આદર્શ વિદ્યાલયનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો
calendar_today April 3, 2026

Lunavada: લુણાવાડાની આદર્શ વિદ્યાલયનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો

લુણાવાડા: લુણાવાડા સ્થિત યુગનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ વિદ્યાલય અને આદર્શ કેર સ્કૂલના 25 વર્ષ પુર્ણ થતાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત તા.24, 25 અને તા.26 માર્ચના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તા અને અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી જગદીશ ત્રિવેદી સહિત રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ તથા સામાજીક શ્રોષ્ઠીઓ ઉપસ્થિત રહી શાળા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કેમ્પસના કુલ 3 હજાર વિદ્યાર્થીઓ પૈકી ત્રિદિવસીય કાર્યક્રમમાં 2400 જેટલા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward