android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bodeli: બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ ઉજવાયો
calendar_today April 2, 2026

Bodeli: બોડેલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ ઉજવાયો

જગતના 7 ચિરંજીવીમાં જેની ગણતરી થાય છે. તેવા શ્રીરામભક્ત હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો. આજે ચૈત્ર સુદ પૂનમ હોય ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગર સહિત વિસ્તારના હનુમાનજીના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ખૂબ જ હર્ષોલ્લાસભેર હનુમાન જયંતીની ઉજવણી કરાઇ હતી. બોડેલી પાસેના કકરોલીયા ખાતે સૂર્યા હનુમાન દાદા મંદિર, અલીખેરવા સ્થિત હનુમાનજી મંદિર, પીઠા અને કડીલા સ્થિત હનુમાનજી મંદિર સહિત બોડેલીના વિવિધ મંદિરોમાં સવારથી જ હનુમાન ભક્તો દર્શન માટે ઊમટી પડયા હતા. હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હનુમાન ચાલીસાના પાઠ સાથે સુંદરકાંડના પાઠ કરી હનુમાન ભક્તો દાદાના દર્શન કરી કૃતાર્થ થયા હતા. તો ઠેર-ઠેર મહાપ્રસાદીનું આયોજન પણ હનુમાન ભક્તો દ્વારા કરાયું હતું. એટલું જ નહીં હનુમાન ભક્તો દ્વારા કેક કાપી હનુમાન જયંતીની ઉજવણી કરાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Patan: જિલ્લામાં બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી થશે
calendar_today April 2, 2026

Patan: જિલ્લામાં બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી થશે

રાજ્યમાં સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન હેઠળ ખેડુતોને તેમના ઉત્પાદનનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બાજરી જુવાર અને મકાઈની લઘુતમ ટેકાના ભાવે સીધી ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફ્તે હાથ ધરવામાં આવશે. જેને લઈ પાટણ જિલ્લામાં પણ ખેડૂતો દ્વારા નોંધણી કરાવી પોતાના માલનું વેચાણ કરી શકશે. ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ મુજબ બાજરી રૂ.2775 ના ભાવે પ્રતિ ક્વિન્ટલ તથા જુવાર (માલદંડી) રૂ.3749 ના ભાવે, જુવાર (હાઈબ્રિડ) રૂ.3699 ના ભાવે પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ રૂ.2400 ના ભાવે પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યો છે. વધુમાં ખેડૂતોને પ્રોત્સાહન રૂપે જુવાર અને બાજરીની ખરીદી ઉપર ટેકાના ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ દીઠ બોનસ રૂપેઆપવામાં આવશે. યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફ્તે આગામી 30 એપ્રિલ સુધી નોંધણી કરાવી શકશે. તેમજ 1 મે થી 15 જુલાઈ સુધી ખરીદી કરવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ચાણસ્મા નજીક કપાસ ભરેલ ટ્રકે ગુલાંટ મારી
calendar_today April 2, 2026

Patan: ચાણસ્મા નજીક કપાસ ભરેલ ટ્રકે ગુલાંટ મારી

ચાણસ્મા મહેસાણા હાઇવે રોડ પર રાત્રીના સમયે એક કપાસ ભરીને પસાર થતી ટ્રકે ગુલાંટ મારતાં કપાસની બોરીઓ વેરણછેરણ થઈ જવા પામી હતી. ચાણસ્મા તાલુકાના ધાણોધરડા નજીક રાત્રીના નવેક વાગ્યાના સુમારે કર્ણાટક રાજ્યની કપાસ ભરેલી ટ્રક મહેસાણા તરફ્થી આવીને હાજર જઈ રહી હતી. તે દરમિયાન અચાનક રસ્તામાં ગાય આડી ઉતરતાં ટ્રક ચાલકે ગાયને બચાવવા માટે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ટ્રક સીધી જ રોડની બાજુમાં આવેલા ખેતરમાં પલટી મારી ગઈ હતી. જેને લઈ ટ્રકમાં ભરેલી કપાસની બોરીઓ વેરણછેરણ થઈ જવા પામી હતી. વહેલી સવારે અન્ય ટ્રક બોલાવી ખેતરમાં પડેલી બોરીઓ તેમા ભરી રવાના કરાઈ હતી. આ અંગે હાજર ટ્રક ચાલક બાલારામે જણાવ્યું હતું કે ગાય આડી આવતા તેને બચાવવા જતાં ટ્રક પલટી મારી ગઈ હતી જેમાં કોઈ જાનહાનિ થઈ નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward