android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: હિંમતનગરમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો
calendar_today April 1, 2026

Himatnagar: હિંમતનગરમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો

સાબરકાંઠામાં હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે મંગળવારે ભગવાન મહાવીર સ્વામીના 2264મા જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે નિમિત્તે જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા. એટલુ જ નહીં પણ પ્રાંતિજ, ઈડર, વડાલી, તલોદ સહિતના અન્ય સ્થળે પણ મહાવીર જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. હિંમતનગરમાં નિકળેલી આ શોભાયાત્રાનો પ્રારંભ વખારીયાવાડ વિસ્તારમાં આવેલા મહાવીર ભગવાન જૈન દેરાસરથી થઈ હતી. ત્યારબાદ આ યાત્રા ટાવર ચોક અને બગીચા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીરનગર જૈન દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસ જૈન સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
Dahegam: PM પ્રોગ્રામમાં વિરોધ પૂર્વે પશુપાલક સંકલન સમિતીના 8 સભ્યો ડિટેઈન
calendar_today March 31, 2026

Dahegam: PM પ્રોગ્રામમાં વિરોધ પૂર્વે પશુપાલક સંકલન સમિતીના 8 સભ્યો ડિટેઈન

દહેગામ પશુપાલક સંગઠન દ્વારા મધુરમાં દુધ ભરાવાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યુ છે જે મામલે રવિવારે કડજોદરામાં સંમેલન યોજવામાં આવ્યુ હતુ. સંમેલનમા હુંકાર કર્યા બાદ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના કાર્યક્રમમાં જઇને વિરોધ કરવાની સંકલન સમિતીના સભ્યોએ જાહેરાત કરતા પોલીસ સાબદી બની હતી. પાણી પહેલા જ પાળ બાંધવામાં આવી હતી અને પશુપાલકોને પીએમના કાર્યક્રમમાં વિરધ કરવાનો કોઇ જ મોકો આપવામાં આવ્યો નહોતો. પોલીસે વહેલી સવારે જ સભ્યોને ઉઠાવી લીધા હતા. બપોર બાદ તમામનો છૂટકારો થયો હતો. દૂધના વિવાદને લઈ પશુપાલક આંદોલનમાં જોડાયેલા આગેવાનોએ પીએમના કાર્યક્રમમાં પોતાની માંગને લઈ વિરોધ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ વિરોધ કરવા પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા આગેવાનોને ડીટેઇન કરી લેવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો હતો. કેટલાક આગેવાનોને રખીયાલ પોલીસે સાંપા પાસે રોકી લીધા હતા . જેમાં ફકીરસિંહ તથા જીતેન્દ્રસિંહ ઝાલાને કોબા સર્કલ પાસે વિરોધ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમને અટકાવી દેવાયા હતા. તેમજ આઠ જેટલા આગેવાનોને દહેગામ પોલીસે વહેલી સવારથી જ ડીટેઇન કરી લીધા હતા. દેવરાજસિંહ ઝાલા, વિજેન્દ્રસિહ, ઘનશ્યામસિંહ, રામજી દેસાઇ, ગફુલ દેસાઇ સહીતના આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી. કોઇ અનિચ્છનિય ઘટના ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે એ માટે પોલીસે સવારથી જ પશુપાલકોના આગેવાનોને ડીટેઇન કરી લીધા હોવાની વિગતો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ભાઈજીપુરા બ્રીજનું લોકાર્પણ : દોઢ લાખ વાહનો સડસડાટ પસાર થઈ જશે
calendar_today March 31, 2026

Gandhinagar: ભાઈજીપુરા બ્રીજનું લોકાર્પણ : દોઢ લાખ વાહનો સડસડાટ પસાર થઈ જશે

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ભાઈજીપુરા ચોકડી ઉપર બનેલા બ્રીજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતુ. કોબા જૈન તીર્થ ખાતે મ્યુઝિયમના લોકાર્પણ કાર્યક્રમ માટે જતાં સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો બ્રીજ ઉપરથી જ પસાર થયો હતો. બ્રીજના લોકાર્પણ બાદ તે સામાન્ય નાગિરકો માટે પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. બ્રીજ શરૂ થઈ જતાં અમદાવાદ-ગાંધીનગર હાઈવે ઉપરથી પસાર થતાં દોઢ લાખ વાહન ચાલકોને ફાયદો મળતો થઈ ગયો છે. 78 કરોડના ખર્ચે બનેલો ભાઈજીપુરા બ્રીજ 984 મીટર લંબાઈ અને 27 મીટર પહોળાઈ ધરાવતો છ-માર્ગીય બ્રીજ છે. જેમાં રાહદારીઓ માટે બ્રીજની બંને બાજુ ચાલવા માટે દોઢ મીટર ફૂટપાથની સુવિધા અપાઈ છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડતા વાહનો ઉપરાંત ગ્રીફ્ટસિટી, પીડીપીયુ જીએનએલયુ, કુડાસણ, કોબા, અડાલજ જવા માટે બ્રીજની બંને બાજુ 11 મીટર પહોળા સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે. બ્રીજના લોકાર્પણ પહેલાં તેની ક્ષમતા ચકાસવા માટે લોડ ટેસ્ટ માટે કુલ 666 ટન વજન સાથેના 18 ટ્રક બ્રીજ ઉપર મુકાયા હતા. એક ટ્રકમાં અંદાજે 37 ટન વજન એટલે કે કુલ 6.60 લાખ કિલો વજન બ્રીજ મુકી રાખીને બ્રીજની સ્ટેબીલિટી, ક્વોલિટી અને વાહનો વહન કરવાની ક્ષમતા ચકાસવા સાથે બ્રીજના બધા કમ્પોનેન્ટ યોગ્ય છે તે ચકાસણી કરાઈ હતી. આ માર્ગ ઉપર દૈનિક દોઢેક લાખ જેટલા વાહનોની અવરજવર રહે છે. માર્ગ ઉપર વચ્ચે આવતા ક્રોસ રોડ ઉપર ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે. જોકે હવે બ્રીજ શરૂ થઈ જતાં ભાઈજીપુરા ચોકડી ઉપર ટ્રાફિકનું ભારણ ઘટશે. એટલું નહીં અકસ્માત ઝોન બની ગયેલી ચોકડી ઉપર એક નહીં પણ બે-બે બ્લેક સ્પોટ આવેલા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward