android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: સિવિલ પાસે દર્દીના સગાને રહેવા માટે સ્વજનગૃહ PMના હસ્તેખુલ્લું મુકાયું
calendar_today March 31, 2026

Gandhinagar: સિવિલ પાસે દર્દીના સગાને રહેવા માટે સ્વજનગૃહ PMના હસ્તેખુલ્લું મુકાયું

ગાંધીનગર સિવિલ હોસ્પિટલને અડીને દર્દીઓના સગા માટે આધૂનિક સ્વજનગૃહનું લોકાર્પણ કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ બાદ સિવિલ તંત્ર દ્વારા પૂજા-વિધી સાથે સ્વજનગૃહ ખુલ્લુ મુક્યું હતુ. ગાંધીનગર સિવિલમાં રાજ્યભરમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલની નજીકના વિસ્તારમાં પુરતી સુવિધાના અભાવે દર્દીના સગાઓને મોંઘા હોટલ-ગેસ્ટ હાઉસનો સહારો લેવો પડતો હતો. તો ઘણા લોકોને આર્થિક સ્થિતિ સારી ન હોવાને પગલે ફૂટપાથ કે કેમ્પસમાં જ્યાં જગ્યા મળે ત્યાં દર્દીના સગા સૂતા જોવા મળે છે. જેને પગલે હવે દર્દીના સગાને નજીવા દરે રહેવાની સગવડ મળે તે માટે સ્વજનગૃહનું લોકાર્પણ કરાયું છે.ગાંધીનગર સિવિલ કેમ્પસ પાસે અંદાજે 40 કરોડથી વધુના ખર્ચે બનેલા રેનબસેરાનું આજે લોકાર્પણ કરાયું છે. દર્દીના સ્વજનોને રહેવા માટે બનેલા બિલ્ડિંગને સ્વજનગૃહ નામ અપાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ બાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મિતા પરીખ, આરએમઓ ડો. વિપુલાબેન પંડયા સહિતના સિવિલ સત્તાધિશોની હાજરીમાં પુજન-વિધિ કરવામાં આવી હતી. ગાંધીનગર સિવિલમાં વર્ષે 81 હજારથી વધુ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત હવે યુ. એન. મહેતા કાર્ડિયાક સેન્ટરમાં દર્દીઓના દાખલ થાય છે. આગામી સમયે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ ચાલુ થતાં દાખલ દર્દીઓની સંખ્યા ઘણી વધશે. ત્યારે દર્દીઓ સાથે આવતા પરિવારજન-સગાને રહેવા માટે તકલીફ ન પડે તે માટે સ્વજનગૃહ તૈયાર કરાયું છે. સિવિલ ઓડિટોરીયમની પાછળના ભાગે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું બિલ્ડિંગમાં કુલ 425 જેટલા બેડની કેપિસિટી છે. દરેક ફ્લોર ઉપર મેલ અને ફિમેલ માટે અલગ-અલગ હોલમાં 48 જેટલા બેડ મુકાયા છે. જનરલ હોલ ઉપરાંત સેમી સ્પેશિયલ રૂમ પણ તૈયાર કરાયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ખ-1 થી ગ-1 વચ્ચે રોડના કોન્ટ્રાક્ટરે ગટરનું ગંદુ પાણી ભરી દીધું
calendar_today March 31, 2026

Gandhinagar: ખ-1 થી ગ-1 વચ્ચે રોડના કોન્ટ્રાક્ટરે ગટરનું ગંદુ પાણી ભરી દીધું

ખ-1 થી ગ-1 વચ્ચે ગટરના ગંદા પાણી ભરેલા જોઈને એક તબક્કે ગટર લાઈન તૂટી હોવાની આશંકા લોકોને થઈ હતી. પરંતુ ધ્યાનથી જોતાં ખબર પડી કે કોન્ટ્રાક્ટર દ્વારા ગટરમાંથી મોટર દ્વારા સીધેસીધું ગંદુ પાણી ખેંચવામાં આવી રહ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તાર ગટરના દુષિત પાણીથી ગંધાઈ ઉઠયો છે. ગટરટ લાઈન નાંખ્યા બાદ માટીને બેસાડવા માટે પાણી ભરવું જરૂરી છે. પરંતુ અહીં કોન્ટ્રાક્ટરે પાણીના ટેન્કરોનો ખર્ચ બચાવવા સીધું ગટરમાંથી જ પાણી ઉલેચી બંબાકાર સર્જી દીધો છે. તંત્રના અધિકારીઓ પણ આ કારનામામાં સામેલ હોવા જોઈએ. સરકારના મંત્રીઓને આ વિસ્તારના રહીશો કહી રહ્યા છે કે, એકવાર તો અહીંથી પસાર થાવ!!! ટેન્ડરમાં કદાચ આ શરત મૂકી હશે, પુરાણ બાદ ટેન્કરથી નહી પણ ગટરમાંથી જ પાણી ઉલેચી લેવું. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરાઈ રહ્યા છે. બે દિવસથી લોકો આ કૃત્ય સહન કરી રહ્યા છે. સરકારે ખૂદ અધિકારીઓ પાસેથી જવાબ માંગવો જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoda: ડભોડીયા મંદિરે 3100 કિલો બુંદી, 1111 કિલો ચિક્કીનો પ્રસાદ બનશે
calendar_today March 31, 2026

Dabhoda: ડભોડીયા મંદિરે 3100 કિલો બુંદી, 1111 કિલો ચિક્કીનો પ્રસાદ બનશે

ગાંધીનગરના સુપ્રસિધ્ધ શ્રીડભોડીયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે બુંદી તથા સીંગદાણાની ચિક્કીનુ વિતરણ કરાશે. જેના ભાગરુપે હાલ મંદિર ખાતે 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1111 કિલોગ્રામ સીંગદાણાની ચિક્કીનો પ્રસાદ કરવામાં આવી રહ્યો છે. મંદિર ખાતે આવેલા ભોજનાલય ખાતે હાલ મહાપ્રસાદ તેમજ અન્ય પ્રસાદ બનાવાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.આવતી કાલ ગુરુવારે હનુમાન જ્યંતિના દિવસે ડભોડીયા હનુમાનજી મંદીર ખાતે મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. સ્વયંભુ ડભોડીયા હનુમાનજી મંદિરે દર્શન કરવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં એક અંદાજ મુજબ છથી સાત લાખ ભક્તો ઉમટી પડશે અને કીડીયારુ ઉભરાશે. મંદિર પરીસરમાં પગ મુકવાની પણ જગ્યા નહી મળે એટલી હકડેઠઠ ભીડ જામશે. મંદિર દ્વારા ગામના તમામ માર્ગોને રોશનીથી શણગારમાં આવ્યા છે. સેંકડો ભક્તો માટે પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા, પાંચથી વધુ સ્થળોએ ચા નાસ્તા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પર્વેશમાર્ગો પર પાર્કીગની વ્યવસ્થા કરાઇ છે. હાલ 40 હજારથી પણ વધુ ભક્તો માટે જમ્બો રસોડામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મંદિર ખાતે આવનાર તમામ ભક્તોને લાઇવ દર્શન કરી શકે એ માટે મંદિરની વેબસાઇટ પર મહાઆરતીનુ જીવંત પ્રસારણ બપોરે 12 થી સાડા બાર વાગ્યા સુધી કરવામાં આવશે. ડભોડીયા મંદિર ખાતે મોટા પ્રમાણમાં અમદા વાદમાંથી હજારો ભક્તો ઉમટી પડે છે. વિદેશમાં મોટી સંખ્યામાં વસતા ભક્તો સોસિયલ મિડીયાના માધ્યમથી બપોરની મહાઆરતીમાં ભાગ લેછે અને દર્શન કરીને ધન્ય બને છે. હાલ મંદિરને રંગરોગાનથી શણગારવામાં આવ્યુ છે. મંદીર ખાતે જીલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward