android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: હિંમતનગરના આગીયોલ ગામમાં જેટકોના સબ સ્ટેશનમાં આગ લાગી, મોટી જાનહાની ટળી
calendar_today March 31, 2026

Gujarat Latest News Live: હિંમતનગરના આગીયોલ ગામમાં જેટકોના સબ સ્ટેશનમાં આગ લાગી, મોટી જાનહાની ટળી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 31 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Valsad: કુંભઘાટ અકસ્માતમાં જીવ ગુમાવનાર 7 લોકોના પરિવારોને 28 લાખની સહાય, ધારાસભ્ય જીતુ ચૌધરીએ કર્યું પ્રમાણપત્ર વિતરણ
calendar_today March 31, 2026

Valsad: કુંભઘાટ અકસ્માતમાં જીવ ગુમાવનાર 7 લોકોના પરિવારોને 28 લાખની સહાય, ધારાસભ્ય જીતુ ચૌધરીએ કર્યું પ્રમાણપત્ર વિતરણ

કપરાડા તાલુકાના કુંભઘાટ પાસે ગત 20 ફેબ્રુઆરીના રોજ કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 7 લોકોએ અકાળે જીવ ગુમાવ્યા હતા. આ હૃદયદ્રાવક ઘટના બાદ શોકમગ્ન પરિવારોની મદદે રાજ્ય સરકાર આગળ આવી છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીની સતત રજૂઆતો અને પહેલને પગલે મુખ્યમંત્રી રાહત નિધિ (C.M. Relief Fund) માંથી કુલ 28 લાખની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે.ધારાસભ્યના હસ્તે સહાય વિતરણઆજરોજ ધારાસભ્ય જીતુ ચૌધરી દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને બોલાવીને આ સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગયેલા જીવને પાછા લાવી શકાતા નથી, પરંતુ સરકાર અને જનપ્રતિનિધિ તરીકે અમારી ફરજ છે કે આવા કપરા સમયે પરિવારને આર્થિક ટેકો મળી રહે.ઘટનાની વિગતઉલ્લેખનીય છે કે, કુંભઘાટમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ અથવા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વલસાડ જિલ્લાને હચમચાવી દીધો હતો. રાજ્ય સરકારની આ સહાયથી આર્થિક રીતે નબળા પરિવારોને જીવન નિર્વાહમાં મદદ મળશે.આ પણ વાંચો:Surat: લૂંટ અને હત્યાના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર મરોલીથી ઝડપાયો, 7 ગંભીર ગુનામાં હતો વોન્ટેડ

Read Full Story arrow_forward
Mehsanaની જાણીતી હોટલોમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના સેમ્પલ લેવાતા ફફડાટ
calendar_today March 31, 2026

Mehsanaની જાણીતી હોટલોમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના સેમ્પલ લેવાતા ફફડાટ

મહેસાણા શહેરની જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં પીરસાતા પનીરની ગુણવત્તા સામે સવાલ ઉઠતા 'ખોરાક અને ઔષધ નિયમન તંત્ર' દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા છે. આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વોને પકડવા માટે તંત્રએ હાઇવે અને નાગલપુર જેવા વિસ્તારોમાં સપાટો બોલાવ્યો છે.કઈ હોટલોમાં તપાસ થઈ? ફૂડ વિભાગની ટીમે રાધનપુર રોડ, હાઇવે અને નાગલપુર વિસ્તારની નામાંકિત હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હોટલોમાંથી પનીરના જથ્થાની તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ હોટલોમાં નીલકંઠ રેસ્ટોરન્ટમાંથી 'મીલ્કેનો મલાઈ પનીર'ના નમૂના લેવાયા છે અને કેઝી ફૂડ્સ અને કાકે દી હટ્ટી તથા ગોપી મલાઈ પનીર'ની ગુણવત્તા તપાસવામાં આવી અને કાલીકા ફૂડ મીલ્કુ મલાઈ પનીર'ના સેમ્પલ મેળવાયા. શ્રી ખોડિયાર કાઠીયાવાડી ઢાબા, જાણીતી બ્રાન્ડ 'અમુલ મલાઈ પનીર'ના સેમ્પલ લેવાયા છે. હોટલ ખોડલ અને 'મારુતિ લો ફેટ પનીર'ની તપાસ હાથ ધરાઈ. કડક કાર્યવાહીની તૈયારી તંત્ર દ્વારા આ તમામ સેમ્પલોને સીલ કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ ઓફિસરના જણાવ્યા અનુસાર, લેબ રિપોર્ટ આવ્યા બાદ જો પનીરમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ કે હલકી ગુણવત્તા માલૂમ પડશે, તો સંબંધિત રેસ્ટોરન્ટ અને સપ્લાયર વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરોડાને પગલે અન્ય હોટલ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.આ પણ વાંચો---     Ambaji : ત્રિશુળિયા ઘાટ પર ટ્રકની બ્રેક ફેલ થતા ભયાનક અકસ્માત સર્જાયો, મજબૂત રેલિંગે ચાલકનો જીવ બચાવ્યો

Read Full Story arrow_forward