Kutch : ગૂગલ મેપની મદદથી મંદિરો ટાર્ગેટ કરનાર ચોર ગેંગ ઝડપાઈ, આડેસર પોલીસે બે રીઢા ગુનેગારોને દબોચ્યા
પૂર્વ કચ્છના વાગડ પંથકમાં મંદિરોને નિશાન બનાવતી એક અનોખી ચોર ગેંગનો આડેસર પોલીસે પર્દાફાશ કર્યો છે. મોટી હમીરપર ગામના ખોડિયાર માતાજી અને રામદેવપીરના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. આ ચોરોની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે, કારણ કે તેઓ ગૂગલ મેપનો ઉપયોગ કરીને મંદિરો શોધી ચોરીને અંજામ આપતા હતા.બાતમીના આધારે ધરપકડ મોટી હમીરપર ગામે રાત્રિ દરમિયાન બે મંદિરોમાં ચોરીની ઘટના બની હતી. આ મામલે તપાસ કરી રહેલી આડેસર પોલીસને બાતમી મળી હતી કે બે શંકાસ્પદ ઈસમો ચોરીના મુદ્દામાલ સાથે આડેસર-સણવા ચોકડી પાસે ઉભા છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને પાંચા કોલી અને જાવેદ ઘાંચી નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની તલાશી લેતા ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ગૂગલ મેપથી લોકેશન ટ્રેસ કરતા પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોપી જાવેદ ઘાંચી મોબાઈલ ટેકનોલોજીનો જાણકાર હતો. તે ગૂગલ મેપ પર લોકેશન સર્ચ કરીને એવા મંદિરોની યાદી બનાવતો જ્યાં ચોરી કરવી સરળ હોય. ત્યારબાદ રાત્રિના સમયે આ બંને શખ્સો તે લોકેશન પર પહોંચી ચોરી કરતા હતા. ગુનાહિત ઇતિહાસ અને વધુ તપાસ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને તેમના વિરુદ્ધ આડેસર તેમજ રાપર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. આ ધરપકડ સાથે આડેસર અને રાપર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મંદિર ચોરીના અનેક ભેદ ઉકેલાયા છે. હાલ પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે કે તેમણે અન્ય કેટલા મંદિરોમાં આ પદ્ધતિથી ચોરી કરી છે.આ પણ વાંચો---- Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે
Read Full Story arrow_forward