android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ઋષભ પટેલ આત્મહત્યા કેસમાં આરોપી કલ્પેશ તલાટી પોલીસ સમક્ષ હાજર, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન
calendar_today March 28, 2026

Gandhinagar : ઋષભ પટેલ આત્મહત્યા કેસમાં આરોપી કલ્પેશ તલાટી પોલીસ સમક્ષ હાજર, પોલીસે ઘટનાસ્થળે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન

રાજધાની ગાંધીનગરમાં થોડા સમય પહેલા બનેલી ઋષભ પટેલ આત્મહત્યાની ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ફરાર રહેલો આ કેસનો આરોપી કલ્પેશ તલાટી આખરે પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.શું હતો સમગ્ર મામલો? ગાંધીનગરના રહીશ ઋષભ પટેલે ત્રણ વ્યક્તિઓના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. આત્મહત્યા પહેલા ઋષભે આ ત્રણેય શખ્સોના ત્રાસ અંગે ચોક્કસ પુરાવાઓ અને વિગતો આપી હતી, જેના આધારે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ત્રણ લોકોના નામ ખુલ્યા હતા, જેમાં કલ્પેશ તલાટીની ભૂમિકા મહત્વની મનાઈ રહી છે. પોલીસ દ્વારા સીન રી-કન્સ્ટ્રક્શન આરોપી કલ્પેશ તલાટી હાજર થતા જ ગાંધીનગર પોલીસે તેને સાથે રાખીને ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. પોલીસે આત્મહત્યાના સ્થળે જઈને સમગ્ર ઘટનાનું 'રી-કન્સ્ટ્રક્શન' કરાવ્યું હતું, જેથી આત્મહત્યાના કારણો અને તે સમયે સર્જાયેલી પરિસ્થિતિની કડીઓ જોડી શકાય. આરોપીએ કઈ રીતે ઋષભને મજબૂર કર્યો અને આ કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે, તે અંગે પોલીસ હવે સઘન પૂછપરછ કરી રહી છે. અન્ય આરોપીઓ સામે પોલીસની તપાસ ચાલુ આ કેસમાં હજુ પણ અન્ય આરોપીઓ સામે પોલીસની તપાસ ચાલુ છે. પુરાવાઓ એકત્રિત કરીને આરોપીઓને કડકમાં કડક સજા અપાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે અને ન્યાયની માંગ તેજ બની છે.આ પણ વાંચો----      Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે

Read Full Story arrow_forward
Porbandarના રાણા રોજીવડામાં તળાવમાં ડૂબતા બે માસૂમોના મોત, પાંચ બહેનોનો એકનો એક ભાઈ છીનવાયો
calendar_today March 28, 2026

Porbandarના રાણા રોજીવડામાં તળાવમાં ડૂબતા બે માસૂમોના મોત, પાંચ બહેનોનો એકનો એક ભાઈ છીનવાયો

પોરબંદર જિલ્લાના ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામેથી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. શાળાએથી છૂટ્યા બાદ નેસડા તળાવમાં ન્હાવા ગયેલા બે માસૂમ બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગ્રામ્ય પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન સાબિત થયો છે.શાળાએથી છૂટી ન્હાવા ગયા ને કાળ ભેટ્યો મળતી માહિતી મુજબ, રાણા રોજીવડા ગામના બે મિત્રો, ૧૧ વર્ષીય નિખિલ હાજાભાઈ ટોરીયા અને ૧૨ વર્ષીય સુમિત જગદીશભાઈ સોલંકી, શાળા છૂટ્યા બાદ ઘરે જવાને બદલે ગામના નેસડા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. તળાવના ઊંડા પાણીનો અંદાજ ન આવતા બંને બાળકો ડૂબવા લાગ્યા હતા. સ્થાનિકોને જાણ થતા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ કમનસીબે બંને બાળકોના પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. પરિવારનો આધાર છીનવાયો આ દુર્ઘટનામાં સૌથી વધુ કરુણ બાબત એ છે કે, મૃતક સુમિત સોલંકી પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. એકાએક વ્હાલસોયા પુત્રના મોતના સમાચાર સાંભળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પોલીસ કાર્યવાહી અને શોકનો માહોલ ઘટનાની જાણ થતા જ ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને બંને બાળકોના મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ભાણવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બગવદર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો----     Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે

Read Full Story arrow_forward
Viramgam APMCમાં સતત 4 દિવસ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે, વર્ષાંતના હિસાબોને લીધે લેવાયો નિર્ણય
calendar_today March 28, 2026

Viramgam APMCમાં સતત 4 દિવસ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે, વર્ષાંતના હિસાબોને લીધે લેવાયો નિર્ણય

અમદાવાદ જિલ્લાના મહત્વના ગણાતા વિરમગામ માર્કેટ યાર્ડ (APMC) માં આગામી ચાર દિવસ સુધી જણસીઓની હરાજીનું કામકાજ સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં વાર્ષિક હિસાબી કામગીરીને આખરી ઓપ આપવા માટે આ રજા જાહેર કરવામાં આવી છે.હિસાબી કામકાજોને લઇને હરાજી બંધ નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસો હોવાથી બેંકિંગ વ્યવહારો અને યાર્ડના આંતરિક હિસાબોના સેટલમેન્ટ માટે હરાજી બંધ રાખવી અનિવાર્ય બની છે. આ ફેરફારને કારણે ખેડૂતોને પોતાની જણસીઓ લઈને યાર્ડમાં ન આવવા માટે અગાઉથી જાણ કરવામાં આવી છે, જેથી તેમને હાલાકી ભોગવવી ન પડે. આગામી 2 એપ્રિલથી હરાજી શરૂ કરાશે આ હિસાબી કામકાજ પૂર્ણ થયા બાદ આગામી 2 એપ્રિલથી ફરી એકવાર માર્કેટ યાર્ડમાં રાબેતા મુજબ હરાજી અને ખરીદ-વેચાણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વેપારીઓ અને કમિશન એજન્ટો પણ આ સમયગાળા દરમિયાન પોતાના ચોપડા પૂર્ણ કરવાની કામગીરીમાં વ્યસ્ત રહેશે. ખેડૂતોએ 2 એપ્રિલ બાદ જ પોતાની જણસીઓ હરાજી માટે લાવવા વિનંતી કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward