android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ભાજપનું ચૂંટણીલક્ષી મંથન, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્યઝોનની બેઠક યોજાઈ
calendar_today March 28, 2026

Vadodara: ભાજપનું ચૂંટણીલક્ષી મંથન, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મધ્યઝોનની બેઠક યોજાઈ

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો તેજ કરી દેવામાં આવ્યા છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આજે ભાજપ દ્વારા એક મહત્વની ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મધ્ય ઝોન સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.મધ્યઝોન બેઠકમાં રણનીતિ પર ચર્ચા કારેલીબાગ ખાતે યોજાયેલી આ 'મધ્યઝોન બેઠક'નો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓમાં પક્ષની પકડ વધુ મજબૂત કરવાનો છે. ચૂંટણી પહેલા યોજાયેલી આ બેઠકમાં કાર્યકર્તાઓને સીધું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિપક્ષોના જૂઠાણાં સામે કેવી રીતે લડવું અને સોશિયલ મીડિયાના માધ્યમથી પક્ષની કામગીરી કેવી રીતે પ્રસારિત કરવી તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા શહેર ભાજપના પ્રમુખ, સ્થાનિક ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા.  કાર્યકરોમાં આ બેઠક બાદ નવો ઉત્સાહ વડોદરા ભાજપનો ગઢ ગણાય છે, અને આ બેઠક દ્વારા પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ આગામી કોઈપણ પડકાર માટે સજ્જ છે. કાર્યકરોમાં પણ આ બેઠક બાદ નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે 'મિશન ઇલેક્શન' માં જોતરાઈ ગયા છે.આ પણ વાંચો---      Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે

Read Full Story arrow_forward
Gir National Park: રેલ્વે ટ્રેક પર સિંહણ અને 3 બચ્ચા આવી ચડતા ટ્રેનના પૈડાં થંભી ગયા, મોટી દુર્ઘટના ટળી
calendar_today March 28, 2026

Gir National Park: રેલ્વે ટ્રેક પર સિંહણ અને 3 બચ્ચા આવી ચડતા ટ્રેનના પૈડાં થંભી ગયા, મોટી દુર્ઘટના ટળી

વિશ્વપ્રસિદ્ધ ગીર નેશનલ પાર્કમાં વન વિભાગ અને રેલ્વે વિભાગની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. ગીરના કાસિયા નેસ વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર અચાનક એક સિંહણ અને તેના ત્રણ નાના બચ્ચા આવી ચડ્યા હતા. જોકે, વન કર્મચારીઓની સતર્કતાને કારણે ટ્રેન સમયસર ઉભી રહી ગઈ હતી અને સિંહ પરિવારનો આબાદ બચાવ થયો હતો.સમયસર ટ્રેનના પૈડાં થંભાવી દેવામાં આવ્યાં કાસિયા નેસ રેન્જમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક પર સિંહણ તેના ત્રણ બચ્ચા સાથે લટાર મારી રહી હતી. આ જ સમયે ટ્રેન આવવાનો સમય હોવાથી ટ્રેક પર ફરજ બજાવતા વન વિભાગના ટ્રેકર્સ અને કર્મચારીઓ તુરંત હરકતમાં આવ્યા હતા. વન કર્મચારીએ વિલંબ કર્યા વગર રેલ્વે વિભાગને આ અંગે જાણ કરી હતી. સંદેશો મળતા જ ટ્રેનના લોકો પાયલટે સમયસૂચકતા વાપરીને સિંહ પરિવારથી સુરક્ષિત અંતરે જ ટ્રેનના પૈડાં થંભાવી દીધા હતા. વન કર્મચારીએ તાત્કાલિક રેલ્વે વિભાગને જાણ કરી ટ્રેન ઉભી રહી ગયા બાદ વન વિભાગના ટ્રેકર્સ દ્વારા સિંહણ અને તેના બચ્ચાને સુરક્ષિત રીતે રેલ્વે ટ્રેક પરથી દૂર કરી જંગલ તરફ ખસેડવામાં આવ્યા હતા. વન્યજીવો સુરક્ષિત રીતે જંગલમાં ચાલ્યા ગયા બાદ જ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. ગીરમાં અવારનવાર ટ્રેનની અડફેટે સિંહોના મોતના બનાવો બનતા હોય છે, ત્યારે વન અને રેલ્વે વિભાગ વચ્ચેના આ સંકલનની પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat News: કોસંબામાં વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ
calendar_today March 28, 2026

Surat News: કોસંબામાં વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ

સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા લોકહિતમાં એક મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોસંબામાં આવેલી વર્ષો જૂની અને જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવી છે. આ ટાંકી અત્યંત જર્જરિત હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી હતી, જેને પગલે સ્થાનિક રહીશોની સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.કોસંબામાં વર્ષો જૂની પાણીની ટાંકી તોડાઈ આ પાણીની ટાંકી દાયકાઓ જૂની હતી અને તેના પોપડા ઉખડવા માંડ્યા હતા. આસપાસના રહેણાંક વિસ્તારો અને અવરજવર કરતા લોકો માટે આ ટાંકી એક મોટું જોખમ બની ગઈ હતી. સ્થાનિક સ્તરેથી વારંવાર થયેલી રજૂઆતો બાદ, સત્તાધીશો દ્વારા ટાંકી તોડી પાડવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. મંજૂરી મળતાની સાથે જ ટેકનિકલ ટીમની દેખરેખ હેઠળ આ જર્જરિત માળખાને તોડી પાડવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ટાંકી તોડવાની મંજૂરી મળતા ટાંકી તોડાઈ ટાંકી તોડતી વખતે આસપાસના વિસ્તારમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન ન થાય. વર્ષોથી ભયના ઓથાર નીચે જીવતા સ્થાનિક લોકોએ આ જોખમી બાંધકામ દૂર થતા રાહતનો શ્વાસ લીધો છે. હવે આ સ્થળે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે કે અન્ય કોઈ આયોજન કરવામાં આવશે તે અંગે આગામી દિવસોમાં તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward