Navsari: બીલીમોરામાં અંબિકા નદીના પટમાં ખાણ-ખનીજ વિભાગના દરોડા, 25 લાખનો મુદ્દા માલ જપ્ત
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ચાલતી ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિઓ પર તંત્રએ સપાટો બોલાવ્યો છે. નવસારી જિલ્લાના બીલીમોરા નજીકથી પસાર થતી અંબિકા નદીના પટમાં મોટા પાયે રેતીચોરી થતી હોવાની બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન નદીના પ્રવાહમાંથી ગેરકાયદે રેતી કાઢતી બોટ અને મશીનરી ઝડપી પાડવામાં આવી છે.25 લાખનો મુદ્દામાલ જપ્ત રોયલ્ટી અધિકારીની આગેવાની હેઠળ કરવામાં આવેલી આ તપાસમાં ઘટનાસ્થળેથી એક વિશાળ બોટ અને રેતી કાઢવાના 2 અત્યાધુનિક મશીનો મળી આવ્યા હતા. અધિકારીઓએ આ તમામ સાધનો સીઝ કરીને અંદાજે 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તંત્રની આ ઓચિંતી કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અભય ઓડ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિ અભય ઓડ નામનો શખ્સ ચલાવી રહ્યો હતો. રોયલ્ટી અધિકારીએ આ મામલે અભય ઓડ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અંબિકા નદીના પટમાં મશીનો દ્વારા થતા ખનનને લીધે નદીના પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ખાણ-ખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે અને પરવાનગી વગર ખનન કરનારા તત્વોને બક્ષવામાં આવશે નહીં.આ પણ વાંચો--- Kutch : સારા સમાચાર, સાઉદીથી 48,000 ટન LPG ભરેલું વિશાળ જહાજ AL AIN રવિવારે મુંદ્રા પોર્ટ પહોંચશે
Read Full Story arrow_forward