android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dhoraji News: ખાનગી ટ્રાવેલ્સ પલટી જવાની ઘટનાના ભયાનક CCTV આવ્યા સામે
calendar_today March 28, 2026

Dhoraji News: ખાનગી ટ્રાવેલ્સ પલટી જવાની ઘટનાના ભયાનક CCTV આવ્યા સામે

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જેતપુર રોડ પર ગત રાત્રે સર્જાયેલા ખાનગી ટ્રાવેલ્સના ગમખ્વાર અકસ્માતના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવી (CCTV) મારફતે સામે આવ્યા છે. પાટણ જિલ્લાથી મુસાફરો ભરીને ધોરાજી પરત ફરી રહેલી બસને નડેલા આ અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ દુર્ઘટનામાં એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માતના સીસીટીવી આવ્યા સામે જેતપુર રોડ પર આવેલા જીઓ પેટ્રોલ પંપની બરાબર સામે આ અકસ્માત સર્જાયો હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, લક્ઝરી બસે પલટી મારતા પહેલા રોડ પર જઈ રહેલી બે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. બાઈક સવારોને અડફેટે લીધા બાદ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આખી બસ રોડ પર પલટી મારી ગઈ હતી. રાત્રિના સમયે થયેલા આ અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોના ટોળેટોળા બચાવ કામગીરી માટે ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતુ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિવસ દરમિયાન સામે આવેલા વીડિયોમાં અકસ્માતની તીવ્રતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમાં બસ પલટી ખાતા પહેલા બાઈક સવારો કેવી રીતે અડફેટે આવ્યા તે જોઈ શકાય છે. ધોરાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી, અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પાટણથી ધોરાજીના પ્રવાસે ગયેલા મુસાફરો માટે આ સફર અત્યંત લોહિયાળ સાબિત થઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bardoli માં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બિયર પીનારા બુટલેગરના પુત્રની ધરપકડ, આયોજકો પણ પોલીસ રડારમાં
calendar_today March 28, 2026

Bardoli માં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બિયર પીનારા બુટલેગરના પુત્રની ધરપકડ, આયોજકો પણ પોલીસ રડારમાં

સુરત જિલ્લાના બારડોલી નગરમાં યોજાયેલી ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. 'સંદેશ ન્યૂઝ' દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને જાહેર સ્ટેડિયમમાં બેસીને બિયર પીનારા બુટલેગરના પુત્ર મેહુલ હસુ રાઠોડની પોલીસે ધરપકડ કરી લીધી છે.બુટલેગરના પુત્રનો વીડિયો થયો હતો વાયરલ બારડોલીમાં ચાલી રહેલી પ્રતિષ્ઠિત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન પ્રેક્ષક બોક્સમાં બેસીને એક શખ્સ જાહેરમાં બિયર પી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તપાસ કરતા આ શખ્સ સ્થાનિક બુટલેગરનો પુત્ર મેહુલ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાત જેવા નશાબંધી ધરાવતા રાજ્યમાં ખેલ જગતના કાર્યક્રમમાં આ પ્રકારે નશો કરવો તે ગંભીર બાબત હતી. પોલીસની કડક કાર્યવાહી અને મેડિકલ ટેસ્ટ વીડિયોના આધારે બારડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મેહુલ હસુ રાઠોડને હિરાસતમાં લીધો હતો. પોલીસ તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ ગઈ હતી. મેડિકલ રિપોર્ટમાં તે દારૂ પીધેલી હાલતમાં હોવાનું કન્ફર્મ થતા પોલીસે કાયદેસરની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. આયોજકો સામે પણ તપાસનો ગાળિયો આ ઘટનાને પગલે પોલીસે ટૂર્નામેન્ટના આયોજકોને પણ પૂછપરછ માટે તેડું મોકલ્યું છે. સ્ટેડિયમમાં કડક સુરક્ષા હોવા છતાં નશો કરનાર વ્યક્તિ અંદર કેવી રીતે પહોંચી અને આયોજકોએ કેમ ધ્યાન ન આપ્યું તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આયોજકોના નિવેદનો બાદ પોલીસ વધુ કડક પગલાં ભરી શકે છે. હાલમાં બારડોલી પોલીસે તમામ પાસાઓ તપાસીને કાયદેસરની તજવીજ હાથ ધરી છે.આ પણ વાંચો---     Rajkot : દુષ્કર્મના આક્ષેપ બાદ વિદ્યાર્થીનો આત્મહત્યાનો પ્રયાસ, વીડિયોમાં ખોલી શિક્ષિકાની પોલ

Read Full Story arrow_forward
Ahmedabad : બાવળાના દુર્ગી ગામે દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પર ટોળાનો હુમલો, 100થી વધુ લોકો સામે ગુનો દાખલ
calendar_today March 28, 2026

Ahmedabad : બાવળાના દુર્ગી ગામે દારૂની રેડ પાડવા ગયેલી પોલીસ પર ટોળાનો હુમલો, 100થી વધુ લોકો સામે ગુનો દાખલ

 અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકાના દુર્ગી (ઘરજી) ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોવાની ઘટના સામે આવી છે. દેશી દારૂના વેચાણની બાતમીના આધારે રેડ કરવા ગયેલી પોલીસ કર્મી પર સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ હિંસક હુમલો કર્યો હતો. પોલીસે આ મામલે 15 શખ્સોના નામજોગ અને 100 થી 125 અજાણ્યા વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કડક તપાસ શરૂ કરી છે.શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, બાવળાના દુર્ગી ગામે 'ઝોપડી માતાનો માંડવો' હોવાથી મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મેળાની આડમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે જ્યારે પોલીસ કર્મી ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે પોલીસને જોઈને બુટલેગર ભાગવા લાગ્યો હતો. પોલીસ તેને પકડવા ગઈ ત્યારે ત્યાં હાજર ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મી ટીમ પર હુમલો કરી દીધો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસની કડક કાર્યવાહી ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ઘટ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા બદલ આકરૂ વલણ અપનાવ્યું છે. પોલીસે 15 મુખ્ય આરોપીઓને નામજોગ ફરિયાદમાં લીધા છે, જ્યારે અન્ય 100થી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસ શરુ ફરાર આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ પર હુમલો કરનાર તત્વો સામે કડક દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની દિશામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ આગળ વધી રહી છે. આ પણ વાંચો---    Bardoli માં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બિયર પીનારા બુટલેગરના પુત્રની ધરપકડ, આયોજકો પણ પોલીસ રડારમાં

Read Full Story arrow_forward