android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : મહિલા વ્યાજખોર નીલમની પોલીસે કરી ધરપકડ, 27 હજાર સામે 91 વસૂલવા છતાં વધુ પૈસા માગી ધમકી આપી હતી
calendar_today February 11, 2026

Valsad : મહિલા વ્યાજખોર નીલમની પોલીસે કરી ધરપકડ, 27 હજાર સામે 91 વસૂલવા છતાં વધુ પૈસા માગી ધમકી આપી હતી

વલસાડ સિટી પોલીસે મહિલા વ્યાજખોર સામે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. આરોપી વ્યાજખોર મહિલા નીલમે 27,000ની લોન સામે રૂ. 91,000 વસૂલ્યા હોવા છતાં પીડિતાને વધુ રૂપિયા માટે ધમકી આપ્યાનો આરોપ છે.પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી આ મામલે પીડિતા ભાવિનીબેન ગણેશભાઈ પટેલ, જે GRD સભ્ય છે, તેમણે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જરૂરિયાત હોવાને કારણે તેમણે આરોપી નીલમ પાસેથી રૂ. 27,000 વ્યાજે લીધા હતા. આરોપીએ અગાઉથી જ રૂ. 50,000નો સિક્યુરિટી ચેક પણ લખાવી લીધો હતો.  વધુ પૈસા માગી ધમકી આપી લોનની રકમ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ પૈસા માગી ધમકી આપતાં પીડિતાએ પોલીસનો સહારો લીધો હતો. ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહિલા વ્યાજખોર નીલમની ધરપકડ કરી છે. આ પણ વાંચો----     Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું

Read Full Story arrow_forward
Bharuch News: અંકલેશ્વરમાં પ્રદૂષણ દૂર કરવાના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે જ જમીન અને પાણીના સ્ત્રોતને દૂષિત કર્યા
calendar_today February 11, 2026

Bharuch News: અંકલેશ્વરમાં પ્રદૂષણ દૂર કરવાના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરે જ જમીન અને પાણીના સ્ત્રોતને દૂષિત કર્યા

ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ સામે આવ્યું છે. વૈજ્ઞાનિક ઢબે ત્રણ સ્ટેજમાં નિકાલ કરવાની જગ્યાએ સેંકડો ટન વેસ્ટ ખાડીમાં ધરબી દેવાયો છે. નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડા પાડીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું. જે કોન્ટ્રાક્ટરને પ્રદૂષણ દૂર કરવા માટેના પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેણે જ જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કર્યો હતો. અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ ઝડપાયું અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે દરોડા પાડીને આ કૌભાંડ ઝડપી લીધું હતું. પાલિકા પ્રમુખ ભાવેશ કાયસ્થે જણાવ્યું હતું કે, જે કોન્ટ્રાક્ટરને પ્રદૂષણ દૂર કરવા માટે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેણે જ જમીન અને પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કર્યા હતાં. શંકા ના જાય તે માટે વેસ્ટ સેગ્રીગેશન સાઈટ સુકાવલીને અડીને રસ્તો કાઢી અવાવરૂ ખાડીમાં વેસ્ટ ધરબી દેવાયો હતો. અંકલેશ્વર પાલિકાએ આ કૌભાંડ કરનારા કૌન્ટ્રાક્ટરનું 95 લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું હતું. કોન્ટ્રાક્ટરે લેખિત પત્ર સાથે કબૂલાત કરી કચરો હટાવવાની બાંહેધી આપી બચવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ વાંચોઃ Gujarat Latest News Live : રાજકોટ શહેર-જિલ્લામાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા, 20 કિલો ડુંગળીનો ભાવ રુ. 80થી લઇ રુ. 320 પહોંચ્યા

Read Full Story arrow_forward
BMC Mayor 2026: ઠાકરે પરિવારનો દબદબો પૂર્ણ, રિતુ તાવડેએ મેયરનો સંભાળ્યો પદભાર
calendar_today February 11, 2026

BMC Mayor 2026: ઠાકરે પરિવારનો દબદબો પૂર્ણ, રિતુ તાવડેએ મેયરનો સંભાળ્યો પદભાર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના મેયર તરીકે ભાજપના રિતુ તાવડે બિનહરીફ ચૂંટાયા છે. શિવસેનાના સંજય ઘાડી ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે. આનાથી BMCમાં ઠાકરે પરિવારના 25 વર્ષના વર્ચસ્વનો અંત આવ્યો છે. ચાર દાયકામાં આ પહેલી વાર છે જ્યારે કોઈ ભાજપ સભ્ય મુંબઈના મેયર બન્યા છે.આ ઐતિહાસિક દિવસ છે- મેયરઆ પ્રસંગે તેમણે કહ્યું કે હું ખૂબ ખુશ છું. આ મારા માટે એક ઐતિહાસિક દિવસ છે. મને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મારે મુંબઈમાં વ્યાપકપણે કામ કરવાનું છે. શિવસેના યુબીટી મુંબઈ માટે કોઈ પ્રેમ બાકી નથી. મુંબઇ માટે કામ કરવાનું છે.,  હું મુંબઇના લોકોનું આભાર માનું છું- એકનાથ શિંદે બીએમસી ચૂંટણીઓ અંગે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે કહે છે કે, "મહા યુતિ માટે આ ખૂબ જ ખુશીનો દિવસ છે કારણ કે મુંબઈના લોકોએ અમને બહુમતી આપી છે. મહા યુતિના મેયર રીતુ તાવડે અને ડેપ્યુટી મેયર સંજય ઘડી અહીં બિનહરીફ ચૂંટાયા... હું મુંબઈના લોકોનો આભાર માનું છું..." કોણ છે રિતુ તાવડે?  રીતુ તાવડે ભાજપના વરિષ્ઠ કોર્પોરેટર છે. રીતુ તાવડે 2012માં વોર્ડ નંબર 127માંથી જીત્યા હતા. તેઓ પહેલી વાર 2017માં ઘાટકોપરના વોર્ડ નંબર 121માંથી ચૂંટાયા હતા. ત્યારબાદ, 2025ની ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર 132માંથી જીત્યા હતા. તેઓ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે.

Read Full Story arrow_forward