android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News: ચાણસ્મામાં ડમ્પરનો આતંક, વૃદ્ધને ટક્કર મારતા મોત
calendar_today January 22, 2026

Patan News: ચાણસ્મામાં ડમ્પરનો આતંક, વૃદ્ધને ટક્કર મારતા મોત

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધીણોજ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા બેફામ ડમ્પર ચાલકે એક રાહદારી વૃદ્ધને કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્થાનિકો બેફામ ચાલતા ડમ્પર સામે રોક લગાવવામાં આવે તેવી માગ પણ કરી રહ્યા છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ચાણસ્મા તાલુકાના ધીણોજ પાસે આવેલી મોટપ ચોકડી પર આ અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા એક ડમ્પરના ચાલકે વળાંક લેતી વખતે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લીધા હતા. ડમ્પરનું ટાયર વૃદ્ધ પર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું. કમાલપુર ગામના વૃદ્ધનું મોત અકસ્માતનો ભોગ બનનારા મૃતક વૃદ્ધની ઓળખ ચાણસ્મા તાલુકાના જ કમાલપુર ગામના બદસંગ ચૌધરી તરીકે થઈ છે. 65 વર્ષીય વૃદ્ધ જ્યારે મોટપ ચોકડી પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, ત્યારે કાળમુખા ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ કાર્યવાહી અકસ્માતની જાણ થતા જ ચાણસ્મા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. માર્ગો પર બેફામ દોડતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતોને લઈ સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. આ પણ વાંચો - Patan News: ચાણસ્મામાં ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ પોલીસ સકંજામાં

Read Full Story arrow_forward
Ahmedabad : વેજલપુરમાં 7 લાખના ઉપરાંતના એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને પુરુષ ઝડપાયા, પોલીસ તપાસ શરુ
calendar_today January 22, 2026

Ahmedabad : વેજલપુરમાં 7 લાખના ઉપરાંતના એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને પુરુષ ઝડપાયા, પોલીસ તપાસ શરુ

વેજલપુર પોલીસે 7 લાખ ઉપરાંતના એમડી ડ્રગ્સ મેફેડ્રોનના જથ્થા સાથે મહિલા અને પુરુષને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી ઉંડી તપાસ શરુ કરી છે.પોલીસને બાતમી મળી હતી વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ એમ બોરખતરીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે એક મહિલા અને પુરુષ માદક પદાર્થ લઇને ટુ વ્હીલર ઉપર અંબર ટાવર તરફ પસાર થવાના છે જેથી પોલીસે વોચ ગોઠવી હતી. પુરુષ અને મહિલાને પોલીસે અટકાવ્યા પોલીસે સવેરા હોટલ ત્રણ રસ્તા પર વોચ ગોઠવીને બાતમી મુજબના ટુ વ્હીલર પર મહિલા અને પુરુષ આવતા પોલીસે તેમને અટકાવ્યા હતા. તેમના નામ સમીમબાનુ ઉર્ફે પપ્પી ફિરોજખાન પઠાણ અને મોમીનખાન ફિરોજખાન પઠાણ (બંને રહે, કુંભાર ગલી, કાલુપુર) હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું 246 .800 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું પોલીસે તેમની ઝડતી લેતા તેમની પાસેથી 246 .800 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું. જેની કિંમત 740400 થવા જાય છે. પોલીસે ટુ વ્હીલર તતા મેફેડ્રોન સહિત 774900 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ શરુ કરી હતી. સીરીન અલ્લારખાએ જથ્થો આપ્યો હતો પોલીસ તપાસમાં તેમને આ એમડી ડ્રગ્સનો જથ્થો સીરીન અલ્લારખા (રહે, ફતેવાડી)એ આપેલો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી તપાસ આદરી હતી. બંને આરોપી ગુનાહિત ભુતકાળ ધરાવે છે પોલીસે જણાવ્યું કે આરોપી સમીમ બાનુ સામે અગાઉ પ્રોહિબીશનનો અને એનડીપીએસનો ગુનો નોંધાયેલો છે અને મોમીનખાન સામે પણ કાલપુર પોલીસમાં ગુનો નોંધાયો છે. આ પણ વાંચો----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward
Bharuch News: પોલીસ ભરતી દરમિયાન 25 વર્ષીય યુવકનું મોત
calendar_today January 22, 2026

Bharuch News: પોલીસ ભરતી દરમિયાન 25 વર્ષીય યુવકનું મોત

ગુજરાતમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે આજે ભરૂચથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન દોડ પૂરી કર્યા બાદ એક યુવકની તબિયત અચાનક લથડી હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું છે.દોડ પૂરી કરી અને ઢળી પડ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ કચ્છના વતની 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. રવિરાજે ઉત્સાહભેર દોડ પૂર્ણ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર દોડ પૂરી કર્યાના થોડા જ સમય બાદ તેને અચાનક ચક્કર આવ્યા હતા અને તેની તબિયત નાજુક બની હતી. સારવાર કારગત ન નીવડી યુવકની તબિયત લથડતા સ્થળ પર હાજર મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ રવિરાજ જાડેજાનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતદેહને હાલ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ ભરતીના ઈન્ચાર્જ અને SRPના કમાન્ડર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતક યુવાનના પરિવારજનોને સાંત્વના આપી હતી. ખાખી વર્દી પહેરવાનું સપનું આંખમાં લઈને આવેલો યુવાન જ્યારે ઘરે શબઘરમાં પરત ફરશે એ વિચારીને પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. આ પણ વાંચો - Bharuch News : ભરુચ પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરતા મચ્યો ખળભળાટ

Read Full Story arrow_forward