android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: દુષ્કર્મના આરોપી યુવકને 20 વર્ષની સખત કેદ પડી
calendar_today January 9, 2026

Mehsana: દુષ્કર્મના આરોપી યુવકને 20 વર્ષની સખત કેદ પડી

કડી પંથકમાંથી સગીરાને બે વર્ષ પૂર્વે કડીનો યુવાન લાલચ આપી અપહરણ કરી ગયો હતો. તો દિલ્હી ખાતે લઈ જઈ હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.આ મામલે આરોપી યુવક સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. સદર કેસમાં આરોપી યુવકને મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટે તકસીરવાન ઠરાવ્યો હતો. કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદનો આદેશ કર્યો હતો. ભોગ બનનારને રૂ.50 હજાર વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો. કડીના આકાશ વિષ્ણુભાઈ રાવળે 18 જાન્યુઆરી 2024ના રોજ કડી પંથકમાંથી એક સગીરાને લાલચ આપી અપહરણ કર્યું હતું. આરોપીએ દિલ્હી ખાતે લઈ જઈ હોટલમાં રાખીને દુષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે આરોપી સામે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.સદર કેસ મહેસાણા સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશ્યિલ પોક્સો કોર્ટના જજ એસ.એસ.કાલેએ આ કેસના આરોપી આકાશ વિષ્ણુભાઈ રાવળને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદ અને રૂ.20 હજાર દંડનો આદેશ કર્યો હતો. જ્યારે આ ગુનામાં ભોગ બનનારને રૂ.50 હજાર વળતર ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Deesa: ડીસાના વડાવલ ગામે બનાસ નદીમાં દિવસ-રાત ખનન, ભવિષ્યમાં નદી નામની રહી જશે
calendar_today January 9, 2026

Deesa: ડીસાના વડાવલ ગામે બનાસ નદીમાં દિવસ-રાત ખનન, ભવિષ્યમાં નદી નામની રહી જશે

ડીસા તાલુકાના જૂનાડીસા વાસણા અને વડાવલ ગામની હદમાં આવેલી બનાસ નદી આજકાલ બિનઅધિકૃત ખનનની ચપેટમાં છે. રાજકીય નેતાઓની ખુલ્લી ભલામણ અને આડકતરા આશ્રાયથી ખનીજ માફ્યિાઓ નદીના વિશાળ પટમાં દિવસ રાત બેફામ રીતે રેતી ઉપાડી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિએ સમગ્ર વિસ્તારને પર્યાવરણીય જોખમમાં મૂકી દીધો છે.સ્થાનિક તંત્રથી માંડીને ખનિજ વિભાગ અને પોલીસ તંત્ર સુધીની ચૂપકીદી અનેક સવાલો ઊભા કરે છે. ગ્રામજનો વારંવાર ફરિયાદો કરતા હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી જેથી ભારે વાહનો દ્વારા સતત રેતીનું વહન રહ્યું છે. બનાસ નદીનું ખુલ્લે આમ ચિરહરણ થતા કુદરતી પ્રવાહમાં ખલેલ પહોંચતા ભૂગર્ભ જળસ્તરને પણ ગંભીર અસર પહોંચી રહી છે. આ સમગ્ર કાંડમાં રાજકીય દબાણને કારણે અધિકારીઓ આંખ મીંચી બેઠા હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. જો તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં થાય તો બનાસ નદી માત્ર નામની નદી બની રહેશે અને પ્રકૃતિની આ અમૂલ્ય ભેટ લૂંટાઈ જશે. ત્યારે જનતા માંગ કરી રહી છે કે ઉચ્ચ સ્તરે તપાસ કરીને જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે ખરા ? ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahegam: કડજોદરા દેવકરણ મુવાડા પંથકમાં ફરી દીપડો દેખાયો
calendar_today January 9, 2026

Dahegam: કડજોદરા દેવકરણ મુવાડા પંથકમાં ફરી દીપડો દેખાયો

દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાત્રીબા કેનાલના જંગલમાં દીપડાની દહેશત દોઢ પોણા બે વર્ષ બાદ ફરીવાર વ્યાપી છે. ગોપાલપુરા ગલેવાના એક ખેડૂતે રાત્રે એક વાગે ખાત્રીબા કેનાલ પાસે દીપડો જોયો હોવાના દાવો કર્યો છે અને પોતે બાઇક લઇને જીવ બચાવીને ભાગીને ઘરે પહોંચ્યા હતા. બોભા ગામે ભજનમાં ગયેલા ખેડૂતે પરત ઘરે આવતી વખતે દીપડો જોયાનો દાવો કર્યો હતો. અન્ય બીજી એક ઘટનામાં કેસરપુરામાં ત્રણેક દિવસ પહેલાં એક પાડી ઉપર કોઇ જંગલી પ્રાણીએ હુમલો કરીને ફંફો.ડી નાખી હતી. જેમાં પાડી અધમુવા જેવી થઇ ગઇ હતી. ગામ આખુ ભેગુ થઇ ગયુ હતુ પરંતુ આ ઘટનામાં દીપડાની વાત નકારવામાં આવી છે અને અન્ય કોઇ હિંસક પ્રાણી હોવાની ચર્ચાઓ ચાલી હતી. પરંતુ છેલ્લા એક અઠવાડીયાથી પંથકમાં ફરીવાર દીપડો કે અન્ય કોઇ જંગલી પ્રાણીની દહેશત ફેલાઇ છે અને ખેડૂતો ખેતરોમાં જતા પહેલાં તૈયારી સાથે તેમજ સતર્ક રહેવા લાગ્યા હોવાની વિગતો છે. દહેગામ રેન્જના બી.ટ ફોરેસ્ટ અધિકારીઓએ તપાસ કરી હતી. જેમાં ગ્રામજનોએ બનાવેલા વીડિયોમાં દીપડો નહીં પરંતુ વરુ કે શિયાળ કુળનું કોઇ અન્ય જંગલી પ્રાણી જેવું દેખાતુ હોવાની વિગતો જણાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward