android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News : લીલીયામાં કાળમુખો ખાડો, બાઇક ખાબકતા એકનું મોત, બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત
calendar_today January 8, 2026

Amreli News : લીલીયામાં કાળમુખો ખાડો, બાઇક ખાબકતા એકનું મોત, બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના લીલીયા પંથકમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં રોડ પર આવેલા એક ઊંડા ખાડામાં મુસાફરો ભરેલું બાઇક અચાનક ખાબક્યું હતું. આ બાઇક પર એક પુરુષ અને બે મહિલાઓ સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વ્યક્તિઓ ઊંડા ખાડામાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ ત્રણેય લોકોને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા.લીલીયા પંથકમાં અરેરાટી દુર્ભાગ્યવશ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પુરુષનું કરૂણ મોત નીપજ્યું છે, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અન્ય બે મહિલાઓને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિકોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, લોકોનો આક્ષેપ છે કે રસ્તા પરના ભયજનક ખાડાઓને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ લોકોનો જીવ જાય છે. પોલીસ દ્વારા આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : રાજ્યભરના શિવાલયોમાં ગુંજશે 'ૐ નમઃ શિવાય', ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી

Read Full Story arrow_forward
Junagadhના વંથલીમાં બાઇક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
calendar_today January 8, 2026

Junagadhના વંથલીમાં બાઇક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં આજે એક અત્યંત કરૂણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વંથલીના હનુમાનવાળી વિસ્તાર નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચે થયેલી ધડાકાભેર ટક્કરમાં એક 23 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. વંથલીના હનુમાનવાળી પાસે માર્ગ પરથી પસાર થઈ રહેલા બાઇક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર 23 વર્ષીય હર્ષ ટાંકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલસ્થાનિક લોકોએ તાત્કાલિક મદદનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કમનસીબે હર્ષનું ઘટનાસ્થળે જ અથવા સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું. માત્ર 23 વર્ષની નાની વયે આશાસ્પદ યુવક હર્ષ ટાંકનું અકાળે અવસાન થતાં તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે વંથલીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં મૃતકના સગા-સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો બનાવની જાણ થતા જ વંથલી પોલીસની ટીમ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રેક્ટર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને કોની બેદરકારી હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Porbandar news: ચોપાટીના કિનારે પોલીસનો સુરક્ષા સંદેશ
calendar_today January 8, 2026

Porbandar news: ચોપાટીના કિનારે પોલીસનો સુરક્ષા સંદેશ

ગાંધીભૂમિ પોરબંદરમાં 'રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026' ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેરની જાણીતી ચોપાટી વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા એક વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસન સ્થળ હોવાથી મોટી સંખ્યામાં ઉમટી પડતા સહેલાણીઓ અને વાહનચાલકોને ટ્રાફિક નિયમોના પાલન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.નિયમોનું પાલન એ જ સુરક્ષા પોરબંદર ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ચોપાટી પર આવતા વાહનચાલકોને અટકાવીને હેલ્મેટની અનિવાર્યતા, સીટ બેલ્ટનો ઉપયોગ અને ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવાથી થતા જોખમો વિશે સમજાવવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ગ સલામતી એ માત્ર દંડથી બચવા માટે નથી, પરંતુ પોતાના અને પરિવારના જીવનની સુરક્ષા માટે છે. પર્યટકો અને યુવાઓમાં જાગૃતિ પોરબંદર ચોપાટી વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો બાઇક પર આવતા હોય છે, તેમને ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી કે 'ટ્રિપલ સવારી' અને 'રેશ ડ્રાઇવિંગ' (પૂરઝડપે વાહન ચલાવવું) ટાળવું જોઈએ. આ અવેરનેસ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમોની માહિતી આપતા પેમ્ફલેટ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો - Porbandar News: કોન્ફરન્સ રૂમ બન્યો મલ્ટીપ્લેક્સ, અધિકારીઓ ગાયબ, પણ ટીવી પર ફિલ્મ ચાલુ!

Read Full Story arrow_forward