android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: વાહન ચોરી કરનાર બે રીઢા તસ્કરો ઝડપાયા
calendar_today January 3, 2026

Vadodara News: વાહન ચોરી કરનાર બે રીઢા તસ્કરો ઝડપાયા

વડોદરા શહેરમાં વધતી જતી વાહન ચોરીની ઘટનાઓને ડામવા માટે વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં પોલીસે બાતમી અને સર્વેલન્સના આધારે બે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. જેમાં છાણી રોડ અને દુમાડ ચોકડી પાસેથી વાહનોની ચોરી કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.1. છાણી રોડ પરથી ચોરી થયેલ એક્સેસ મોપેડ રિકવર વડોદરા શહેરના છાણી રોડ વિસ્તારમાંથી થોડા સમય પૂર્વે એક સુઝુકી એક્સેસ મોપેડની ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને નિકુંજ મહેશકુમાર શર્મા નામના શખ્સ પર શંકા ગઈ હતી. તેની કડક પૂછપરછ કરતા તેણે આ મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ રેકોર્ડ મુજબ આરોપી રીઢો વાહન ચોર હોવાનું સામે આવ્યું છે. 2. દુમાડ ચોકડી પાસેથી મોટરસાયકલ ચોરનાર શખ્સ ઝબ્બે બીજા એક કિસ્સામાં, નેશનલ હાઇવે પર આવેલી વ્યસ્ત દુમાડ ચોકડી પાસે પાર્ક કરેલી મોટરસાયકલની ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે મોહમંદ ઉર્ફે અમર અબ્દુલરઝાક પઠાણની ધરપકડ કરી છે. આરોપીએ જાહેર સ્થળ પરથી વાહનની ઉઠાંતરી કરી હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તે વધુ સમય સુધી ફરાર રહી શક્યો નહીં. પોલીસની તપાસ તેજ આ બંને આરોપીઓ પાસેથી ચોરીના વાહનો કબજે કરવામાં આવ્યા છે. પોલીસને આશંકા છે કે, આ શખ્સો અન્ય વાહન ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલા હોઈ શકે છે. હાલમાં બંને આરોપીઓના રિમાન્ડ મેળવી તેમની ગેંગમાં અન્ય કોઈ સભ્યો સામેલ છે કે કેમ તે અંગે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. વડોદરા પોલીસની આ કામગીરીથી વાહન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Vadodara: દસ્તાવેજોની બોગસ ફાઇલો બનાવીને SBI બેંકમાંથી 1.97 કરોડની હોમ લોન મેળવવાના કેસમાં ફરાર મહિલા ઝડપાઇ

Read Full Story arrow_forward
Gandhinagar: પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર, 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ, 13,591 જગ્યાઓ માટે જંગ જામશે
calendar_today January 3, 2026

Gandhinagar: પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર, 21 જાન્યુઆરીથી શારીરિક કસોટીનો પ્રારંભ, 13,591 જગ્યાઓ માટે જંગ જામશે

ગુજરાત પોલીસ દળમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. રાજ્યના પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ (LRD) અને પીએસઆઈ (PSI) ની ભરતી માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આગામી 21 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ સેન્ટરો પર શારીરિક કસોટી શરૂ થશે.13,591 જગ્યાઓ અને 14 લાખથી વધુ ઉમેદવારોરાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગની કુલ 13,591 જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વખતે ભરતીમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે આ આટલી જગ્યાઓ સામે 14 લાખ કરતા વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે એક-એક જગ્યા માટે ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી જોવા મળશે.LRD અને PSIની સંયુક્ત શારીરિક કસોટીમહત્વનું છે કે, આ વખતે LRD અને PSI બંને કેડર માટે શારીરિક કસોટીના આયોજન અંગેની સ્પષ્ટતા કરવામાં આવી છે. 21 જાન્યુઆરીથી શરૂ થનારી આ કસોટીમાં દોડ અને અન્ય શારીરિક માપદંડો ચકાસવામાં આવશે. ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો પણ સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવશે.તૈયારીઓ માટે અંતિમ તબક્કોતારીખ જાહેર થતા જ રાજ્યભરના મેદાનોમાં પ્રેક્ટિસ કરી રહેલા ઉમેદવારોમાં જોશ જોવા મળી રહ્યો છે. હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારોએ પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે.આ પણ વાંચો: નેશનલ સમુદ્રી તરણ સ્પર્ધામાં અમદાવાદના વૃદ્ધાને હાર્ટ એટેક

Read Full Story arrow_forward
Ahmedabadના કાલુપુર રેલવે સ્ટેશન પર RPF અને રિક્ષાચાલકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ
calendar_today January 3, 2026

Ahmedabadના કાલુપુર રેલવે સ્ટેશન પર RPF અને રિક્ષાચાલકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ, પોલીસે કર્યો લાઠીચાર્જ

અમદાવાદનું હૃદય ગણાતા કાલુપુર રેલવે સ્ટેશન પર આજે વહેલી સવારે ભારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતે રિક્ષાચાલકો અને RPFના જવાનો વચ્ચે હિંસક બબાલ થઈ હતી. જેમાં સ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે જ્યારે સ્ટેશન પર ટ્રેનોની અવરજવર વધુ હોય છે, ત્યારે રિક્ષા પાર્કિંગ અને પેસેન્જર બેસાડવા બાબતે RPF જવાનો અને રિક્ષાચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.RPF જવાનોએ રીક્ષા ચાલકને માર માર્યો આ રકઝક જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી. રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે RPF જવાનોએ એક રિક્ષાચાલકને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે અન્ય રિક્ષાચાલકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ઘર્ષણ વધતા સ્ટેશન પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. ભીડને વિખેરવા અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ કર્મીઓએ રિક્ષાચાલકો પર લાઠીચાર્જ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઘર્ષણહાલમાં આ ઘર્ષણ અને લાઠીચાર્જના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેને પગલે રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા અને રિક્ષાચાલકોના વર્તન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ ઘટનાને કારણે વહેલી સવારે મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો હતો અને થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward