android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: રેલવે ડિવિઝનમાં ચેઇન પુલિંગનો આતંક, વર્ષ 2025માં લોકો પાસેથી 5.65 લાખનો દંડ વસૂલ્યો
calendar_today January 3, 2026

Ahmedabad: રેલવે ડિવિઝનમાં ચેઇન પુલિંગનો આતંક, વર્ષ 2025માં લોકો પાસેથી 5.65 લાખનો દંડ વસૂલ્યો

ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાંકળ ખેંચવી (Alarm Chain Pulling - ACP) એ માત્ર આપાતકાલીન સ્થિતિ માટેની સુવિધા છે, પરંતુ અમદાવાદ મંડળમાં તેનો દુરુપયોગ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વર્ષ 2025ના આંકડાઓ મુજબ, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં કુલ 2,047 ચેઇન પુલિંગની ઘટનાઓ નોંધાઈ છે, જેણે રેલવે તંત્રની દોડધામ વધારી દીધી છે.બિનજરૂરી ચેઇન પુલિંગ અને રેલવેની કાર્યવાહીકુલ ઘટનાઓમાંથી 1,855 કેસ બિનજરૂરી ચેઇન પુલિંગના હતા, જે સાબિત કરે છે કે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ ગંભીર કારણ વગર જ સાંકળ ખેંચવામાં આવી હતી. આ મામલે રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે 1,813 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.કુલ ₹5.65 લાખથી વધુનો દંડ ગુનેગારો પાસેથી વસૂલવામાં આવ્યો છે.કયા સ્ટેશનો અને સેક્શનમાં સૌથી વધુ કેસ?રેલવેના રિપોર્ટ મુજબ, 1,142 ઘટનાઓ રેલવે સ્ટેશનો પર બની હતી, જ્યારે 905 ઘટનાઓ ચાલુ ટ્રેને સેક્શન (બે સ્ટેશન વચ્ચે) માં નોંધાઈ હતી. સૌથી વધુ અસરગ્રસ્ત સ્ટેશનો: અમદાવાદ, સાબરમતી અને મહેસાણા.સૌથી વધુ અસરગ્રસ્ત સેક્શન: ગેરતપુર–અમદાવાદ અને અમદાવાદ–વિરમગામ.અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક પ્રીમિયમ અને લાંબા અંતરની ટ્રેનોમાં ચેઇન પુલિંગનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે.આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ, અરાવલી એક્સપ્રેસ.રેલવે પ્રશાસનની અપીલબિનજરૂરી ચેઇન પુલિંગને કારણે માત્ર ટ્રેન મોડી પડતી નથી, પરંતુ તેની પાછળ આવતી અન્ય અનેક ટ્રેનોના શિડ્યુલ પર પણ માઠી અસર પડે છે. રેલવે પ્રશાસને મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે એલાર્મ ચેઇનનો ઉપયોગ માત્ર અકસ્માત, તબીબી કટોકટી કે કોઈ મોટી આપાતકાલીન સ્થિતિમાં જ કરવો. બિનજરૂરી સાંકળ ખેંચવી એ રેલવે અધિનિયમ હેઠળ ગુનો છે અને તેના માટે જેલ કે દંડની સજા થઈ શકે છે.આ પણ વાંચો: ટાઇફોઇડના 67થી વધુ કેસ નોંધાતા રાજ્ય સરકાર એક્શનમાં, હર્ષ સંઘવીએ યોજી તાકીદની બેઠક

Read Full Story arrow_forward
Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી
calendar_today January 3, 2026

Morbi News : ઝઘડાની અદાવતમાં બાળકનો ભોગ લેવાયો, ટંકારામાં નરાધમ પાડોશીએ માનવતાની હદ વટાવી

મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં માનવતાને લાંછન લગાડતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક શ્રમિક પરિવારના માત્ર 2 વર્ષના માસૂમ બાળક સાથે પાડોશમાં રહેતા શખ્સે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અને બાળકના પિતા વચ્ચે અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાનો બદલો લેવા માટે પાષાણ હૃદયના આરોપીએ માસૂમ બાળકને નિશાન બનાવ્યું અને તેની સાથે કુકર્મ આચર્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે શ્રમિક પરિવારોમાં ભારે રોષ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.ટંકારામાં શરમજનક ઘટના ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને મૂળ બિહારના વતની એવા નરાધમ આરોપી રામવિકાસ તૈલીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ભોગ બનનાર માસૂમ બાળકની તબિયત લથડતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની સઘન સારવાર બાદ બાળકની સ્થિતિમાં સુધારો થતા તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો : Dwarka News : જામખંભાળીયા હાઈવે પર કાળમુખી કારનો કહેર, હિટ એન્ડ રનમાં ફુવા-ભત્રીજાના કરુણ મોત

Read Full Story arrow_forward
Ahmedabad News: ટ્રાફિક નિયમો તોડતા 1250 સરકારી બાબુઓ દંડાયા
calendar_today January 3, 2026

Ahmedabad News: ટ્રાફિક નિયમો તોડતા 1250 સરકારી બાબુઓ દંડાયા

અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા તેમજ નિયમોનું પાલન કરાવવા માટે અમદાવાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. સામાન્ય જનતા બાદ હવે નિયમ તોડનારા સરકારી કર્મચારીઓ અને પોલીસકર્મીઓ વિરૂદ્ધ પણ કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી એક દિવસની વિશેષ ડ્રાઇવ દરમિયાન અમદાવાદ પોલીસે 1250થી વધુ સરકારી કર્મચારીઓને દંડ ફટકારી લાખો રૂપિયાની વસૂલાત કરી છે.સિવિલિયન કર્મચારીઓ પાસેથી 5.77 લાખનો દંડ આ ડ્રાઇવ દરમિયાન વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા સિવિલિયન કર્મચારીઓ સૌથી વધુ ઝપટે ચડ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા કુલ 1250 કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં આ કર્મચારીઓ પાસેથી રૂપિયા 5.77 લાખ જેટલો માતબર દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, ગંભીર ઉલ્લંઘન બદલ 10 જેટલા વાહનોને ડિટેઈન પણ કરવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ પણ દંડાયા "કાયદો બધા માટે સમાન છે" તે સૂત્રને સાર્થક કરતા પોલીસે પોતાના જ વિભાગના કર્મચારીઓ સામે પણ લાલ આંખ કરી છે. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર 80 પોલીસકર્મીઓ વિરૂદ્ધ ગુના નોંધી તેમની પાસેથી રૂપિયા 38,800 થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. શા માટે આ કાર્યવાહી? અમદાવાદ શહેરમાં અવારનવાર એવી ફરિયાદો ઉઠતી હોય છે કે સરકારી હોદ્દા અથવા પોલીસની ઓળખ આપીને લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે. હેલ્મેટ ન પહેરવું, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ અને લાયસન્સ વગર વાહન ચલાવવા જેવા કિસ્સાઓમાં હવે કોઈની પણ શરમ રાખ્યા વગર દંડ વસૂલવાની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે તેવી શક્યતા છે. આ પણ વાંચો - Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લેવામાં નાપાસ; ખોટું પેપર અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો

Read Full Story arrow_forward