android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dabhoi: ડભોઇ-સમલાયા રેલવે લાઇન જમીન સંપાદન વળતરમાં ખેડૂતોને અન્યાય
calendar_today September 6, 2026

Dabhoi: ડભોઇ-સમલાયા રેલવે લાઇન જમીન સંપાદન વળતરમાં ખેડૂતોને અન્યાય

ડભોઈ તાલુકામાં નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી ચાલે છે. જે અંતર્ગત ડભોઈથી સમલાયા નેરોગેજ લાઇન માટે તરસાણા ગામના ખેડૂતોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જોકે, આ જમીન સંપાદનની વળતર પ્રક્રિયામાં ભારે અન્યાય થતો હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. તરસાણાના ખેડૂતોએ આજરોજ ટીંબી ફાટક ખાતે એકત્ર થઇને વિરોધ કર્યો હતો.જ્યારે આ યોજના માટે પ્રાથમિક જાહેરનામું બહાર પડાયું ત્યારે તરસાણા ગામમાં ગ્રામ પંચાયતનો વહીવટ હતો. તે મુજબ નવા નિયમો અનુસાર ગામને ગ્રામ્ય વિસ્તાર ગણી બેનો ગુણાંક અને તેના પર 100% આશ્વાસન રકમ સાથે વળતર ચૂકવવાનો એવોર્ડ તૈયાર કરાયો હતો. પરંતુ ત્યારબાદ આ ગામનો સમાવેશ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં થતાં જંત્રી ગ્રામ્ય વિસ્તારની ગણીને ગુણાંક બેના બદલે એક કરી દેવાયો હતો. પરિણામે ખેડૂતોને મળવાપાત્ર વળતરની રકમ અડધી થઈ જતાં મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ અન્યાય સામે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઈકોર્ટમાં દાવો દાખલ કરીને ગામને ગ્રામ્ય વિસ્તાર ગણી નિયમ મુજબ ચાર ગણું વળતર ચૂકવવા માંગણી કરી છે. ખેડૂતોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી જમીન સંપાદનની કામગીરી આગળ વધવા દેવામાં નહીં આવે કે જમીનનો કબજો સોંપવામાં નહીં આવે. જમીન સંપાદન થવાથી ખેડૂતોને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા-આવવાના રસ્તા (ઈઝમેન્ટ રાઈટ) છીનવાઈ છે. બાકી રહેતી જમીનોમાં પાણી ભરાઈ રહેવાથી ખેતીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેનો કોઈ નિકાલ કરાયો નથી. જોઈન્ટ મેઝરમેન્ટ અને સંપાદનના ક્ષેત્રફ્ળ વચ્ચે સ્થળ પર મોટો તફાવત જોવા મળે છે. ખેડૂતોને 135-ડીની કાયદેસર નોટિસ આપ્યા વિના જ ગેરકાયદે 7/12ના ઉતારામાં એન્ટ્રીઓ પાડી દેવાઇ છે. ખેડૂતોને 2009 નહીં પણ 2013માં જે વળતર ચૂકવાયું છે. જો સરકાર આ તમામ મુદ્દાઓ પર વહેલી તકે ખેડૂત હિતલક્ષી નિર્ણય નહીં કરે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bodeli: નગર સહિત તાલુકાના શિવાલયોમાં દર્શનાર્થીઓ ઊમટશે
calendar_today September 6, 2026

Bodeli: નગર સહિત તાલુકાના શિવાલયોમાં દર્શનાર્થીઓ ઊમટશે

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે બોડેલી તાલુકાના પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભીડ ઉમટી પડવાની શક્યતા છે. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર પંથક શિવમય બનશે.બોડેલી પંથકમાં માકણી ગામે અતિપ્રાચીન રણમુક્તેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર છે. ઉપરાંત બોડેલી નગરમાં ગોપેશ્વર મહાદેવ મંદિર, પાંધરા ગામે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિર સહિત તાલુકાના વિવિધ શિવાલયોમાં શ્રાવણના અંતિમ સોમવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા-અર્ચના માટે ઊમટી પડશે. શિવભક્તો દ્વારા ભગવાન ભોળાનાથને જળાભિષેક, દૂધાભિષેક સહિત વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhota Udepur: નગરમાં સ્વચ્છતા સે સ્વાગત કાર્યક્રમ યોજાયો
calendar_today September 6, 2026

Chhota Udepur: નગરમાં સ્વચ્છતા સે સ્વાગત કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવતીકાલ તા. 8 સપ્ટેમ્બરે ગુજરાત આગમનને વધાવવા માટે સમગ્ર રાજ્યમાં એક અનોખો ઉત્સાહ જોવા મળે છે. જે નિમિત્તે છોટાઉદેપુર, વડોદરા, નવસારી અને સુરત સહિત રાજ્યમાં સ્વચ્છતા સે સ્વાગત જનઅભિયાનનો પ્રારંભ કરાયો છે.જેના ભાગરૂપે છોટાઉદેપુર નગરે એક વિશેષ પહેલ કરી છે. છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે આયોજિત સ્વચ્છતા કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા. છોટાઉદેપુર રેલવે સ્ટેશન પરિસરમાં યોજાયેલા આ સ્વચ્છતા અભિયાનમાં છોટાઉદેપુરના માનનીય સાંસદ જસુભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ પરવેઝ મકરાણી, નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર, વિવિધ સમિતિના ચેરમેનો સૌરભ શાહ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ તેમજ સફાઈ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને સ્ટેશન પરિસરમાં શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતા પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી. વડાપ્રધાનના સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો આ તકે સૌએ દ્રઢ નિર્ધાર કર્યો હતો. આ અભિયાન દ્વારા છોટાઉદેપુર નગરે સ્વચ્છતાનો સંદેશ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચાડવાની એક પ્રેરણાદાયી શરૂઆત કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward