android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
બારડોલીમાં કલાત્મક શ્રીજીની મૂર્તિઓના ભાવ આસમાને : 1પથી 50 હજારનો ભાવ
calendar_today September 7, 2026

બારડોલીમાં કલાત્મક શ્રીજીની મૂર્તિઓના ભાવ આસમાને : 1પથી 50 હજારનો ભાવ

બારડોલીમાં કલાત્મક ગણેશજીની મૂર્તિઓનું વેચાણ ચાલી રહ્યું છે, પરંતુ આ વર્ષે મૂર્તિના ભાવ આસમાને પહોંચતા ખરીદનાર ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. નગરના મોટાભાગના વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ સ્થાપન સાથે 14 સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણેશોત્સોવની તાડામાર તૈયારીઓ છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગબેરંગી તેમજ વિવિધ કથાવસ્તુ દર્શાવતી ગણપતિજીની મૂર્તિનું બજાર મોટા પ્રમાણમાં ખડકાવવા પામ્યું છે. કિંમતોમાં અનેક ઘણો વધારો થવાથી ગણેશભક્તોમાં નારાજગી ઊભી થઈ છે. પ ફૂટથી લઈને 7-8 ફૂટની મૂર્તિના ભાવો 1પ હજારથી લઈ 50 હજાર સુધીના બોલાતા આ વખતે ગણેશભક્તો મૂર્તિ ખરીદવામા લૂંટાય રહ્યા હોવાનો અહેસાસ છે. નાની મૂર્તિના ભાવ પણ 8 થી 10 હજાર થઈ ગયા છે. મંગલમૂર્તિ પણ 800થી 1000 રૂપિયા વચ્ચે વેચાય રહી છે.14 સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણપતિ સ્થાપન સાથે ગણેશ ઉત્સવની શરૂઆત થવાની છે. બારડોલીનાં બજારોમાં દર વર્ષની જેમ આ વર્ષ પણ પરપ્રાંતીય લોકો દ્વારા હજ્જારોની સંખ્યામાં ગણપતિજીની મૂર્તિ વેચાણ માટે આવી છે. માટી ઉપરાંત પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ વેચનારા આ વર્ષે ઓછા આવતા તેની સીધી અસર ગણપતિ બજારના વેચાણ પર જોવા મળી રહી છે. માંગ્યા પ્રમાણેનું મૂર્તિનું પ્રમાણ બારડોલીના બજારોમાં આ વખતે અત્યાર સુધી રહ્યું નથી, જેને લઈને જેટલી પણ મૂર્તિ વેચાણ માટે આવી છે, તેના ગયા વર્ષ કરતાં ડબલ ભાવો થઈ ગયા છે.હાલમાં પ ફૂટથી લઈ 8 ફૂટના ભાવ 15 હજારથી લઈ 50 હજાર બોલાય રહ્યા છે. આ વર્ષે પણ રંગબેરંગી કલાત્મક ગણપતિજીની મૂર્તિઓ વિવિધ સ્વરૂપો સાથે બનાવેલી નજરે પડી રહી છે. સાથે જ કેટલીક ગણપતિજીની મૂર્તિ વિવિધ કથાવસ્તુ સાથે જોડીને બનાવેલી નજરે પડી હતી. બારડોલી નગર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપરાંત બાજુના વાલોડ, મહુવા, અંબિકા, પલસાણા, કામરેજ, માંડવી, તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો ગણપતિજીની મૂર્તિ મોટા પ્રમાણમાં ખરીદવા બારડોલી જ આવતાં હોવાથી મૂર્તિ વેચનારાઓએ ભાવો ડબલ કરી દેતા આ વર્ષે ગણેશભક્તો લૂંટાય રહ્યા છે. બારડોલી પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા અને સોસાયટીના યુવા વર્ગ દ્વારા જાતજાતના ડેકોરેશન ધાર્મિક કથા-વસ્તુઓ દર્શાવતાં પ્રદર્શનોની ગોઠવણ સાથે આકર્ષક લાઈટ ડેકોરેશનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલી જોવા મળી રહી છે. બારડોલી શહેર ઉપરાંત તાલુકાના ગામડાઓ મળી નાની-મોટી 400થી વધુ ગણેશમૂર્તિનું સ્થાપન થાય છે. આ વર્ષે તેમાં પણ વધારો થાય તેવી શક્યતા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
કુકરમુંડાના મોરંબા ગામમાંથી ચોરીના કેબલ સાથે બે ઝડપાયા
calendar_today September 7, 2026

કુકરમુંડાના મોરંબા ગામમાંથી ચોરીના કેબલ સાથે બે ઝડપાયા

કુકરમુંડા પોલીસે મોરંબા ચાર રસ્તા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન મોટરસાઇકલ સવાર બે ઇસમોને ચોરીના કેબલ વાયરો સાથે ઝડપી પાડી જેઓ પાસેથી રૂ. 14800નો મુદ્દામાલ કબજે લીધો હતો.કુકરમુંડા તાલુકાના મોરંબામાં મોટરસાઇકલ સવાર બે ઇસમોને અટકાવી પોલીસે પૂછપરછ કરતા જેઓએ ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી પોલીસે તેમની પાસેના મીણીયા કોથળામાં ચેકિંગ કરતા જેમાં ઇલેક્ટ્રિક વાયર ભરેલા જોવા મળ્યા હતા. બંને ઇસમો પાસેથી આશરે 48 કિલો વાયર રૂ. 4800 તથા મોટરસાઇકલ (નં.જીજે.05.બીએલ.2441) રૂ.10,000ની જપ્ત કરવામાં આવેલ હતા.ઇસમોએ મોટરસાઇકલ તથા કેબલ વાયરો કોઇ કપટથી મેળવેલ હોવાનું જણાતા સરફરાજ ફજલેહકખાન પઠાન (ઉં.વ.25, રહે. સંજયનગર અક્કલકુવા, જિ.નંદુરબાર) તથા સુફીયાન અબ્દુલરજાક મકરાણી (ઉં.વ.22, રહે. અક્કલકુવા, હવલદાર ફળિયું, તા.અક્કલકુવા, જિ.નંદુરબાર)ની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સોનગઢમાં સુન્ની સમાજના કબ્રસ્તાનનો વહીવટ મનસ્વી ઢબે થતો હોવાની રાવ
calendar_today September 7, 2026

સોનગઢમાં સુન્ની સમાજના કબ્રસ્તાનનો વહીવટ મનસ્વી ઢબે થતો હોવાની રાવ

સોનગઢમાં સુન્ની મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન અને મસ્જિદના વહીવટને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. ગત 31 ઓગસ્ટના રોજ એક દફ્નવિધિ સમયે થયેલો હુમલો અને કબ્રસ્તાન પર કથિત ગેરકાયદે કબજા સામે સમાજ દ્વારા કલેક્ટર, એસ.પી. અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે.કલેકટરથી થયેલી રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે સલીમુલ્લાહ મુલ્લાં અને ફારુખ મન્સૂરી દ્વારા છેલ્લા 37 વર્ષથી કોઈ કાયદેસર પુરાવા વગર મનમાનીથી વહીવટ ચલાવાઈ રહ્યો છે અને કબરસ્તાનની પવિત્રતા ભંગ કરાઈ રહી છે. 31 ઓગસ્ટની રાત્રે જનાજો દફ્નવિધિ માટે પહોંચતા જ પૂર્વઆયોજિત કાવતરા હેઠળ લાકડા અને લોખંડના પાઇપથી હુમલો કરાયો હતો, જેમાં સઈદ રસિદ ખાટીક ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તેમ છતાં હુમલાખોરો સામે સામાન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. હત્યાના પ્રયાસની કલમ 109 હજુ સુધી ઉમેરાઈ નથી. જેથી સુન્ની મુસ્લિમ સમાજે ફારુખ મન્સૂરી સહિતના આરોપીઓ સામે કલમ 109 ઉમેરવા, એસ.આઈ.ટી. દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ કબ્રસ્તાનનો વહીવટ તથા આવકની તપાસ કરવા માગ કરાઈ છે. જ્યારે સામે પક્ષે પણ જુના ગામ જુમા મસ્જિદના મુસ્લિમ સમાજના પ્રમુખ સલીમ મુલાએ જિલ્લા કલેક્ટર સહિત તાપી પોલીસને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં બંને આરોપીઓને પાસા (PASA) હેઠળ જેલમાં ધકેલી કડક પગલાં ભરવા અને સોનગઢમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા આવશ્યક પગલાં લેવા માંગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward